AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરંગમાંથી 40 કામદાર ક્યારે બહાર આવશે? 7 દિવસથી ચાલી રહ્યું છે બચાવ કાર્ય, ઈન્દોર પહોંચ્યું મશીન

ઉત્તરાખંડમાં સુરંગમાં મજૂરો ફસાયાને 6 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. વાયુસેના પણ બચાવ ટીમને સતત મદદ કરી રહી છે. સીએમ પુષ્કર સિંહ ધામીથી લઈને પીએમઓ અને ગૃહ મંત્રાલય સુધી બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.

સુરંગમાંથી 40 કામદાર ક્યારે બહાર આવશે? 7 દિવસથી ચાલી રહ્યું છે બચાવ કાર્ય, ઈન્દોર પહોંચ્યું મશીન
| Updated on: Nov 18, 2023 | 12:27 PM
Share

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તુટી જવાથી લગભગ 40 મજૂરો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે છેલ્લા 6 દિવસથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા નથી.

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે પૂછપરછ

પહેલા બે પ્રયાસો નિષ્ફળ ગયા બાદ રેસ્ક્યુ ટીમ ત્રીજા પ્રયાસમાં કામ કરી રહી છે અને આશા છે કે કામદારોને જલ્દી બચાવી લેવામાં આવશે. અંદર ફસાયેલા મજૂરો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રિલિંગ બંધ કરી દેવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે કામદારોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હાલમાં અમેરિકન ઓગર મશીનને ડ્રિલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું છે. જોકે શુક્રવારે લગભગ 25 મીટર સુધી ખોદકામ કર્યા બાદ બચાવ કામગીરીમાં મોટો ફટકો પડ્યો હતો. મશીનના બેરિંગને નુકસાન થતાં કામગીરી અટકાવવી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 25 મીટર સુધી ડ્રિલિંગ કર્યા બાદ મશીન કોઈ ધાતુની વસ્તુ સાથે અથડાયું હતું. જે બાદ ડ્રિલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે ટનલ

અધિકારીઓએ માહિતી આપી છે કે કટરની મદદથી મેટાલિક બ્લોકેજને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ટનલ ચારધામ પ્રોજેક્ટ હેઠળ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે.

ઘટના 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે બની હતી

એરફોર્સ પણ ફસાયેલા મજૂરોને બચાવવા માટે લાગેલી છે અને સૌથી ભારે મશીનોને અહીં લઈ જવાનું કામ કરી રહી છે. આ 4.5 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેનો એક ભાગ નિર્માણ કાર્ય દરમિયાન તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના દિવાળીના દિવસે એટલે કે 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે બની હતી. ત્યારથી, લગભગ 40 મજૂરો અહીં ફસાયેલા છે.

પાઈપ નાખવામાં વધુ સમય લાગી રહ્યો હોવાનો પણ ઉલ્લેખ

NHIDCLના ડાયરેક્ટર અંશુ મનીષે કહ્યું કે ઈન્દોરથી અન્ય હેવી ડ્યુટી મશીન એરલિફ્ટ કરવામાં આવ્યું છે જે શનિવારે સવારે સ્થળ પર પહોંચી શકે છે. ટનલ બનાવવા કરતાં પાઈપ નાખવામાં વધુ સમય લાગી રહ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કારણ કે પાઈપો યોગ્ય રીતે ફિટ થાય અને તેમાં કોઈ તિરાડ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે ટનલ 60 મીટર સુધી તુટી ગઈ છે, જેમાંથી લગભગ 25 મીટરનું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. પીએમઓ, ગૃહ મંત્રાલય અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: 24 મીટર ડ્રિલિંગ બાદ બંધ પડ્યું અર્થ ઓગર મશીન, બચાવ કામગીરી થઈ બંધ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">