Breaking News : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ફાઈનલ મેચમાં નહીં રમે
ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025 ની રોમાંચક ફાઇનલમાં ટકરાશે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફાઈનલ મેચમાંથી બહાર થઇ ગયો છે.

ભારત અને પાકિસ્તાન 11મી એશિયા કપ 2025 ફાઈનલ રમી રહ્યું છે. એશિયા કપ 2025ની ફાઈનલ મેચ ક્રિકેટ ચાહકો માટે એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટના ફાઈનલમાં પહેલીવાર એકબીજા સામે ટકરાશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. જોકે, આ મહા મુકાબલા પહેલા, ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના એક સ્ટાર ખેલાડીને પાછલી મેચમાં થયેલી ઈજાને કારણે ફાઈનલમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ફાઈનલ પહેલા ભારતને મોટો ઝટકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મોટી મેચમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિકને પાછલી મેચમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની ફિટનેસ પર સવાલ ઉભા થયા હતા. તેના સ્થાને યુવા બેટ્સમેન રિંકુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. વિસ્ફોટક બેટર અને ફિનિશર રિંકુ સિંહ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમશે.
હાર્દિક પંડ્યા બહાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ફાઈનલ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ બંને દેશોના ક્રિકેટ ચાહકો માટે લાગણીઓનું વાવાઝોડું પણ છે. જોકે, આ મોટી મેચ પહેલા પંડ્યાનું બાકાત રહેવું ટીમ માટે મોટો ફટકો છે. તે વર્તમાન ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાંનો એક છે અને ટીમની ઝડપી બોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, ટીમ ઈન્ડિયાએ હવે છેલ્લી ઘડીએ પોતાની યોજનાઓ બદલવી પડશે.
રિંકુ સિંહ માટે મોટી તક
રિંકુ સિંહે મેચ પહેલા મેદાન પર ખૂબ પ્રેક્ટિસ કરી છે, તેથી તેની પાસેથી રમવાની અપેક્ષાઓ ઘણી છે. આ ટુર્નામેન્ટમાં રિંકુ સિંહનો આ પહેલો પ્રસંગ હશે. અગાઉ, તે ગ્રુપ સ્ટેજ અને સુપર ફોરમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો હતો.
આ પણ વાંચો: Asia Cup 2025 : દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ જોવાનું કેટલું મોંઘુ છે? આટલા રૂપિયામાં વેચાઈ ટિકિટ
