કેનેડાથી પરત લવાશે આતંકવાદી અર્શ ડલ્લા, મોહાલી કોર્ટે NIAની અરજી કરી મંજૂર

પંજાબની મોહાલી કોર્ટે આતંકવાદી અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાની મંજૂરી આપી દીધી છે. NIAએ 22 મે 2021ના રોજ પંજાબના મોગા જિલ્લામાં આતંકવાદી અર્શ ડલ્લા અને તેના નજીકના સહયોગીઓ સામે કેસ નોંધ્યો હતો. કેનેડામાં રહીને અર્શદીપ પંજાબમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વેગ આપે છે.

કેનેડાથી પરત લવાશે આતંકવાદી અર્શ ડલ્લા, મોહાલી કોર્ટે NIAની અરજી કરી મંજૂર
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 7:40 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે કેનેડામાં રહેતા અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાની મંજૂરી મળી ગઈ છે. પંજાબના મોહાલીની સ્પેશિયલ કોર્ટમાં NIA દ્વારા આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂર કરવામાં આવી છે. કેનેડામાં રહીને અર્શદીપ પંજાબમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વેગ આપતો હતો.

2022ના રોજ ડલ્લા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી

મંજૂરી મળ્યા બાદ NIA હવે અર્શ ડલ્લાને ભારત લાવવા માટે આગળની પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરશે. ઇન્ટરપોલે 31 મે 2022ના રોજ ડલ્લા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની પણ વિનંતી કરવામાં આવી છે. જો કે, ડલ્લાને કેનેડાથી પ્રત્યાર્પણ માટે ભારતમાં લાવતા પહેલા, NIAએ કેનેડાની કોર્ટમાં તેના પરના તમામ આરોપો સાબિત કરવા પડશે, ત્યારબાદ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થશે.

કોણ છે અર્શ ડલ્લા

22 મે 2021ના રોજ પંજાબના મોગા જિલ્લામાં આતંકવાદી અર્શ ડલ્લા અને તેના નજીકના સાથીદારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 10 જૂન, 2021ના રોજ, NIAએ આ કેસ પોતાની પાસે ટ્રાન્સફર કર્યો અને નવી FIR નોંધી.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

અર્શ ડલ્લા પર ભારત વિરોધી ગતિવિધિઓનો પણ આરોપ

આરોપ મુજબ અર્શ ડલ્લાએ એક આતંકી ગેંગ બનાવી હતી. લોકોના અપહરણ, ખંડણી અને હત્યાનું કાવતરું રચવા માટે લવપ્રીત સિંહ ઉર્ફે રવિ, રામ સિંહ ઉર્ફે સોના અને કમલજીત શર્મા ઉર્ફે કમલ નામના સભ્યોની ગેંગમાં ભરતી કરવામાં આવી હતી. આ સિવાય અર્શ ડલ્લા પર ભારત વિરોધી ગતિવિધિઓનો પણ આરોપ છે. અર્શ ડલ્લા અને હરદીપ સિંહ નિજ્જરે જાન્યુઆરી 2022માં ચાર સભ્યોના KTF મોડ્યુલની સ્થાપના કરી હતી.

બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા

તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. કેનેડાએ ભારતીય એજન્સીઓ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પણ બગડ્યા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 10 લાખનું ઈનામ ધરાવતો હિઝબુલનો આતંકવાદી દિલ્લીમાંથી ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">