BCCI એ જાહેર કરી લિસ્ટ, IPLઓક્શન માટે 1,220 ખેલાડીઓએ કરાવી નોંધણી
IPL 2027ના ઓક્શનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIના જણાવ્યા અનુસાર, આગામી ઓક્શન માટે દેશ-વિદેશના કુલ 1,220 ખેલાડીઓએ પોતાનાં નામ નોંધાવ્યાં છે. આ યાદીમાં 170 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે.

IPL 2027ની ખેલાડીઓની હરાજી માટે અત્યાર સુધીમાં કુલ 1,220 ક્રિકેટરોએ પોતાનાં નામ નોંધાવ્યાં છે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ યાદીમાં 939 ભારતીય ખેલાડીઓ અને 17 અલગ-અલગ દેશોના 281 વિદેશી ક્રિકેટરો સામેલ છે.
10 ફ્રેન્ચાઇઝીઓ પાસે 66 ખેલાડીઓના સ્લોટ ખાલી
બીજી તરફ, તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ હરાજી પહેલાં કુલ 184 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે હરાજી દરમિયાન કુલ 66 ખેલાડીઓની જગ્યા ભરવાની બાકી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓ માટેના સ્લોટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, BCCI એ દેશ પ્રમાણે ખેલાડીઓની નોંધણીના આંકડા પણ જાહેર કર્યા છે.
સત્તાવાર યાદીમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની સાથે કેપ્ડ (આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા) તથા અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા પણ અલગ-અલગ દર્શાવવામાં આવી છે.
કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓની કેટેગરી
હરાજીમાં કુલ 184 કેપ્ડ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 994 છે. વધુમાં, 42 ખેલાડીઓ એસોસિયેટ રાષ્ટ્રોના છે. આમાંથી 925 ભારતીય છે, જેમાં 127 એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ IPL આવૃત્તિઓમાં રમી ચૂક્યા છે. હરાજીમાં સૌથી વધુ વિદેશી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા છે.
ઓસ્ટ્રેલિયાના કુલ 53 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. દક્ષિણ આફ્રિકા 40 ખેલાડીઓ સાથે બીજા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝના 36 અને ન્યુઝીલેન્ડના 25 ખેલાડીઓએ નોંધણી કરાવી છે.
BCCI એ દરેક દેશમાંથી નોંધાયેલા ખેલાડીઓની સંખ્યાની યાદી, શ્રેણીઓની યાદી સાથે જાહેર કરી છે. બોર્ડે ખેલાડીઓની યાદી કયા દિવસે જાહેર કરવામાં આવશે તે તારીખ પણ જાહેર કરી છે.
IPL 2027ની હરાજી માટે નોંધણી કરાવનારા ખેલાડીઓમાં 184 કેપ્ડ અને 994 અનકેપ્ડ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસોસિયેટ દેશોના 42 ખેલાડીઓએ પણ ઓક્શન માટે પોતાનાં નામ નોંધાવ્યાં છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો સૌથી આગળ
નોંધણી કરાવનારા ખેલાડીઓમાં 925 ભારતીય ક્રિકેટરો છે, જેમાંથી 127 ખેલાડીઓ અગાઉ IPLના સિઝનમાં રમી ચૂક્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો સૌથી આગળ છે.
ઓસ્ટ્રેલિયાના કુલ 53 ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ 40 ખેલાડીઓ સાથે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના 36 અને ન્યૂઝીલેન્ડના 25 ખેલાડીઓએ પણ હરાજી માટે નામ નોંધાવ્યાં છે.
BCCI એ તમામ દેશોના ખેલાડીઓની સંખ્યા અને તેમની અલગ-અલગ શ્રેણીઓની વિગતો સાથે સત્તાવાર યાદી જાહેર કરવાની તારીખ પણ જાહેર કરી છે.
કયા દેશના કેટલા ખેલાડીઓએ કરાઇ નોંધણી ?
- ભારત – 939
- ઓસ્ટ્રેલિયા – 53
- દક્ષિણ આફ્રિકા – 40
- વેસ્ટ ઈન્ડિઝ – 36
- ન્યૂઝીલેન્ડ – 25
- અફઘાનિસ્તાન – 23
- શ્રીલંકા – 21
- ઈંગ્લેન્ડ – 16
- અમેરિકા – 13
- બાંગ્લાદેશ – 12
- UAE – 10
- નેપાળ – 10
- આયર્લેન્ડ – 7
- ઝિમ્બાબ્વે – 6
- નેધરલેન્ડ – 3
- કેનેડા – 2
- જાપાન – 2
- સ્કોટલેન્ડ – 2
હરાજીમા નોંધાયેલા તમામ 1,220 ખેલાડીઓને 6 કેટેગરીમાં કરવામાં આવ્યા છે
- કેપ્ડ ભારતીય ખેલાડીઓ – 14
- કેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ – 170
- એસોસિયેટ દેશોના ખેલાડીઓ – 42
- અગાઉની IPL સિઝનમાં રમી ચૂકેલા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ – 127
- અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ – 798
- અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ – 69