બિગ બોસ 18 દર વખતની જેમ આ વખતે પણ લોકોને એન્ટરટેનમેન્ટ કરવામાં સફળ રહ્યું છે. દરેક સીઝનની જેમ આ સીઝનમાં એક કપલ બિગ બોસ 18માં એન્ટ્રી કરી હતી. આ કપલ હતુ આરફીન ખાન અને સારા આરફીન ખાન.
જેમાંથી આરફીન ખાન બિગ બોસના ઘરમાંથી બહાર થયો છે. તે ઘરમાંથી બહાર થતા કેટલાક લોકોને ઝટકો લાગ્યો હતો, કારણ કે, અમુક લોકોને આરફીન એક મજબુત સ્પર્ધક લાગતો હતો. બિગ બોસ 18ના એક એપિસોડમાં સારાએ ઈશા અને અવિનાશ પર ખરાબ કોમેન્ટ કરી હતી. જેના કારણે તેને ફટકાર લગાવવામાં આવી હતી.
આરફીન ખાન ઘરમાંથી બહાર ત્યારે થયો જ્યારે તેની પત્ની સારાનો જન્મદિવસ હતો. માઈન્ડ કોચ આરફીન ખાનને ચાહકોના ઓછા મત મળ્યા હતા. જેના કારણે તે ઘરમાંથી બહાર થયો છે. આ દરમિયાન તેની પત્ની ખુબ ભાવુક થઈ હતી અને રડવા પણ લાગી હતી.
એક એપિસોડમાં એવું પણ જોવા મળશે કે, સારા અવિનાશ મિશ્રા, એલિસ કૌશિક અને ઈશા સિંહ પાસે માફી પણ માંગી હતી. પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે, આરફીન ખાન ઘરમાંથી બહાર થતા સારા તુટી ગઈ છે. તેનું કહેવું છે કે, આરફીન, અવિનાશના કારણે ઘરમાંથી બહાર થયો છે.
'બિગ બોસ 18'ની સ્પર્ધક અરફીન ખાને બોલિવૂડ સ્ટાર રિતિક રોશન સાથેના સંબંધોને કારણે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે, બોલિવુડ સ્ટાર રિતિક રોશન માટે તે માઇન્ડ કોચ તરીકે કામ કરે છે.