Gujarati NewsNationalPulwama attack soldiers state help cash and family goverment job pulwama aatanki humlama shahid thayela javanona parivar janone gha par malam
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનોના ઘા પર આ રીતે મલમ લગાડવાનો પ્રયત્ન કરી રહી છે સરકારો
પુલવામામાં શહીદ થયેલ જવાનોના પરિવારો માટે અલગ અલગ રાજયો દ્વારા આર્થિક મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જમ્મૂ કાશ્મીરમાં ગુરૂવારે સાંજે થયેલ આંતકવાદી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા અને અન્ય 5 જવાનો ઘાયલ થયા હતા. જેશ એ મોહમ્મદે કરેલ આત્મઘાતી હુમલામાં પુલવામા જીલ્લામાં 100 કિલો વધારે વિસ્ફોટકોથી ભરેલ એક ગાડીને સુરક્ષાદળોની બસ સાથે […]
Follow us on
પુલવામામાં શહીદ થયેલ જવાનોના પરિવારો માટે અલગ અલગ રાજયો દ્વારા આર્થિક મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જમ્મૂ કાશ્મીરમાં ગુરૂવારે સાંજે થયેલ આંતકવાદી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા અને અન્ય 5 જવાનો ઘાયલ થયા હતા.
જેશ એ મોહમ્મદે કરેલ આત્મઘાતી હુમલામાં પુલવામા જીલ્લામાં 100 કિલો વધારે વિસ્ફોટકોથી ભરેલ એક ગાડીને સુરક્ષાદળોની બસ સાથે ટકરાઈ હતી. અસમ સરકારે શહીદ પરિવારોને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જ્યારે રાજસ્થાન સરકારે 25 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે.
જાણો કયા રાજયની સરકાર કેટલી આર્થિક મદદ કરી રહી છે.
અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગુરૂવારે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં શહીદ થયેલ રાજયના CRPF જવાન મુનેશ્વર બાસુમતરીના પરિવારને 20 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. બાસુમતરીના બલિદાન પર દુખ વ્યકત કરતા મુખ્યમંત્રીએ શુક્રવારે કહ્યું કે તેમના બલિદાનને આખો દેશ યાદ રાખશે.
રાજસ્થાન સરકાર શહીદની પત્નીને 25 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપશે.
રાજસ્થાન સરકારે પુલવામામાં શહીદ થયેલ રાજયના જવાનની પત્નીને 25 લાખ રૂપિયા રોકડા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. રાજયના સૈનિક કલ્યાણ મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ આંતકી હુમલામાં રાજયના 5 જવાન શહીદ થયા છે. એક સરકારી નિવેદન અનુસાર આ જાહેરાત હેઠળ શહીદની પત્નીને 1 લાખ રૂપિયા અને 25 વિઘા જમીન અથવા એક લાખ રૂપિયા તથા હાઉસિંગ બોર્ડના MIG મકાન કે 25 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. તે રીતે શહીદ જવાનના માતા-પિતાને નાની બચત યોજનાની માસિક રકમ યોજનામાં 3 લાખ રૂપિયા મર્યાદિત સમય માટે જમા કરવામાં આવશે.
શહીદ જવાનના બાળકોને રાજસ્થાન કોલેજ, તકનીકી શિક્ષણ, એન્જિનિયરીંગના શિક્ષણ માટે આ રકમ પ્રતિવર્ષ 3600 રૂપિયા હશે. રાજય સરકારની તરફથી શહીદ જવાનની પત્ની અન બાળકો તથા માતા-પિતાને મુસાફરી માટે ડીલકસ બસો અને બસો માટે મફત પાસ કાઢી આપવા સહિત ઘણી અન્ય જાહેરતો પણ કરવામાં આવી છે.
ઓડીશા સરકાર શહીદોના પરિવારોને 10 લાખ રૂપિયા આપશે.
જમ્મૂ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોમાંથી ઓડીશાના 2 જવાનોના પરિવારોને રાજય સરકાર 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. બંને જવાનોના પરિવારના સભ્યોની સાથે વાતચીત કર્યા પછી મુખ્યમંત્રી નવિન પટનાયકે આ જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રના શહીદ જવાનોના પરિવારને 50 લાખ રૂપિયા મદદ કરવાની જાહેરાત.
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલ મહારાષ્ટ્રના 2 જવાનોના પરિવારોને રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 50 લાખ રૂપિયા આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
ઝારખંડના શહીદ પરિવારના એક સભ્યને નોકરી તથા 10 લાખ રૂપિયાની મદદ.
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે જમ્મૂ કાશ્મીરના પુલવામા જીલ્લામાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં શહીદ થયેલ ઝારખંડના જવાનોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને પરિવારને 10 લાખ રૂપિયાની મદદ તાત્કાલિક કરવાની જાહેરાત કરી હતી.
ઉતર પ્રદેશ સરકારે શહીદ થયેલ જવાનના પરિવારોને 25 લાખ રૂપિયા અને નોકરી.
જમ્મૂ કાશ્મીરના પુલવામા જીલ્લામાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ CRPFના જવાનોમાં 12 જવાન ઉતર પ્રદેશના છે. સરકારી પ્રવકતા અનુસાર શહીદ થયેલાં જવાનના પરિવારોને 25 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને રાજય સરકાર તરફથી નોકરી તથા જવાનોના ગામને જોડતા રોડનું નામ જવાનોના નામ પરથી રાખવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકાર કરશે 1 કરોડની મદદ અને આપશે નોકરી.
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોમાં એક મધ્યપ્રદેશનો જવાન પણ શહીદ થયો છે. મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયા, એક ઘર અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે.