‘બંટવારા 1947’ માટે સની દેઓલ પર પૈસાનો વરસાદ થયો, પ્રીતિ ઝિન્ટા સહિત આખી સ્ટાર કાસ્ટની ફી જાણો
Batwara 1947 Cast Fees : સની દેઓલની બંટવારા 1947ને લઈ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટેની ફીને લઈ ચોંકાવનારી જાણકારી સામે આવી છે.

સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા ફરી એક વખત મોટા પડદાં પર જોવા મળશે. બંનેની અપકમિંગ ફિલ્મ બંટવારા 1947 છે. જેમણે રાજકુમાર સંતોષીએ ડાયરેક્ટ કરી છે. પહેલા આ ફિલ્મનું નામ લાહૌર 1947 હતુ. ફિલ્મની રિલીઝ પહેલા તેના બજેટ અને સ્ટારકાસ્ટની ફીને લઈ અનેક રિપોર્ટ સામે આવી રહી છે.

રિપોર્ટ મુજબ બંટવારા 1947 150 કરોડ રુપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સૌથી વધારે ચાર્જ સની દેઓલે લીધો છે. ફિલ્મમાં લીડ રોલ નિભાવનાર સની દેઓલે અંદાજે 60 કરોડ રુપિયા લીધા છે. તેમજ લાંબા સમય પછી ફિલ્મી પડદાં પર એન્ટ્રી કરનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને 10 કરોડ રુપિયાની ફી મળી છે.

ફિલ્મમાં દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ મહત્વનું પાત્ર નિભાવી રહી છે. તેની ફીને લઈ હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. અલી ફઝલ ફિલ્મમાં સ્પેશલ અપીયરેન્સ આપતા જોવા મળશે. રિપોર્ટ મુજબ અલી ફઝલે પોતાના રોલ માટે અંદાજે 7 કરોડનો ચાર્જ લીધો છે.

હવે આપણે વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે તો બંટવારા 1947ના ફેમસ લેખક અસગર વઝાહતની ચર્ચિત ઉર્દુ રચના જેને લાહૌર સાથે પ્રેરિત છે. 1947ના બંટવારા પછી લાહૌરની પુષ્ઠભુમિમાં સેટ છે. સની અને પ્રીતિ આ પહેલા પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

સની દેઓલ પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમી સિવાય ફિલ્મમાં કરણ દેઓલ,કનિકા કપુર અને અભિમન્યુ સિંહ પણ જોવા મળશે. આ પ્રોજેક્ટ આમિર ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ દ્વારા રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ફરી એક વખત સાથે જોવા મળશે. ફિલ્મનું મ્યુઝિક એઆર રહેમાને તૈયાર કર્યું છે. ગીત ઝાવેદ અખ્તરે લખ્યું છે.

બંટવારા 1947 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટકકર ઈમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ આવારાપન 2 સાથે થશે.
દાદા, દાદી, કાકા, પિતા, ફઈ બોલિવુડના સ્ટાર, આવો છે કરણ દેઓલનો પરિવાર અહી ક્લિક કરો
