યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! હવે રેલવેમાં હાફ ટિકિટ પર નહીં મળે આ લાભ, બદલાયો નિયમ

ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે રેલવે પેસેન્જરે ઈન્સ્યોરન્સ પ્લાનનો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આ પછી, રેલવે પેસેન્જરના મોબાઈલ અને ઈ-મેલ આઈડી પર વીમા કંપની તરફથી મેસેજ આવે છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! હવે રેલવેમાં હાફ ટિકિટ પર નહીં મળે આ લાભ, બદલાયો નિયમ
Indian Railway Ticket Rules
Follow Us:
| Updated on: Apr 28, 2024 | 12:41 PM

ભારતીય રેલવેએ મુસાફરી ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ તેના બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ ખરીદે છે, તો તેને વૈકલ્પિક વીમા યોજનાનો લાભ નહીં મળે. IRCTC અનુસાર, સંપૂર્ણ ભાડું ચૂકવીને સીટ બુક કરાવ્યા પછી જ વીમાનો લાભ મળશે. ઉપરાંત, IRCTCએ 1 એપ્રિલથી રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સનું પ્રતિ પેસેન્જર પ્રીમિયમ વધારીને 45 પૈસા કર્યું છે. જે પહેલા તે 35 પૈસા હતુ.

ઓનલાઈન ટિકિટ પર વીમા સુવિધા

IRCTCના જણાવ્યા મુજબ રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સ સ્કીમનો લાભ ફક્ત ઈ-ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળશે. એટલે કે, રેલવે ટિકિટ કાઉન્ટર, ખાનગી રેલ બુકિંગ કાઉન્ટર અથવા બ્રોકર્સ પાસેથી ખરીદેલી ટિકિટ પર વીમા યોજનાનો લાભ નહીં મળે. આ સુવિધા તમામ ટ્રેન ક્લાસ AC-1,2,3, સ્લીપર,સહિત તમામ ક્લાસ પર લાગુ પડશે. વેઇટિંગ લિસ્ટમાં રહેલા રેલવે મુસાફરો વીમા યોજના માટે પાત્ર નહીં હોય.

વિકલ્પ પસંદ કરવો પડશે

વાસ્તવમાં, ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે, વ્યક્તિએ તે વીમા સુવિધાનો લાભ મેળવવો છે કે નહીં તે પસંદ કરવું પડશે. જો મુસાફર વીમાની સુવિધા મેળવવા માંગે છે તો તેણે તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રેલવે પેસેન્જરના મોબાઈલ અને ઈ-મેઈલ પર ઈન્સ્યોરન્સ કંપની તરફથી મેસેજ આવે છે. મુસાફરી દરમિયાન ટ્રેનનો રૂટ બદલવામાં આવે તો પણ મુસાફરને આ સુવિધાનો લાભ મળશે. ઉપરાંત, જો કોઈ કારણોસર રેલવે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને માર્ગ દ્વારા પરિવહન કરે છે, તો આવી સ્થિતિમાં પણ મુસાફરોને વૈકલ્પિક યોજનાનો લાભ મળશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

વીમાની કિંમત 10 લાખ રૂપિયા છે

રેલવેમાં મુસાફરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, 10 લાખ રૂપિયા, આંશિક વિકલાંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તો આશ્રિતને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય રોડ ટ્રાન્સપોર્ટ માટે 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.

વર્ષ 2019-20માં 27.30 કરોડ મુસાફરોને વીમાનો લાભ

રેલવે અંગેની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, 2018-19માં 34.40 કરોડ રેલવે મુસાફરોએ વીમો મેળવ્યો હતો અને વીમા કંપનીઓને પ્રીમિયમ તરીકે રૂ. 8.53 કરોડ મળ્યા હતા. વર્ષ 2019-20માં, 27.30 કરોડ મુસાફરોએ વીમા પ્રીમિયમ તરીકે રૂ. 13.38 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે વીમા કંપનીઓએ 2018-19માં રૂ. 6.12 કરોડ અને 2019-20માં રૂ. 3.73 કરોડની દાવાની ચૂકવણી કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">