Breaking News : ટી-શર્ટ પહેરી જાતે કેસ લડવા આવેલા વ્યક્તિને હાઈકોર્ટની ટકોર, કહ્યું- વ્યવસ્થિત કપડાં પહેરીને આવો, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટી-શર્ટ પહેરીને આવેલા એક પાર્ટી-ઈન-પર્સનને કોર્ટે ટકોર કરી હતી. પોતાનો કેસ જાતે લડવા માટે આવેલા આ વ્યક્તિના પહેરવેશ સામે હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટી-શર્ટ પહેરીને આવેલા એક પાર્ટી-ઈન-પર્સનને કોર્ટે ટકોર કરી હતી. પોતાનો કેસ જાતે લડવા માટે આવેલા આ વ્યક્તિના પહેરવેશ સામે હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
ટી-શર્ટ પહેરી પોતાનો કેસ જાતે લગવા પહોંચ્યો વ્યક્તિ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના પહેરવેશમાં કોર્ટમાં આવી શકાય નહીં. કોર્ટમાં હાજર થતી વખતે વ્યવસ્થિત અને યોગ્ય કપડાં પહેરીને આવવું ફરજિયાત છે.
હાઈકોર્ટે ટી-શર્ટ પહેરવા પર કરી ટકોર
ઉલ્લેખનીય છે કે, પાર્ટી-ઈન-પર્સન એટલે એવી વ્યક્તિ જે વકીલની મદદ લીધા વિના પોતાનો કેસ કોર્ટમાં જાતે રજૂ કરે છે. આવી વ્યક્તિએ પણ કોર્ટની શિસ્ત અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. હાઈકોર્ટની આ ટકોરથી કોર્ટમાં હાજર થતી વખતે યોગ્ય પહેરવેશ જાળવવાની બાબત ફરી ચર્ચામાં આવી છે.
કોર્ટની ગરિમા જાળવવી જરૂરી-HC
આ ઘટનાએ કોર્ટમાં હાજર રહેતી વખતે પહેરવેશ અને શિસ્ત જાળવવાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે. સામાન્ય રીતે કોર્ટની કાર્યવાહી દરમિયાન પક્ષકારો પાસેથી યોગ્ય અને શિસ્તબદ્ધ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. વકીલ હોય કે પોતાનો કેસ જાતે લડતી વ્યક્તિ, દરેકે કોર્ટની ગરિમા જાળવવી જરૂરી છે.
હાઈકોર્ટની ટકોરથી સ્પષ્ટ સંદેશ મળે છે કે કોર્ટમાં માત્ર કેસની રજૂઆત જ નહીં, પરંતુ ત્યાં હાજર રહેવાની રીત અને પહેરવેશનું પણ મહત્ત્વ છે. કોર્ટની પરંપરા અને શિસ્તને અનુરૂપ વસ્ત્રો પહેરીને જ સુનાવણીમાં હાજર રહેવું જોઈએ.
