8 જૂન 2024ના રોજ ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-અલવર-રેવાડીના બદલે ડાયવર્ટ કરાયેલા ફૂલેરા-રિંગસ -રેવાડી પરથી દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
8 જૂન, 2024ના રોજ વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 19408 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફુલેરા થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના, નારનોલ અને ફૂલેરા સ્ટેશન પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
8 જૂન, 2024ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
9 જૂન, 2024ના રોજ બરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે અને આ ટ્રેનને નારનોલ, નીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ લઈ શકે છે.