ભારતમાં જ્યારે ચાર વાર, One Nation One Election થયું હતુ, ત્યારે શુ આવ્યા હતા પરિણામ ?

દેશમાં ફરી એકવાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થશે કે કેમ તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. મોદી સરકારે એક દેશ, એક ચૂંટણી તરફ કદમ ઉઠાવ્યા છે, જેના પર હાલમાં તો ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે, દેશમાં અગાઉ જ્યારે પણ રીતે ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે તેના પરિણામો શું આવ્યા હતા ?

ભારતમાં જ્યારે ચાર વાર, One Nation One Election થયું હતુ, ત્યારે શુ આવ્યા હતા પરિણામ ?
One Nation One Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 1:31 PM

કેન્દ્ર સરકાર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં પગલું ભરવા તરફ જઈ છે અને કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટ બાદ સર્વત્ર ‘વન નેશન વન ઈલેક્શન’ની ચર્ચા છે. મોદી સરકારે સપ્ટેમ્બર મહિનામાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, અને એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. પરંતુ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની આ ફોર્મ્યુલા નવી નથી, દેશ આઝાદ થયો ત્યારે પણ આવું થતું હતું.

ભારતમાં અત્યાર સુધીમાં ચાર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, તે દરમિયાન કેવા પરિણામો આવ્યા અને ક્યા પક્ષને ફાયદો થયો.

દેશમાં એક સાથે કેટલી વખત ચૂંટણીઓ યોજાઈ ?

ભારતને 1947માં આઝાદી મળી અને દેશમાં પ્રથમ વખત 1951-52માં ચૂંટણી યોજાઈ. આઝાદી પછીની પ્રથમ ચાર લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. 1952, 1957, 1961 અને 1967માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી, તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને બમ્પર ફાયદો થયો હતો. કેન્દ્ર સિવાય મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બની હતી, કારણ કે તે સમયે દેશની એકમાત્ર મુખ્ય પાર્ટી હતી અને બાકીના બધા જ ક્ષત્રપ તરીકે લડી રહ્યા હતા.

Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
1952 લોકસભા ચૂંટણી કુલ બેઠક – 489 કોંગ્રેસ – 364 સીપીઆઈ – 16 સોશ્યાલિસ્ટ પાર્ટી – 12
1957 લોકસભા ચૂંટણી કુલ બેઠક – 494 કોંગ્રેસ – 371 સીપીઆઈ – 27 પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી- 19
1962 લોકસભા ચૂંટણી કુલ બેઠક – 494 કોંગ્રેસ – 361 સીપીઆઈ – 29 સ્વતંત્ર પાર્ટી – 18
1967 લોકસભા ચૂંંટણી કુલ બેઠક – 520 કોંગ્રેસ – 283 સ્વતંત્ર પાર્ટી – 44 ભારતીય જનસંઘ – 35

દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની આ પ્રક્રિયા 1967 પછી જ બંધ થઈ હતી, જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ હતી. જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી ના મળી, અહીં ગઠબંધન સરકાર બની, પરંતુ સરકાર થોડા દિવસો પછી પડી ગઈ. આ કારણે ફરી ચૂંટણીની સ્થિતિ બની, આ સિવાય 1971માં લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ હતી, આ જ કારણ હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની પ્રક્રિયાનો અંત આવી ગયો હતો.

વન નેશન વન ઇલેક્શન પર નવીનતમ અપડેટ શું છે?

  1.  વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાર પછી માર્ચ-એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાશે અને ત્યારબાદ 2024માં જ લગભગ છ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં સરકાર એક દેશ, એક ચૂંટણી તરફ આગળ વધી શકે તેવા સંકેત છે.
  2. મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જે પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં એક દેશ એક ચૂંટણી બિલ રજૂ કરવામાં આવી શકે છે, જે દરમિયાન આ બિલ પર ચર્ચા કરવામાં આવશે અને તેને પસાર કરાવવાના પ્રયાસો કરવામાં આવશે.
  3.  ભારત સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ કમિટી આગામી ત્રણ સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સરકારનો સોંપશે અને ત્યારબાદ સરકાર એક દેશ એક ચૂંટણી પર નિર્ણય લેશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">