Breaking News: કોણ બની શકે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર ? જાણો શું છે લાયકાત અને નિયમો
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને BCCIએ આ પદ માટે અરજીઓ પણ મંગાવી લીધી છે. 2027ના ODI વર્લ્ડ કપ પહેલા મુખ્ય પસંદગીકારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. એવામાં જલ્દી ચીફ સિલેક્ટરની પસંદગી કરવી જરૂરી છે. ત્યારે જાણીએ કે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બનવા માટે કઈ લાયકાત અને અનુભવ જરૂરી છે.

ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થતા BCCIએ આ પદ માટે અરજીઓ મંગાવી છે. જેમાં પ્રજ્ઞાન ઓઝા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. જોકે આ પદ માટે દરેક વ્યક્તિ અરજી નથી કરી શકતો. BCCI એ આ પદ માટે નિયમ નક્કી કર્યા છે.

BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ એટલે કે ચીફ સિલેક્ટર બનવા માટે ઉમેદવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ.

ઉમેદવાર પાસે ઓછામાં ઓછી સાત ટેસ્ટ મેચ રમવાનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ પણ પસંદગીકારની લાયકાતમાં મહત્ત્વપૂર્ણ છે.

લાયકાતના નિયમો અનુસાર, ઉમેદવારે ઓછામાં ઓછી 10 ODI અને 20 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હોવી જોઈએ અથવા 30 ફર્સ્ટ-ક્લાસ મેચ રમવાનો અનુભવ હોવો જોઈએ.

ચીફ સિલેક્ટર બનવા ઇચ્છતા ઉમેદવારે BCCIની કોઈપણ સમિતિમાં કુલ પાંચ વર્ષ સુધી સભ્ય તરીકે કામ કર્યું ન હોવું જોઈએ. આ નિયમ પણ ઉમેદવારી માટે મહત્ત્વનો છે.

ભારતીય ટીમની પસંદગીમાં મુખ્ય પસંદગીકારની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. ખેલાડીઓની પસંદગી, ટીમનું સંતુલન અને આગામી ટૂર્નામેન્ટ માટેની તૈયારીમાં પસંદગી સમિતિની જવાબદારી રહે છે.

અજિત અગરકર પહેલાં ચેતન શર્માએ 2022-23 દરમિયાન મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન શિવ સુંદર દાસે 2023માં થોડા સમય માટે વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે પણ કામગીરી કરી હતી.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી અનેક દિગ્ગજોએ આ જવાબદારી સંભાળી છે. 2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા મુખ્ય પસંદગીકારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. (PC:PTI/X/BCCI)
Breaking News: ફક્ત 2 ટેસ્ટ મેચ રમનાર આ ખેલાડી હવે ટીમ ઈન્ડિયાનો પસંદગીકાર બનશે!
