ગુજરાત ટાઈટન્સ ટીમને તાજેતરમાં અમદાવાદની કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા ખરીદવામાં આવી હતી. આ કંપની પાસે IPL 2025માં ટીમના માલિકી હક હશે. ફ્રેન્ચાઈઝીને નવો માલિક મળ્યા બાદ ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો થવાની આશા છે. જેના કારણે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. જો કે, ક્રિકબઝના અહેવાલ મુજબ, હવે તેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ટોરેન્ટ ગ્રુપ નેહરાને IPL 2025 માટે કોચ પદ પર જાળવી રાખવા માંગે છે. રિપોર્ટ અનુસાર નેહરા સિવાય ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકી પણ ફ્રેન્ચાઈઝી સાથે જ રહેશે.
IPL 2022માં ગુજરાત ટાઈટન્સનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ આશિષ નેહરાને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, ટીમે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટાઈટલ જીત્યું હતું. આ સફળતા પછી, ફ્રેન્ચાઇઝીએ તેની સાથેનો કરાર ત્રણ વર્ષ માટે લંબાવ્યો. તેમની સાથે વિક્રમ સોલંકીનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો હતો.
પ્રથમ સિઝનની સફળતા બાદ આશિષ નેહરાને સારો પગાર મળ્યો હતો. આ પછી ટીમ બીજી સિઝનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 2024ની સિઝનમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. હવે ક્રિકબઝ રિપોર્ટ સૂચવે છે કે તેનું નામ IPL 2025માં સૌથી વધુ પગાર મેળવનારા કોચમાં સામેલ થઈ શકે છે. કારણ કે ગુજરાત ટાઈટન્સ આશિષ નેહરાને 8 કરોડ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે.
Ashish Nehra and Vikram Solanki appear to have survived the potential shake-up at Gujarat Titans and are expected to continue in their existing roles… @vijaymirror has more https://t.co/NaBMhgRNRY pic.twitter.com/8XIT3VbDIk
— Cricbuzz (@cricbuzz) September 26, 2024
આશિષ નેહરા સાથે અન્ય કેટલાક સપોર્ટ સ્ટાફનું ભાવિ બહાર આવ્યું છે. તેના ગુજરાત ટાઈટન્સ સાથે રહેવાનો અર્થ એ છે કે તેનો સમગ્ર કોચિંગ સ્ટાફ પણ IPL 2025માં રહેશે. એટલે કે આશિષ કપૂર, મિથુન મનહાસ, નરેન્દ્ર નેગી અને નઈમ અમીન પણ ટીમ સાથે જોડાયેલા હશે. આ તમામ સહાયક કોચની ભૂમિકામાં છે. પરફોર્મન્સ એનાલિસ્ટ સંદીપ રાજુ પણ ગુજરાત સાથે રહેશે.
જો કે, ટીમ ગેરી કર્સ્ટનનું સ્થાન મેળવે છે કે નહીં તે જોવું રહ્યું. કર્સ્ટન 3 સિઝન માટે ટીમના બેટિંગ કોચ અને મેન્ટર હતા, પરંતુ હવે તે પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે વાઈટ બોલ ક્રિકેટના હેડ કોચ તરીકે જોડાયા છે.
CVC ગ્રૂપે ગુજરાત ટાઈટન્સને રૂ. 5625 કરોડમાં ખરીદ્યું હતું. રિપોર્ટ અનુસાર તેની વર્તમાન કિંમત 8 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં જ તેણે ટોરેન્ટ ગ્રુપને માલિકી હક્કો વેચી દીધા હતા. તમને જણાવી દઈએ કે BCCIને હજુ સુધી બંને વચ્ચેના ટ્રાન્ઝેક્શન વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. નિયમો અનુસાર પ્રમોટર બદલાય તો બોર્ડને જાણ કરવી જરૂરી છે.
આ પણ વાંચો: આ ખેલાડીએ સતત 8 મેચમાં કર્યો એવો કમાલ, 147 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું