
મહેસાણા જિલ્લામાં માતા બહુચરાજીના દર્શન કરવા માટે જઈ શકો છો. આ મંદિરેમાં પણ લોકો દૂર દૂરથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. બહુચર માતાના મંદિરમાં નવરાત્રીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.

ખોડિયાર માતાનું મંદિર ભાવનગર નજીક આવેલું છે. આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. નવરાત્રી દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તે ગુજરાતના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.