Joshimath Crisis: હજુ ખતરો ટળ્યો નથી! ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું ‘વધુ તિરાડો પડી શકે’
રંજીત સિંહાએ જણાવ્યું કે NGMIએ બે પ્રોફાઈલ પૂર્ણ કરી લીધી છે. આ સર્વેથી જમીનની અંદર પાણીના લિકેજની જાણકારી મેળવી શકાય. ઈમારતોમાં તિરાડો પડવાની સંખ્યા હજુ વધી શકે છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે લોકોમાં દહેશત ફેલાયેલી છે. કોઈ પણ અણબનાવ ના બને તેને લઈ NDRFની ટીમ પુરી રીતે તૈનાત છે. તેની વચ્ચે ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ રંજીત સિંહાએ જોશીમઠને લઈ આજે પત્રકાર પરિષદ યોજી. તેમને લેટેસ્ટ અપડેટ જણાવતા કહ્યું કે પાણીના લિકેજમાં ઘટાડો થયો છે. 163 એલપીએમ જ પાણીનું લિકેજ માત્ર 163 LPM છે. સાથે જ તેમને કહ્યું કે જોશમીઠમાં હજુ ખતરો ટળ્યો નથી. વધુ તિરાડો પડી શકે છે. અત્યાર સુધી 800 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. 190 પરિવારને અત્યાર સુધી 1.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
રંજીત સિંહાએ જણાવ્યું કે NGMIએ બે પ્રોફાઈલ પૂર્ણ કરી લીધી છે. આ સર્વેથી જમીનની અંદર પાણીના લિકેજની જાણકારી મેળવી શકાય. ઈમારતોમાં તિરાડો પડવાની સંખ્યા હજુ વધી શકે છે. તેમને કહ્યું કે રોપવેને લઈ એક એન્જિનિયરની નિમણુંક કરવામાં આવી છે, જે ત્યાં નજર રાખશે. જેપી કંપનીની ઘણી ઈમારતોમાં તિરાડો આવી ચૂકી છે. જિલ્લા અધિકારી આ અંગે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરશે.
આ પણ વાંચો: હાઈવે પર નીકળતા પહેલા FASTag સંબંધિત કરી લો આ તૈયારીઓ, NHAIએ આપ્યા મહત્વપૂર્ણ અપડેટ
જોશીમઠ સંકટ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંકટને કુદરતી આફત તરીકે જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે આ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેવા દો.
હકીકતમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ કટોકટી પર તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. જે માગણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે અને તે બાબતને તેમના રાજ્યની હાઈકોર્ટ સુધી રાખવા કહ્યું છે.
જોશીમઠમાં વધુ બે હોટલ નમી ગઈ
રવિવારે જોશીમઠ-ઓલી રોપવે શરૂ થવાના સ્થળ પર તિરાડો વધુ પહોળી થઈ ગઈ, જ્યારે તેનાથી થોડા મીટર દુર આવેલી બે અન્ય મોટી હોટલો નમી ગઈ. સ્થિતિની સમીક્ષા કરવા માટે જોશમીઠ પહોંચેલા પ્રદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ રંજીત સિંહાએ કહ્યું કે આ વિસ્તારમાં પાણીના લીકેજની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.