આ ફોટોમાં રવિન્દ્ર જાડેજા, ગ્રીન જ્યારે રોહિત શર્મા રેડ કેપની સાથે છે. ગ્રીન કેપ ટેસ્ટ ટીમ માટે જ્યારે રેડ કેપ ટી20 ટીમ માટે આપવામાં આવે છે.
અર્શદીપ સિંહને આઈસીસીએ ટી20 પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. હવે તે ચેમ્પિયન ટ્રોફી પહેલા તેને સન્માનિત કરવામાં આવ્યો છે. આઈસીસીએ તેને ટ્રોફીની સાથે એક સ્પેશિયલ કેપ પણ આપી હતી.
રવિન્દ્ર જાડેજાને વર્ષની ટેસ્ટ ટીમના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ICC દ્વારા તેમને ખાસ ગ્રીન કેપ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
રોહિત શર્મા ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતો. તેને રેડ રંગની સ્પેશિયલ કેપ આપવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વર્ષ 2004માં ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
હાર્દિક પંડ્યા પણ ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતો. તેને પણ રેડ રંગની એક સ્પેશિયલ કેપ આપવામાં આવી હતી.
આ ફોટોમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે. બંન્ને ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતા. આ સિવાય અર્શદીપ સિંહ ટી20ના બેસ્ટ ખેલાડી પણ રહ્યો હતો.