AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incognito Mode વિશેનો મોટો ભ્રમ કે સત્ય: શું ખરેખર સર્ચ હિસ્ટ્રી કાયમ માટે ડિલીટ થઈ જાય છે?

Incognito Modeને લઈને સામાન્ય માન્યતા છે કે તે સંપૂર્ણ પ્રાઈવસી આપે છે, પરંતુ હકીકતમાં તે માત્ર ડિવાઈસ પર લોકલ હિસ્ટ્રી સેવ થવાથી રોકે છે. ઓનલાઈન ટ્રેકિંગ અને વેબસાઈટ એક્ટિવિટી હજુ પણ શક્ય રહે છે.

| Updated on: Jun 08, 2026 | 1:56 PM
Share
આજના સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતો લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક Incognito Mode નો ઉપયોગ કરે છે. ઘણા લોકોને લાગે છે કે Incognito Mode ચાલુ કરવાથી તેમની ઓનલાઈન એક્ટિવિટી સંપૂર્ણપણે છુપાઈ જાય છે. તમે Google Chrome વાપરો કે Mozilla Firefox, મોટાભાગના યુઝર્સ એવું માને છે કે બ્રાઉઝર વિન્ડો બંધ કરતાં જ તેમની સર્ચ હિસ્ટ્રી કાયમ માટે ડિલીટ થઈ જાય છે. આ જ કારણે લોકો તેને સંપૂર્ણ પ્રાઈવેટ અને સુરક્ષિત માને છે, પરંતુ શું ખરેખર આવું જ છે? જવાબ છે- નહીં, આ માન્યતા સંપૂર્ણ રીતે સાચી નથી. (Image Credit Source: AI Generated)

1 / 8
સૌથી પહેલા સમજવું જરૂરી છે કે Incognito Mode ખરેખર શું કરે છે. જ્યારે તમે તમારા બ્રાઉઝરમાં Incognito Mode ખોલો છો, ત્યારે તમારી સર્ચ હિસ્ટ્રી, કૂકીઝ અને ફોર્મમાં ભરેલી માહિતી બ્રાઉઝરમાં સેવ થતી નથી. એટલે કે જો તમારું ડિવાઈસ કોઈ બીજો વ્યક્તિ ઉપયોગ કરે, તો તે સરળતાથી જોઈ શકતો નથી કે તમે કઈ વેબસાઈટ્સ મુલાકાત લીધી હતી અથવા શું સર્ચ કર્યું હતું. આ જ કારણથી તેને “પ્રાઈવેટ બ્રાઉઝિંગ” કહેવામાં આવે છે. (Image Credit Source: Social Media)

2 / 8
પરંતુ અહીં જ સૌથી મોટો ગેરસમજ શરૂ થાય છે. ઘણા લોકો માને છે કે Incognito Mode ચાલુ કરવાથી તેમની ઓનલાઈન એક્ટિવિટી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. હકીકત એ છે કે આ મોડ માત્ર તમારા ડિવાઈસ પર હિસ્ટ્રી સેવ થવાથી અટકાવે છે. તમે જે વેબસાઈટ્સ મુલાકાત લો છો, તે હજી પણ તમારી એક્ટિવિટી જોઈ શકે છે. જો તમે કોઈ વેબસાઈટમાં લોગિન કરો છો, તો તે સરળતાથી ઓળખી શકે છે કે તમે કોણ છો અને શું કરો છો. (Image Credit Source: Social Media)

3 / 8
Incognito Mode તમને ઈન્ટરનેટ પર સંપૂર્ણ રીતે “અદૃશ્ય” બનાવતું નથી. તમારો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP), ઓફિસ અથવા સ્કૂલનું નેટવર્ક અને જે વેબસાઈટ્સ તમે જુઓ છો, તે તમારી ઓનલાઈન એક્ટિવિટી ટ્રેક કરી શકે છે. ઉપરાંત, જો તમે કોઈ એકાઉન્ટમાં લોગિન રહો છો, તો તમારી સર્ચ અને પ્રવૃત્તિ તમારી પ્રોફાઇલ સાથે જોડાઈ શકે છે. એટલે કે Incognito Mode વાપર્યા પછી પણ તમારી ઈન્ટરનેટ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે છુપાયેલી રહેતી નથી. (Image Credit Source: Social Media)

4 / 8
એક વધુ મહત્વની વાત એ છે કે Incognito Mode ડાઉનલોડ કરેલી ફાઈલોને ડિલીટ કરતું નથી. જો તમે કોઈ ફોટો, વીડિયો, PDF અથવા અન્ય ફાઈલ ડાઉનલોડ કરો છો, તો તે તમારા ડિવાઈસમાં રહે છે. તેવી જ રીતે, જો તમે કોઈ વેબસાઈટ બુકમાર્ક કરો છો, તો તે પણ સેવ રહે છે. એટલે એવું માનવું કે Incognito Mode માં બધું જ ગાયબ થઈ જાય છે, તે ખોટું છે. (Image Credit Source: Social Media)

5 / 8
જો તમે તમારા Google અકાઉન્ટમાં લોગિન રહીને Google Search જેવી સેવાઓ વાપરો છો, તો તમારી એક્ટિવિટી “My Activity” વિભાગમાં સેવ થઈ શકે છે. ઘણા યુઝર્સને ખબર નથી હોતી કે Incognito Mode માં કરેલી સર્ચ પણ ત્યાં દેખાઈ શકે છે. કંપનીઓ આ ડેટાનો ઉપયોગ જાહેરાતો અને સર્ચ પરિણામોને વધુ વ્યક્તિગત બનાવવા માટે કરે છે. (Image Credit Source: Social Media)

6 / 8
હવે પ્રશ્ન એ થાય છે કે સેવ થયેલી સર્ચ એક્ટિવિટી કેવી રીતે ડિલીટ કરવી? તેના માટે તમારે બ્રાઉઝર ખોલીને તમારા અકાઉન્ટના Activity પેજ પર જવું પડે છે. ત્યારબાદ “My Activity” અથવા “Search History” વિભાગમાં જઈને તમે જે સર્ચ ડિલીટ કરવી હોય તે પસંદ કરો. (Image Credit Source: Social Media)

7 / 8
પછી Delete પર ક્લિક કરીને કન્ફર્મ કરો. વધુ સગવડ માટે તમે Auto-delete વિકલ્પ પણ ચાલુ કરી શકો છો, જેથી ડેટા નિયમિત રીતે આપમેળે ડિલીટ થતો રહે. (Image Credit Source: Social Media)

8 / 8

આ પણ વાંચો: Google Photos ના આ નવા ફીચરથી ટ્રીપના ફોટો અને વીડિયો ઓટોમેટિક શેર કરવા હવે બન્યું વધુ સરળ!

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">