ભારત સ્થિત યુક્રેનના રાજદૂતની યુદ્ધ અટકાવવા રશિયાને અપીલ, કહ્યું- યુદ્ધ નહી અટકે તો 70 લાખ શરણાર્થીઓ હશે
પોલિખાએ કહ્યું, 'તમે જોયું જ હશે કે યુક્રેન એમ્બેસીની બહાર પણ લોકો મીણબત્તીઓ, ફૂલ લાવીને એકતા બતાવી રહ્યા છે. રશિયા પર દરરોજ નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. કડક પ્રતિબંધોને કારણે રશિયાની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે.
ભારતમાં યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ (Igor Polikha) યુક્રેનની વર્તમાન સ્થિતિ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે યુક્રેનમાં (Ukraine) દરરોજ રાત્રે ગોળીબાર થઈ રહ્યો છે. ચારે બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે. લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. તેમણે કહ્યું, ‘હું આ સમયે કેવી લાગણી અનુભવું છું તેનું વર્ણન કરી શકતો નથી. આ દુ:ખનો સમય છે. અમારા માટે આ અફસોસની વાત છે. હુ યુક્રેનના રાજદુત (Ukraines Ambassador) તરીકે નહી પણ એક માણસ તરીકે હુ આ કહી રહ્યો છુ. દરરોજ રાત્રે ત્યાં ગોળીબાર થાય છે.
તેમણે કહ્યુ કે, “લોકોના ઘર બરબાદ થઈ ગયા છે, ચારે બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે, માત્ર રશિયા જ નહીં, અન્ય સરહદોથી પણ બોમ્બનો વરસાદ થઈ રહ્યો છે,” પોલિખાએ કહ્યું, રશિયાએ વિચાર્યું હતું કે તેઓ 5 થી 6 કલાકમાં કબજે કરી લેશે, પરંતુ એવું થયું નહીં. સત્તાવાર માહિતી અનુસાર 16 બાળકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા બે દિવસમાં રશિયન મિસાઈલોએ અનાથાશ્રમ, કિન્ડર ગાર્ડન વગેરેને નિશાન બનાવ્યા છે.
પોલિખાએ કહ્યું, ‘તમે જોયું જ હશે કે યુક્રેન એમ્બેસીની બહાર પણ લોકો મીણબત્તીઓ, ફૂલ લાવીને એકતા બતાવી રહ્યા છે. રશિયા પર દરરોજ નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. કડક પ્રતિબંધોને કારણે રશિયાની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે.
તેમણે કહ્યું, ‘રશિયા માટે આ અણધાર્યું હતું, 5 હજારથી વધુ સૈનિકોના મોત થયા છે. ટેંક અને વાહનો નષ્ટ કરી દેવાયા છે. અમને પણ ભારે નુકસાન થયુ છે. યુક્રેને મદદ માટે રેડ ક્રોસનો સંપર્ક કર્યો છે. રશિયાએ પણ કહ્યું છે કે તેમના ક્ષેત્રમાં પણ મોત નિપજ્યા છે. રશિયાના લોકો પાસે આ યુદ્ધની વાસ્તવિક સ્થિતિની જાણકારી નથી.
પોલિખાએ અપીલ કરતા કહ્યુ કે, ‘અમે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહીએ છીએ કે, કૃપા કરીને યુદ્ધ બંધ કરો. બેલારુસમાં શાંતિ વાટાઘાટો માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન પણ રશિયા તરફથી હુમલા ચાલુ રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં અમારા રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ બાબતે પણ વાત કરી છે. જો યુદ્ધ નહીં અટકે તો 70 લાખ લોકો શરણાર્થીઓ હશે.
આ પણ વાંચોઃ
શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત
આ પણ વાંચોઃ