હાઈવે પર નીકળતા પહેલા FASTag સંબંધિત કરી લો આ તૈયારીઓ, NHAIએ આપ્યા મહત્વપૂર્ણ અપડેટ
સરકારે ગયા વર્ષે 16 ફેબ્રુઆરીથી તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે FASTag ફરજિયાત બનાવ્યું છે. આ હેઠળ, જે વાહનો પાસે માન્ય અથવા કાર્યકારી FASTag નથી તેમને દંડ તરીકે બમણી ટોલ ફી ચૂકવવી પડશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્ષતિગ્રસ્ત FASTag વિશે માહિતી આપતા કહ્યું કે જો કોઈ વાહનચાલક પાસે FASTag નથી અથવા તે કામ કરતું નથી, તો વ્યક્તિએ ટોલ પ્લાઝા પર બમણી ટોલ ફી ચૂકવવી પડશે. જોકે NHAI એ કહ્યું કે તેની પાસે ખામીયુક્ત FASTags વિશે કોઈ માહિતી નથી અને હાઇવે ટોલ પ્લાઝા પર FASTags કામ ન કરવા બદલ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
NHAI એ માહિતી આપી છે કે તેમની પાસે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ હોવા છતાં ખામીયુક્ત FASTag કેસોની સંખ્યા અને વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવેલ દંડની કુલ રકમ વિશે કોઈ માહિતી નથી. ત્યારે 31 ઓક્ટોબર, 2022 સુધી, 6 કરોડથી વધુ FASTags જાહેર કરવામાં આવ્યા છે.
RTI પ્રશ્નોના જવાબમાં માહિતી આપવામાં આવી
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં, NHAI એ કહ્યું હતું કે 31.10.2022 સુધી કુલ 60,277,364 ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે. RTI પ્રશ્નોના જવાબમાં NHAIએ કહ્યું, આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. NHAI ફી પ્લાઝા માટે NPCI ડેટા મુજબ 16 ફેબ્રુઆરી, 2021 થી 16 એપ્રિલ, 2022 સુધી FASTag દ્વારા કુલ ટોલ વસૂલવામાં આવ્યો છે. ડેટાને ટાંકીને, તેમાં જણાવ્યું હતું કે FY22 દરમિયાન NHAI ફી પ્લાઝા માટે કુલ ટોલ વસૂલાત રૂ. 34,535 કરોડ હતી.
ફેબ્રુઆરીથી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે
સરકારે ગયા વર્ષે 16 ફેબ્રુઆરીથી તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે FASTag ફરજિયાત બનાવ્યું છે. આ હેઠળ, જે વાહનો પાસે માન્ય અથવા કાર્યકારી FASTag નથી તેમને દંડ તરીકે બમણી ટોલ ફી ચૂકવવી પડશે. ત્યારે વપરાશકર્તાઓની એવી ફરિયાદો છે કે કેટલીકવાર ટોલ પ્લાઝા પર FASTags યોગ્ય રીતે કામ કરતા નથી, જેના કારણે તેમને ટોલ પ્લાઝા પર ડબલ ચૂકવણી કરવી પડે છે. હાલમાં FASTag 24 બેંકો દ્વારા જાહેર કરવામાં આવે છે.
FASTag નો ઉપયોગ સમગ્ર દેશમાં ટોલ વસૂલાત માટે કરવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર હવે હાઈવે પરના ટોલ પ્લાઝાને જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. હવે કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક ખાતામાંથી ટોલ કપાશે. આ કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ રીડર તરીકે ઓળખાશે.