શું ચાના કપની પણ હોય છે એક્સપાયરી ડેટ? આ 5 નિશાન દેખાય તો તરત બદલી નાખો !
ચા કે કોફી માટે દરેક ઘરમાં કપનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. કપના આકર્ષક રંગો, વિવિધ ડિઝાઇન અને ટકાઉપણાને કારણે, એકવાર ખરીદેલ કપ ઘણા વર્ષો સુધી ઉપયોગમાં લેવાય છે.

ઘણા લોકો માને છે કે કપ સંપૂર્ણપણે તૂટી ન જાય થાય ત્યાં સુધી તેને બદલવાની જરૂર નથી. હકીકતમાં, કપ પર દેખાતા કેટલાક નાના ચિહ્નો પણ સૂચવે છે કે તેને બદલવાનો સમય આવી ગયો છે. (Image Source | iStock)

સતત પિવામાં આવતી ચા અને કોફીના કારણે તેના ગુણવત્તા પર પરિણામ થઈ શકે છે. તેથી બહારથી દેખાતો સારો અને સ્વચ્છ કપ અંદરથી પણ તપાસવું જરૂરી છે. (Image Source | iStock)

સિરેમિક કપને ખોરાકની જેમ એક્સપાયરી ડેટ રહેતી નથી. જો તેની કાળજી, યોગ્ય વપરાશ અને સ્વચ્છતા રાખવામાં આવે તો તે લાંબા ગાળ સુધી સારા રહી શકે છે. માત્ર તેનો સતત વપરાશ, ગરમ પીણાં, તેનું તૂટવું અથવા તો ધોતી વખતે તેના પર તિરાડ પડવાથી કપ ખરાબ થઈ શકે છે. તેથી માત્ર એક્સપાયરી ડેટ નથી એટલા માટે કપનો વર્ષો સુધી ઉપયોગ કરતા રહેવું યોગ્ય નથી. (Image Source | iStock)

કપ પર જો નાની તિરાડ દેખાતી હોય તો તેનો વપરાશ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. આ નાની તિરાડ સમય જતાં મોટી થાય છે. તેથી તેમાં ચા કે કોફી પીતી વખતે કપ તૂટવાની શક્યતા રહી શકે છે. (Image Source | iStock)

કપની કિનાર, તળિયાનો ભાગ અથવા હેન્ડલમાં ક્યાંય પણ તિરાડ પડી હોય તો તે ઉપયોગ કરવો નહીં. ખાસ કરીને આવા કપમાં ગરમ પીણું રેડવાથી તે તૂટી શકે છે. જેના કારણે હાથ અથવા મોઢાને ઈજા પણ થવાની શક્યતા છે. (Image Source | iStock)

સિરામિક કપનો ઉપયોગ કર્યા બાદ તેને યોગ્ય રીતે સાફ કરવો મહત્વપૂર્ણ હોય છે. કપની અંદર ચા અથવા કોફીના ડાઘ જમા થવા દેવા જોઈએ નહીં. જો કપ પરની ડિઝાઇન અથવા રંગ પણ ગરમ પીણાના કારણે ફિક્કા પડી રહ્યા હોય તો કપ બદલવાનું વિચારવું જોઈએ. (Image Source | iStock)

કપ વારંવાર નીચે ન પડે અથવા કોઈ વસ્તુ સાથે ઘસાય નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત, અત્યંત ગરમ પીણું અચાનક કપમાં રેડવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે લગભગ 6 મહિના બાદ કપ બદલવાનું વિચારવું જોઈએ. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, માથું કપાયા પછી પણ દિવસો સુધી જીવતો રહે છે વંદો, જાણો આ વાયરલ ફેક્ટ પાછળનું કારણ!
