ક્રિકેટ ચાહકોને ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મેચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો આવતા મહિને અંડર-19 એશિયા કપમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 10 ડિસેમ્બરે દુબઈના ICC એકેડમી ઓવલ 1 સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 8મી ડિસેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
અંડર-19 એશિયા કપ 2023 કુલ 8 ટીમો વચ્ચે રમાશે. 8 ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, જાપાન, UAE અને બાંગ્લાદેશ છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારત આ ટૂર્નામેન્ટ 8 વખત જીત્યું છે. છેલ્લી વખત વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
ઉદય સહારન (C), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી, અરવેલી અવનીશ રાવ (wk), સૌમ્ય કુમાર પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન.(wk), ધનુષ ગૌડા
સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન
રિઝર્વ ખેલાડીઓઃ દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે
આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે