Shimla Sanjauli Masjid Case : સંજૌલીમાં લાઠીચાર્જ બાદ હિંસામાં ફેરવાયો મસ્જિદનો વિરોધ, શિમલામાં તણાવ

સંજૌલી મસ્જિદને લઈને શિમલામાં વિરોધ ઉગ્ર બન્યો છે. પોલીસે મસ્જિદ તરફ કૂચ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Shimla Sanjauli Masjid Case : સંજૌલીમાં લાઠીચાર્જ બાદ હિંસામાં ફેરવાયો મસ્જિદનો વિરોધ, શિમલામાં તણાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2024 | 6:16 PM

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સમાજનો દાવો છે કે, મસ્જિદનું ગેરકાયદે બાંધકામ થયું છે અને તેને તોડી પાડવું જોઈએ. આ માંગને લઈને આજે બુધવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો મસ્જિદ સુધી ના પહોંચે તે માટે, પોલીસે માર્ગમાં બેરિકેડ લગાવ્યા હતી, જેને લોકોએ તોડી નાખ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આનાથી લોકોમાં વઘુ રોષ ફેલાયો હતો. લોકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.

 લોકોએ બેરિકેડ તોડી નાખ્યા

સંજૌલી મસ્જિદને લઈને પોતાનો વિરોધ નોંધાવવા લોકોએ સંજૌલી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. લોકોએ શિમલાના ધલ્લી ટનલ પાસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. હિંદુ સંગઠનોના આહ્વાન પર એકઠા થયેલા દેખાવકારોએ મસ્જિદ પાસેનો બીજો બેરિકેડ પણ તોડી નાખ્યો હતો. આ પછી પોલીસે તેમને વિખેરી નાખવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video

ભારે પોલીસ બંદોબસ્ત

સંજૌલી વિસ્તારમાં મસ્જિદને લઈને વધી રહેલા તણાવ વચ્ચે સંજૌલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરી દેવાયા છે. શિમલા જિલ્લા પ્રશાસને કલમ 163 લાગુ કરી છે. શિમલા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ રેલીઓ, પરવાનગી વિના સરઘસ, વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ છે. આ આદેશ બુધવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11.59 વાગ્યા સુધી સમગ્ર સંજૌલીમાં લાગુ રહેશે.

આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ – CM સુખુ

હિંદુ સંગઠનોએ હિમાચલ પ્રદેશ રાજ્યમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને બહારના લોકોની નોંધણીની માંગ માટે બંધનું આહ્વાન કર્યું હતું. આ પહેલા ગત ગુરુવારે ચૌડા મેદાનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે, આ મુદ્દાને રાજકીય રંગ ના આપવો જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સમુદાયના વ્યક્તિને કોઈ નુકસાન ના થવું જોઈએ.

મસ્જિદનો પ્રશ્ન કોર્ટમાં છે

તેમણે કહ્યું કે રાજ્યમાં તમામ સમુદાયોનું સન્માન કરવામાં આવે છે. જ્યાં સુધી મસ્જિદનો પ્રશ્ન છે તો હાલ આ મામલો કોર્ટમાં છે. કાયદો તેનો માર્ગ અપનાવશે. આ મુદ્દે વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરવામાં આવશે. સાથે જ પોલીસ અધિક્ષકે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">