અલ્પેશ ગુજરાતમાં નહીં પણ દિલ્હીમાં કેસરીયા કરી શકે છે, તો કોંગ્રેસના 2 ધારાસભ્યએ નીતિન પટેલ સાથે કરી મુલાકાત
અલ્પેશ ઠાકોરે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ વધુ એક નિવેદન આપતા કહ્યું કે કે, 17 જેટલા કોંગી ધારાસભ્ય નારાજ છે. તો બીજી તરફ સૂત્રોની માહિતી છે કે અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં દિલ્હી ખાતે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. આ સાથે ગાંધીનગરમાં પણ રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપમાં ગતિવિધિ તેજ બની છે. […]
અલ્પેશ ઠાકોરે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ વધુ એક નિવેદન આપતા કહ્યું કે કે, 17 જેટલા કોંગી ધારાસભ્ય નારાજ છે. તો બીજી તરફ સૂત્રોની માહિતી છે કે અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં દિલ્હી ખાતે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. આ સાથે ગાંધીનગરમાં પણ રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપમાં ગતિવિધિ તેજ બની છે. ભાજપે ખાલી પડનારી બે બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કોંગ્રેસના બે ધારાસભ્ય મળ્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોરે તેમની સાથે મુલાકાત કરી છે. જોકે, બન્નેએ ભાજપમાં જોડવવા બાબતે ઇનકાર કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૂદ્ધ આપેલા નિવેદન મામલે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પત્રકારપરિષદ સંબોધી. અને અલ્પેશ ઠાકોરની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા. પક્ષ વિરોધી નિવેદનો આપવા બદલ વિધાનસભામાં ગેરલાયક ઠેરવવા દરખાસ્ત મુકી હોવાનું જણાવી. વિધાનસભાના અધ્યક્ષ બંધારણીય ફરજ અનુસાર યોગ્ય નિર્ણય કરે તેવી આશા કોંગી નેતાએ વ્યક્ત કરી. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,. ગુજરાતમાં 15 થી 18 કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે,. અને તેઓ ગમે ત્યારે પક્ષ છોડી શકે છે.