ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: 24 મીટર ડ્રિલિંગ બાદ બંધ પડ્યું અર્થ ઓગર મશીન, બચાવ કામગીરી થઈ બંધ

ઉત્તરકાશીમાં ટનલમાંથી 40 મજૂરોને બહાર કાઢવા માટે અમેરિકન અર્થ ઓગર મશીનનો ઉપયોગ કરીને ટનલમાં સ્ટીલની પાઈપ નાખવામાં આવી રહી છે, પરંતુ 24 મીટર પાઈપ નાખ્યા બાદ મશીન બંધ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરંગમાં મશીન વાઇબ્રેટ થવા લાગ્યું, જેના કારણે તે બંધ થયું હતું. 

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: 24 મીટર ડ્રિલિંગ બાદ બંધ પડ્યું અર્થ ઓગર મશીન, બચાવ કામગીરી થઈ બંધ
Follow Us:
| Updated on: Nov 17, 2023 | 10:44 PM

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનાનો આજે છઠ્ઠો દિવસ છે. 40 કામદારો હજુ પણ ટનલની અંદર ફસાયેલા છે. કામદારોને બહાર કાઢવા માટે અમેરિકન અર્થ ઓગર મશીનમાંથી સ્ટીલની પાઇપ નાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 24 મીટર પાઈપ અંદર જઈ ચૂકી છે, પરંતુ બચાવ માટે ઉપયોગમાં લેવાતું અમેરિકન અર્થ ઓગર મશીન બંધ થઈ ગયું છે.

NHIDACLના ડાયરેક્ટર ડૉ.અંશુ મનીષ ખલકોએ જણાવ્યું હતું કે ટનલની અંદર મશીનના વાઇબ્રેશનને કારણે બચાવ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી વધુ કાટમાળ ન પડે. મશીનને આરામ આપવામાં આવ્યો છે. જો કે તેમણે મશીનને નુકસાન થયું હોવાનું જણાવ્યું ન હતું, પરંતુ મશીન વાઇબ્રેટ થતું હોવાના કારણે જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે અકસ્માતના 5માં દિવસે ગુરુવારે અમેરિકન અર્થ ઓગર મશીન યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું. કાટમાળમાં ટનલ બનાવી અંદર સ્ટીલની પાઇપ નાખવામાં આવી રહી હતી. શુક્રવારે, છઠ્ઠા દિવસે, બચાવ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

સાંજ સુધીમાં, જ્યારે મશીન 24 મીટર સુધી ડ્રિલ કરી ચૂક્યું હતું, ત્યારે અચાનક તે વાઇબ્રેટ થવા લાગ્યું, જેના કારણે બચાવ કાર્ય બંધ થઈ ગયું. અધિકારીઓનું કહેવું છે કે મશીનમાં કોઈ ખામી નથી. ટનલમાં વાઇબ્રેશનના કારણે મશીન બંધ થઈ ગયું છે. આ ખામી વહેલી તકે દૂર થશે.

થાઇલેન્ડ અને નોર્વેની ટીમો આવશે બચાવ માટે !

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બચાવ અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેની બચાવ ટીમની મદદ લેવામાં આવી શકે છે. હકીકતમાં 2018માં અંડર-16 ફૂટબોલ જુનિયર ટીમના 17 ખેલાડીઓ થાઈલેન્ડમાં એક સુરંગમાં ફસાઈ ગયા હતા. આ તમામને થાઈલેન્ડ અને નોર્વેની રેસ્ક્યુ ટીમોએ બચાવી લીધા હતા.

આ પણ વાંચો : અજમેરમાં કોંગ્રેસ પર ગર્જ્યા અમિત શાહ, રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ

બચાવ કામગીરી રાતભર રહેશે બંધ

હાલમાં બચાવ કાર્ય આખી રાત બંધ રહી શકે તેમ છે. શનિવાર સવારથી બચાવ કાર્ય ફરી શરૂ થાય તેવી શક્યતા છે. NHIDACL ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર 24 મીટરની જ પાઈપ નાખવામાં આવી છે. આ બાદ બાકીની પાઇપ પણ મોકલવામાં આવી રહી હતી. દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બેકઅપ તરીકે, અન્ય મશીન ઈન્દોરથી એરલિફ્ટ કરવામાં આવ્યું છે, જે શનિવારે સવાર સુધીમાં સિલ્ક્યારા પહોંચશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">