Rajkot : સળગતી ઈંઢોણી, હાથમાં મસાલ અને માથે ગરબો મુકી બાળાઓ કરે છે માતાજીની આરાધના, જુઓ PHOTOS
રાજકોટમાં દર વર્ષે શહેરના અલગ અલગ સ્થળો પર પ્રાચીન ગરબા યોજાય છે. આ વર્ષે બાળાઓ દ્વારા ત્રીજા નોરતાના દિવસે સળગતી ઈંઢોણી, હાથમાં મસાલ અને માથે ગરબો મુકી ગરબા કરતી જોવા મળી. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ આજે પણ જોવા મળી રહ્યું છે. રાજકોટના મવડી ચોક ખાતે દર વર્ષે બજરંગ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. રાજકોટના આ એક માત્ર એવી ગરબા છે કે જ્યાં સળગતી ઈંઢોળીનો રાસ કરવામાં આવે છે. શહેરીજનો માટે આ રાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.
Most Read Stories