કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કરી લીધા છે. અને આ સાથે મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો આજે આપણે એ વિશે વાત કરીશું કે, આ વન નેશન વન-ઈલેક્શન શું છે અને તેનાથી શું ફાયદો થશે.એક દેશ એક ચૂંટણીનું સૌથી મોટો ફાયદો એ છે કે, ચૂંટણીનો ખર્ચ ઘટી જશે.
વન નેશન વન ઈલેકશનનો સૌથી મોટો ફાયદો એ છે કે, ચૂંટણીનો ખર્ચો ઓછો થશે. અલગ અલગ ચૂંટણી કરવાથી દર વખતે મોટાપાયે ખર્ચો થાય છે. વારંમવાર ચૂંટણી યોજાવાથી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ રહે છે. કારણ કે, તેમણે દર વખતે ચૂંટણીમાં ડ્યુટી કરવી પડે છે. ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તે વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.
વન નેશન વન ઈલેક્શનથી મતદારોની સંખ્યા પણ વધશે કારણ કે,તેમને એવું નહીં લાગે કે ચૂંટણી આવતી રહે છે. તેઓ તેમના ઘરની બહાર આવીને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.
આઝાદી પછી વર્ષ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યો. તો 1951 અને 1951 વચ્ચે ચૂંટણી પાંચ વર્ષ થતી હતી. ત્યારે લોકસભાની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ થતી હતી. વર્ષ 1952,1957,1962 અને 1967માં એક સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હતુ. ત્યારબાદ કેટલાક રાજ્યોનું પુનર્ગઠન થયું અને કેટલાક નવા રાજ્ય બનાવવામાં આવ્યા. આ કારણે અલગ અલગ સમય પર ચૂંટણી થવા લાગી.
જ્યાં સુધી અન્ય દેશોની વાત કરવામાં આવે તો વિદેશમાં પણ વન નેશન વન ઈલેક્શનની વ્યવસ્થા છે. જેમાં અમેરિકા ફ્રાન્સ, સ્વીડન, કેનેડા પણ સામેલ છે. અમેરિકામાં દર 4 વર્ષે એક નિશ્ચિત તારીખે રાષ્ટ્રપતિ, કોંગ્રેસ અને સેનેટની ચૂંટણી યોજાય છે.