સાવધાન ! ગુજરાતમાં પણ HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ ! 2 મહિનાનું બાળક પોઝિટિવ
HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. HMPV વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો. 2 મહિના ના બાળક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તમને જણાવી દઈએ કે બેંગ્લુરુમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ બીજા બે કેસની પુષ્ટિ કર્નાટકામાં પણ થઈ છે ત્યારે હવે ગુજરાતમાં આ કેસ મળી આવતા હવે ગુજરાતીઓએ સાવધાની રાખવાની જરુરુ છે.
ગુજરાતમાં હવે આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આજે આ વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી શકે છે. શું કરવું અને શું નહીં તેની જાહેર આજે થઈ શકે છે.
બાળકો અને વૃદ્ધોને સાચવજો
ગુજરાતમાં નોંધાયેલો આ પ્રથમ કેસ છે જે અમદાવાદમાં આવ્યો છે. 2 મહિનાના બીમાર થતા તેના સેમ્પલની જાજ કરવામાં આવી હતી જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. આ વાયરસ શિયાળામાં બાળકો અને વૃદ્ધોને વધારે સંક્રમિત કરે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..