IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈ સૌથી મોટા સમાચાર, જાણો કયારે થશે બંને ટીમોની ટક્કર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાવાની છે. આ મેચની તારીખ PCB દ્વારા નક્કી કરવામાં આવી છે.
આગામી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે જે 2025 માં પાકિસ્તાન દ્વારા યોજાવાની છે. જો કે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. પરંતુ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એક મેચ પણ રમાવાની છે. આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચ પર મોટું અપડેટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત-પાકિસ્તાનની મેચની તારીખ 1 માર્ચ 2025 નક્કી કરી છે. PTIના અહેવાલ મુજબ, ICC બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અપડેટ આપ્યું છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની આ મેચ લાહોરમાં રમાશે. પરંતુ BCCIએ હજુ સુધી કાર્યક્રમ પર પોતાની સંમતિ આપી નથી.
ટુર્નામેન્ટ 8 ટીમો વચ્ચે રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે અને 10 માર્ચને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
INDIA vs PAKISTAN ON MARCH 1st AT LAHORE…!!!! [PTI]
– PCB & ICC are awaiting the approval of the Draft schedule from BCCI. pic.twitter.com/TqWw1MJ1z8
— Johns. (@CricCrazyJohns) July 3, 2024
ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં
ICC બોર્ડના એક સભ્યએ PTIને જણાવ્યું કે PCBએ 15 મેચની ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કરી દીધો છે. લાહોરમાં સાત, કરાચીમાં ત્રણ અને રાવલપિંડીમાં પાંચ મેચ રમાશે. પરંતુ સુરક્ષા અને લોજિસ્ટિકલ કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે. જ્યારે, ઓપનિંગ મેચ કરાચીમાં, સેમીફાઈનલ કરાચી અને રાવલપિંડીમાં, ફાઈનલ લાહોરમાં યોજાશે.
THE LIKELY GROUPS FOR CHAMPIONS TROPHY 2025: [PTI]
Group A – India, Pakistan, New Zealand, Bangladesh.
Group B – Australia, South Africa, England, Afghanistan. pic.twitter.com/HvnKjSSisi
— Johns. (@CricCrazyJohns) July 3, 2024
અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે
પાકિસ્તાન દ્વારા આયોજિત છેલ્લી ટુર્નામેન્ટ 2023માં એશિયા કપ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના કારણે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની મેચો શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં રમાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. તમને જણાવી દઈએ કે, ICC કોઈપણ બોર્ડને તેમની સરકારની નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકે નહીં.
આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર