Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત નથી સેફ ! મહિલાઓ સાથે ગેંગરેપ અને લૂંટફાટ, નાની બાળકીને પણ હવસખોરોએ ન બક્ષી, વાંચો દર્દનાક ઘટનાઓ

સુરતમાં મહિલાઓ અને બાળકી પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ એક બે નહીં અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જેમાં 3 દિવસમાં 5 FIR નોંધાઈ છે. ગેંગરેપ અને લૂંટફાટ, બળાત્કાર જેવી ઘટનાઓ થકી સુરતની લાજ લજવાઈ છે.

| Updated on: Mar 16, 2025 | 9:20 PM
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં નાના બાળકોથી માંડીને મહિલાઓ સુધીના લોકો શિકાર બની રહ્યા છે. આ બનાવોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.

1 / 7
6 વર્ષની બાળકી પર અત્યાચાર :કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું એક અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સીસીટીવી ફૂટેજ અને અન્ય શોધવાહક રીતો દ્વારા આરોપી અજય અશોક વર્માને ઝડપી પાડ્યો છે.

2 / 7
સગીરાના ગર્ભવતી થવાનો ચોંકાવનારો કેસ : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 16 વર્ષની યુવતીના સંબંધમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પરિવારના જ એક સગાએ, મૃતકના કૌટુંબિક કાકાએ, છેલ્લા 6 મહિનાથી શારીરિક શોષણ કર્યું અને તેને ગર્ભવતી બનાવી દીધી. આખરે સમગ્ર હકીકત બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને આરોપીને ધરપકડ કરવામાં આવી.

3 / 7
વિશ્વાસઘાત અને શારીરિક શોષણનો વધુ એક કિસ્સો : મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાના રહેવાસી યુવકે એક મહિલાને લગ્નના આશ્વાસન સાથે સુરત બોલાવીને શારીરિક શોષણ કર્યું. બાદમાં સંપર્ક તોડતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. હમણાં પોલીસે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

4 / 7
પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ : સુરતના લિંબાયત વિસ્તારમાં ટેમ્પો ડ્રાઈવર યુવકે 16 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, તેને ઘર છોડાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. કિશોરી ઘેર પરત આવ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી, અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

5 / 7
ગેંગરેપ અને લૂંટફાટનો ભયંકર કિસ્સો : સુરતના ઉત્રાણ વિસ્તારમાં પરિણીતાના અપહરણ પછી બે શખ્સોએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું. મહિલા સાથે મારપીટ પણ કરવામાં આવી અને તેની કિંમતી વસ્તુઓ લૂંટી લેવામાં આવી. પોલીસ દ્રારા ઝડપાયેલા બંને આરોપી હમણાં જેલમાં છે.

6 / 7
આ તમામ ઘટનાઓ સુરત શહેરમાં વધતી ગુનાખોરી અને મહિલાઓની સુરક્ષાને લઈ ઊભરતા પ્રશ્નો તરફ ધ્યાન દોરે છે. પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સમાજના દરેક વ્યક્તિએ એક જાગૃત નાગરિક તરીકે આઘાતજનક ઘટનાઓને અટકાવવા સહકાર આપવો જરૂરી છે. (All Image - Twitter/Canva)

7 / 7

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. ક્રાઈમના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">