વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024માં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું અને હવે તેની ખુશી બમણી થઈ ગઈ છે. કારણકે હાર્દિકને વધુ એક ગુડ ન્યૂઝ મળ્યા છે. છેલ્લા 6 મહિના હાર્દિક પંડયા માટે ખૂબ જ સંઘર્ષમય રહ્યા હતા. ખાસ કરીને IPLમાં તે જે રીતે ટ્રોલ થયો અને તે બાદ જે રીતે હાર્દિકે વર્લ્ડ કપમાં પ્રદર્શન કરી ભારતને ચેમ્પિયન બનાવવામાં ભૂમિકા ભજવી તે બાદ હાર્દિક આ ખુશીઓનો ચોક્કસથી હકદાર છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એક મોટું કારનામું કર્યું છે. આ ખેલાડી વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર બની ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી, જેમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. પંડ્યાએ મોહમ્મદ નબી અને વેનેન્દુ હસરંગાને પછાડીને રેન્કિંગમાં એક સ્થાન મેળવ્યું છે. પંડ્યા પહેલા ત્રીજા સ્થાને હતો અને હવે T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.
T20 વર્લ્ડ કપમાં પંડ્યાનો દબદબો
T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આ ખેલાડીએ 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ હતો. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી પણ આવી હતી. આ સિવાય બોલિંગમાં તેણે 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ફાઈનલમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા જે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતા.
Hardik Pandya rises to No.1 in the latest ICC Men’s T20I All-rounder Rankings
How the Rankings look after #T20WorldCup 2024 ⬇️https://t.co/vbOk3XT7C3
— ICC (@ICC) July 3, 2024
પંડ્યાએ ટીકાકારોને જવાબ આપ્યો
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા માટે સારું પ્રદર્શન કરવું એટલું સરળ નહોતું. IPL 2024માં આ ખેલાડીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો અને ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આટલું જ નહીં, લગભગ દરેક મેચમાં તેને સ્ટેડિયમમાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ પંડ્યાએ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.
Magnificent with the bat, valuable with the ball #TeamIndia Vice-captain @hardikpandya7 is now the ICC Men’s Number 1⃣ T20I all-rounder pic.twitter.com/cWH0TNF8wR
— BCCI (@BCCI) July 3, 2024
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે
T20 વર્લ્ડ કપ બાદ હવે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન બની શકે છે. રોહિત શર્મા નિવૃત્ત થઈ ગયો છે અને હવે પંડ્યાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી મળશે, કારણ કે આ ખેલાડી ઉપ-કેપ્ટન હતો અને તેણે ઘણી વખત ટીમની કમાન સંભાળી છે. જો કે, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પંડ્યાએ એમ પણ કહ્યું હતું કે આ તો વર્લ્ડ ચેમ્પિયન બનવાની માત્ર શરૂઆત છે, તે હજુ પાંચ વધુ ટ્રોફી જીતવા માંગે છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે