યુક્રેન (Ukraine) સામે યુદ્ધ કરવા બદલ રશિયા (Russia) પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારત રશિયા પાસેથી મોટા પાયે હથિયાર ખરીદે છે. આવી સ્થિતિમાં આ પ્રતિબંધોની અસર ભારત ઉપર પણ પડી શકે છે. યુએસ થિંક ટેન્ક સ્ટીમસન સેન્ટરના જણાવ્યા અનુસાર, ભારતના 86 ટકા હથિયારો રશિયન મૂળના છે. ભારતે 2014 થી 2020 વચ્ચે રશિયા પાસેથી તેના 55 ટકા હથિયારો ખરીદ્યા હતા. રશિયાએ પહેલાથી જ ભારતને ખાતરી આપી છે કે પ્રતિબંધોની તેના પર કોઈ અસર નહીં થાય. ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ (Missile defense system) ખરીદી છે. આ સિવાય AK-203 રાઈફલ્સ માટેનો પણ સોદો થયો છે. આ હથિયારોની ડિલિવરીમાં વિલંબ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. ભારતે રશિયા પાસેથી યુદ્ધ જહાજ પણ ખરીદ્યા છે.
જો કે રશિયા પરના પ્રતિબંધો બાદ ભારત માટે ચિંતાનો વિષય S-400 મિસાઈલ સિસ્ટમ નહીં પરંતુ બ્રહ્મોસ મિસાઈલ છે. હકીકતમાં, ભારતે બ્રહ્મોસ મિસાઇલ માટે ફિલિપાઇન્સ સાથે $375 મિલિયનનો સોદો કર્યો છે. આવી સ્થિતિમાં રશિયા પરના પ્રતિબંધોને કારણે આ સોદો નકામો થવાનો ભય છે.
બ્રહ્મોસ મિસાઇલ (Brahmos Missiles ) સિસ્ટમનું એન્જિન અને સિસ્ટમ શોધનાર રશિયાની NPO મશિનોસ્ટ્રોયેનિયા (NPOM) કંપની દ્વારા પ્રદાન કરવામાં આવનાર હતું. કંપનીએ બ્રહ્મોસની ડિઝાઇન, અપગ્રેડ અને ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા સંચાલિત સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. આ પ્રતિબંધથી ભારતનો પ્રથમ મોટો વિદેશી સોદો જોખમમાં મુકાયો છે.
ભારતનું સંરક્ષણ મંત્રાલય 2025 સુધીમાં સંરક્ષણ નિકાસને પાંચ અબજ ડૉલર સુધી વધારવા માગે છે. ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા અન્ય દેશોએ પણ મિસાઈલમાં રસ દાખવ્યો છે. ટેકનિકલ અને સપ્લાય ચેઈન સંબંધિત અડચણોના સંદર્ભમાં તે ભારત માટે આપત્તિરૂપ સાબિત થશે.
જો કે, હજુ પણ આશાનું કિરણ છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધોની અસર દેખાઈ નહીં શકે. વાસ્તવમાં, S-400ની ખરીદી માટે ભારતે યુએસ ડૉલરનો ઉપયોગ કર્યો નથી અને બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારતીય કંપની છે. આવી સ્થિતિમાં પ્રતિબંધની અસર અપેક્ષિત નથી.
આ સાથે જ જો રશિયા પાસેથી ખરીદવામાં આવેલા સંરક્ષણ સાધનોના લોજિસ્ટિક્સ અને જાળવણીની વાત કરવામાં આવે તો, આ દિશામાં, ભારત અને રશિયા સ્પેરપાર્ટ્સના સ્થાનિક ઉત્પાદન અને જાળવણી માટે મોટી ભારતીય હોલ્ડિંગ કંપનીઓ સાથે સંયુક્ત સાહસો પર આધાર રાખે છે. બીજી તરફ, અમેરિકાએ S-400ની ખરીદી પર ભારત પર CAATSA પ્રતિબંધો પણ લગાવ્યા નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ