AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 MI vs RCB LIVE મેચમાં વિવાદ! અંપાયરને અવગણીને ટિમ ડેવિડે આ શું કર્યું?

MI સામેની મેચ દરમિયાન ટિમ ડેવિડે અંપાયરની મનાઈ છતાં બૉલ ચેક કર્યો હતો, જેના કારણે હવે તેના પર IPL નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

IPL 2026 MI vs RCB LIVE મેચમાં વિવાદ! અંપાયરને અવગણીને ટિમ ડેવિડે આ શું કર્યું?
Breaking News IPL 2026 Tim David May Face Action for Ball Inspection Incident During MI vs RCB Match video goes viral Image Credit source: Star Sports X Account
| Updated on: Apr 13, 2026 | 9:02 AM
Share

IPL 2026માં રમાઈ રહેલા મુકાબલાઓ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના ખેલાડી ટિમ ડેવિડ પર સજા થવાની શક્યતા ઉભી થઈ છે. આ ઘટના મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલા દરમિયાન બની હતી, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને હતાં.

શું છે સમગ્ર ઘટના?

મેચમાં RCBએ 18 રનની જીત મેળવી હતી, જેમાં ટિમ ડેવિડનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. તેમણે માત્ર 16 બોલમાં નોટઆઉટ 34 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. પરંતુ તેમની બેટિંગ કરતાં વધુ ચર્ચામાં તેમની એક હરકત આવી ગઈ છે.

આ ઘટના RCBની ઇનિંગના 18મા ઓવરની બીજી બોલ પછીની છે. ટિમ ડેવિડને બૉલની આકાર અંગે શંકા થઈ અને તેઓએ તેની તપાસ શરૂ કરી. આ દરમિયાન મેદાન પર હાજર અમ્પાયરોએ તેમને વારંવાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ તેમની વાત અવગણીને બૉલ ચેક કરવાનું ચાલુ રાખ્યું. અમ્પાયરદ્વારા બૉલ પરત માંગ્યા છતાં પણ તેઓએ તરત ન આપતા પરિસ્થિતિ થોડી તંગ બની ગઈ હતી.

સજા શું થઈ શકે છે?

ક્રિકેટના નિયમો મુજબ બૉલની તપાસ કરવાનો અધિકાર માત્ર અંપાયરને જ હોય છે. ખેલાડીએ આ રીતે હસ્તક્ષેપ કરવો કોડ ઓફ કન્ડક્ટનો ભંગ માનવામાં આવે છે. ખાસ કરીને IPLના નિયમ 2.10.7 મુજબ મેચમાં વિલંબ કરવો અથવા અનાવશ્યક રીતે સમય બગાડવો શિસ્તભંગ ગણાય છે.

હવે શક્યતા છે કે અમ્પાયરો આ મામલો મેચ રેફરી સમક્ષ લઈ જઈ શકે. જો આવું થાય, તો ટિમ ડેવિડ પર દંડ અથવા અન્ય શિસ્તાત્મક કાર્યવાહી થઈ શકે છે.

આ ઘટના ફરી એકવાર બતાવે છે કે મેદાન પર શિસ્ત અને નિયમોનું પાલન કેટલું મહત્વપૂર્ણ છે. જીત પછી પણ RCB માટે આ વિવાદ એક પડકાર બની શકે છે.

IPL 2026: વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારીને પણ RCB નું કરાવી દીધું નુકસાન, બે ભૂલને કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઇ

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">