ENG vs BAN: બાંગ્લાદેશના કેપ્ટને Live મેચમાં કરી દીધી મોટી ભૂલ, બનવા લાગ્યો મજાક
બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાઈ રહી છે, આ દરમિયાન શ્રેણીની બીજી વનડેમાં બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈક્બાલે Live મેચમાં એક એવુ કામ કરી દીધુ તે હવે હાંસીનુ પાત્ર બની રહ્યો છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બાંગ્લાદેશના પ્રવાસે પહોંચી છે. જ્યાં બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈક્બાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જોકે ઈંગ્લીશ ખેલાડીઓએ જબરદસ્ત બેટિંગ વડે વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જેસન રોયે સદી નોંધાવી હતી અને જોસ બટલરે અડધી સદી નોંધાવી હતી. ઈકબાલને ટોસ જીતીને પોતાની યોજનામાં તો સદંતર નિષ્ફળ જવાયુ જ હતુ, પરંતુ ઈંગ્લેન્ડની બેટિંગ ઈનીંગ દરમિયાન તેણે જે કર્યુ એ જોઈને હસવુ રોકી શકાય એમ નથી. તમીમ ઈકબાલ તેના કામને લઈ મજાક બની રહ્યો છે.
ઇંગ્લેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ સામે 326 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જ્યારે ઓપનર જેસન રોયે 124 બોલમાં 132 રન નોંધાવ્યા હતા. જેસન રોયે પોતાની ઈનીંગ દરમિયાન 18 ચોગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે 64 બોલ પર 76 રન નોંધાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 194 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. આમ ઈંગ્લેન્ડની ટીમનો 132 રનથી વિજય થયો હતો.
લઈ લીધો ખોટો રિવ્યૂ
બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે લીધેલા રિવ્યૂ પર તે હાંસીને પાત્ર બન્યો છે. આમ તો રિવ્યૂ જ્યાં શંકા લાગે ત્યાં મોટે ભાગે લેવાય છે. પરંતુ અહીં શંકા નહીં, મોટી ભૂલ ઈકબાલે કરી દીધી હતી. આમ તો સામાન્ય રીતે અંપાયરના નિર્ણયથી ખુશ ના હોવાના કિસ્સામાં રિવ્યૂ લેવામાં આવે છે. જોકે ઈકબાલે તો ક્રિકેટ વિશ્વના સૌથી ઘટીયા રિવ્યૂ પૈકી એક લીધો હતો.
તસ્કીન અહમદ ઈંગ્લેન્ડની ઈનીંગની 48મી ઓવર લઈને આવ્યો હતો. જે બોલ તેણે આદિલ રશીદ સામે યોર્કર ફેંકી હતી. જેના પર આદિલે ડિફેન્સ કરી દીધો હતો. જેને સ્પષ્ટ જોઈ શકાતુ હતુ કે, બોલ સીધો જ બેટ પર વાગ્યો છે. આમ છતા અપિલ કરવામાં આવી હતી. અંપાયર પણ બોલ સીધો બેટ પર વાગ્યો હોવાને લઈ અપિલને નકારી દીધી હતી. અંપાયરના નિર્ણય સામે તસ્કીનના કહેવા પર કેપ્ટન ઇકબાલે રિવ્યૂ લઈ લીધો. જોકે આ રિવ્યૂ નિષ્ફળ રહેવાનો હતો એ પહેલાથી જ નક્કી હતુ. રિવ્યૂમાં તે પણ જોવા મળ્યુ અને એમ જ થયુ જે થવાનુ હતુ. હવે સોશિયલ મીડિયા પર તે મજાક બની રહ્યો છે.
બાંગ્લાદેશે શ્રેણી ગુમાવી
વિશાળ લક્ષ્યનો પિછો કરતા બાંગ્લાદેશે ખરાબ શરુઆત કરી હતી. પ્રથમ 3 વિકેટ માત્ર 9 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલ પર લિટ્ટન દાસ અને પાંચમાં બોલ પર નઝમૂલ હુસેન શાંતોએ વિકેટ ગુમાવી હતી. બંને ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. મુશ્ફિકુર રહિમ 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે બાદમાં શાકિબ અલ હસને અડધી સદી નોંધાવી હતી. મહમુદ્દલ્લાહે 32 રન અને અફીફ હુસેને 23 રનની ઈનીંગ નોંધાવી હતી. તસ્કીન અહેમદ 21 રન નોંધાવી રન આઉટ થયો હતો. આમ 44.4 ઓવરમાં જ બાંગ્લાદેશનો ખેલ ખતમ થઈ ગયો હતો.
આ સાથે જ હવે બાંગ્લાદેશ વનડે સિરીઝને ગુમાવી ચુક્યુ છે. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ વનડેમાં 3 વિકેટે જીત મેળવી હતી. જ્યારે બીજી વનડેમાં મોટી જીત સાથે હવે 3 મેચોની સિરીઝમાં 2-0 થી અજેય લીડ બનાવી લીધી છે.