Ameen Sayani Death :રેડિયો પ્રેજેન્ટર અમીન સયાનીનું 91 વર્ષની વયે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

|

Feb 21, 2024 | 11:26 AM

રેડિયો પ્રેજેન્ટર અમીન સયાનીનું નિધન થયું છે. તેમની સાથે તમામ દેશવાસીઓના ઈમોશન્સ જોડાયેલા હતા. તેમના પુત્રએ આ વાતની પુષ્ટિ કરી છે. અમીન સયાનીનું 91 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમનો શો બિનાકા ગીતમાલા ઘણો લોકપ્રિય હતો.

Ameen Sayani Death :રેડિયો પ્રેજેન્ટર અમીન સયાનીનું 91 વર્ષની વયે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Follow us on

રેડિયોનો ગોલ્ડન અવાજ તરીકે જાણીતા અમીન સયાનીનું નિધન થયું છે. આ વાતની પુષ્ટી તેમના દિકરાએ કરી છે. અમીન સયાનીને  હાર્ટ એટેક આવતા 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમીન સયાનીના પુત્રએ આ દુખદ સમાચાર શેર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ સયાનીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે.

દરેક ઘરમાં લોકપ્રિય બન્યા અમીન સયાની

તે એક સમયના રેડિયો પ્રેજેન્ટર હતા અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેની ખાસ ઓળખ હતી. તેમના નિધનથી તેના ચાહકો પણ દુખી થયા છે. અમીન સયાનીનું હાર્ટ એટેકથી અવસાન થયાના સમાચાર રાજિલ સયાનીએ શેર કર્યા છે. અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સાયનીનો પરિચય તેમના ભાઈ હમીદ સયાની દ્વારા રેડિયોની દુનિયામાં કરાવ્યો હતો. તેમણે તેમની કારકિર્દીના પ્રથમ 10 વર્ષ અંગ્રેજી કાર્યક્રમો કર્યા. ઓલ ઈન્ડિયા રેડિયોને દરેક ઘરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા

અમીન સયાનીએ માત્ર પડદાં પર પોતાના અવાજથી લોકોનું મનોરંજન કર્યુ છે સાથે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તે તીન દેવિયા, ભૂત બંગલા, કત્લ અને બોક્સર જેવી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મોમામ તે શોના પ્રેજેન્ટર તરીકે રોલામાં જોવા મળ્યા હતા.

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો
'ગૌરી મેમ'ના પ્રેમમાં પડ્યો 'ગબ્બર' શિખર ધવન, જુઓ ફોટો
જો તમે તરબૂચના બીજ ખાઓ છો તો શું થશે?
IPL 2025 : ટેટૂ પ્રેમી છે મુંબઈ ઈન્ડિયન્સનો આ ક્રિકેટર, જુઓ ફોટો
ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?

જીત્યા અનેક એવોર્ડ

અમીન સયાનીએ પોતાના કરિયરમાં અનેક એવોર્ડ જીત્યા છે. તેમણે વર્ષ 2009માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે 1992માં લિમ્કા બુક ઓફ રેકોર્ડથી પર્સન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. તેમણે વર્ષ 1991માં ઈન્ડિયન સોસાયટી ઓફ એડવટાઈર્ઝ દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમીન રાજ કપૂરને સ્કૂલના સમયથી ઓળખતા હતા. આ સિવાય તે મુકેશને પણ ઓળખતા હતા. સિંગર મુકેશને તે સૌથી દયાળુ માણસ માનતા હતા. આ સિવાય સિંગર કિશોર કુમાર સાથે પણ સારું બોન્ડિંગ હતુ. અમીન સયાની ગાયકો સાથે વધુ સંકળાયેલા હતા કારણ કે તેઓ પોતે એક સમયે ગાયક બનવા માંગતા હતા

આ પણ વાંચો : ઓમ પૂરી હતા અનૂ કપૂરના બનેવી, 3 વખત કર્યા લગ્ન 65 વર્ષેની ઉંમરે આપ્યા બોલ્ડ સીન

 

Published On - 11:01 am, Wed, 21 February 24