સુરત જેવી જ ઘટના બની ઈન્દોરમાં, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેચી લઈને ભાજપના ભરતી મેળામાં જોડાયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ અગાઉ સુરતમાં પણ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોને કારણે ઉમેદવારી જ રદ થવા પામી હતી. અને કોંગ્રેસને આવો જ ઝટકો લાગ્યો હતો.

સુરત જેવી જ ઘટના બની ઈન્દોરમાં, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેચી લઈને ભાજપના ભરતી મેળામાં જોડાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 2:17 PM

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે કોંગ્રેસ હવે ઈન્દોર લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય બમ, ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરીએ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે ઈન્દોર લોકસભા સીટથી વર્તમાન સાંસદ શંકર લાલવાણીને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમજીનું પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

આ પાર્ટી સાથે મોટો વિશ્વાસઘાત છે – મુકેશ નાયક

ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ દ્વારા ઉમેદવારીપત્ર પાછુ ખેંચવા અને ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસ નેતા મુકેશ નાયકે કહ્યું કે, આ કોંગ્રેસ પાર્ટી સાથે મોટો વિશ્વાસઘાત છે. ભાજપે બેશરમીની તમામ હદો વટાવી દીધી છે. ખજુરાહોની જેમ હવે ઈન્દોરમાં પણ પાર્ટી કોઈ અન્યને સમર્થન આપવા અંગે ચર્ચા કરશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

જીતુ પટવારીના હોમ ટાઉન ઈન્દોર કોંગ્રેસ મુક્ત નરેન્દ્ર સલુજા

ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમના ઉમેદવારી પાછી ખેંચવા અને ભાજપમાં જોડાવા અંગે ભાજપના નેતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે, મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીનુ વતન ઈન્દોર કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. દેશ અને રાજ્યને લઈને મોટા મોટા દાવા કરનારા પટવારી, જુઓ ઈન્દોરમાં કોંગ્રેસની શું સ્થિતિ છે. આ પછી જીતુ પટવારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

અક્ષય બમે 24મી એપ્રિલે ફોર્મ ભર્યું હતું

અક્ષય બમે પાંચ દિવસ પહેલા 24 એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોથા તબક્કામાં ઈન્દોર, ઉજ્જૈન, ધાર સહિત આઠ લોકસભા બેઠકો પર આગામી 13 મેના રોજ મતદાન હાથ ધરાશે. તાજેતરમાં જ ગુજરાતની સુરત લોકસભા બેઠક પર પણ આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થવા પામ્યુ હતું. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓમાં કેટલીક ભૂલો હતી.

ટેકેદારોની સહીમાં રહેલી ભૂલોને કારણોસર ચૂંટણી અધિકારીએ, ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના એક દિવસ પહેલા જ, એટલે કે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન નીલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું. આ પછી, સુરત બેઠક પરના બાકીના તમામ 8 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. જેના કારણે સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">