મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ગૃહનગર ઉજ્જૈનમાં, ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ અનોખા સૂત્રોચ્ચાર કર્યા – “ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે!”
ગયા મહિને ૧૬-૧૭ તારીખે, પોલીસને બાતમી મળી કે જેઠલ વિસ્તારમાં ત્રણ શખ્સ ગાયની કતલનો પ્રયાસ કરી રહ્યા છે. દરોડા દરમિયાન ત્રણ આરોપી – શેરુ, આકિબ અને સલીમ – બલેનો કારમાં ભાગી ગયા. પોલીસએ તેમની સામે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. બાતમીના આધારે આકિબ અને સલીમની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી શેરુ હજુ પણ ફરાર છે.
ધરપકડ કર્યા બાદ, ઉજ્જૈનના ઘાટિયા વિસ્તારમાં પોલીસએ આરોપીઓને જાહેર સરઘસમાં લઈ ગઈ. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ અનોખા દ્રશ્યને જોયું. સરઘસ દરમિયાન આરોપીઓએ પોલીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા, જેને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ.
ગૌહત્યાના આ કિસ્સા અંગે જાણ થતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઘાટિયા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને તાત્કાલિક ધરપકડની માંગ કરી. આરોપીઓની ધરપકડ થયા બાદ, હિન્દુ સંગઠનોના નેતાઓએ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ ટીમનું સન્માન કર્યું.
પોલીસ રેકોર્ડ મુજબ, સલીમ વિરુદ્ધ ઉજ્જૈન, દેવાસ, શાજાપુર અને ઇન્દોરમાં ૨૪ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે આકિબ વિરુદ્ધ 4 કેસ નોંધાયા છે. પોલીસ હાલ ફરાર આરોપી શેરુના રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.
પોલીસે ફરાર આરોપીને પકડવા માટે તપાસ તીવ્ર કરી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડની શક્યતા છે. ઉજ્જૈનમાં આ ઘટના અંગે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને વહીવટી તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક છે.