AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન, અત્યાર સુધીમાં 29 એરક્રાફ્ટ અને 191 ટેન્ક નષ્ટ

શસ્ત્રો વિશે વાત કરતા રશિયાના નાયબ રક્ષા મંત્રીએ કહ્યું કે સેનાએ 74 બંદૂકો, એક બક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને 21 ગ્રેડ મલ્ટીપલ રોકેટ લોન્ચર ગુમાવ્યા છે.

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન, અત્યાર સુધીમાં 29 એરક્રાફ્ટ અને 191 ટેન્ક નષ્ટ
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:39 PM
Share

Russia Ukraine War:  યુરોપમાં રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચેના યુદ્ધમાં મોટાપાયે વિનાશ થયો છે. યુક્રેન સાથે રશિયાને પણ આ યુદ્ધમાં ઘણુ નુકસાન થયું છે. ઈન્ટરફેક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન હેન્ના મલિયરે (Hanna Maliar) ફેસબુક પર જણાવ્યું હતું કે,”રશિયન સેનાએ (Russian Army) યુક્રેનમાં 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસની લડાઈમાં 29 એરક્રાફ્ટ ગુમાવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 816 બખ્તરબંધ લડાયક વાહનો, 291 વાહનો અને યુક્રેનના બે જહાજોને ઠાર કરવામાં આવ્યા છે.

શસ્ત્રો વિશે વાત કરતા રશિયાના નાયબ રક્ષા મંત્રીએ કહ્યું કે સેનાએ 74 બંદૂકો, એક બક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને 21 ગ્રેડ મલ્ટીપલ રોકેટ લોન્ચર ગુમાવ્યા છે. સાથે જ તેમણે દુશ્મનોના 5,300 લોકો માર્યા હોવાનો દાવો કર્યો છે. હેન્ના મેલિયરે કહ્યુ,”આ માહિતી સૂચક છે અને અપડેટ થઈ શકે છે, કારણ કે યુદ્ધને કારણે આવી માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે.” હાલમાં કમાન્ડરો મુખ્યત્વે લડાઈ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રશિયાએ યુક્રેનને થયેલા નુકસાન અંગે પણ માહિતી આપી હતી

આ પહેલા રવિવારે રશિયાએ સ્વીકાર્યું હતું કે આ યુદ્ધમાં તેના સૈનિકો પણ માર્યા ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે રવિવારે જણાવ્યું હતું કે, અમારા કેટલાક સૈનિકોએ જીવ ગુમાવ્યો છે અને કેટલાક ઘાયલ પણ થયા છે.જો તેમણે મૃતકોની સંખ્યા જાહેર કરી નહોતી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે, રશિયાને યુક્રેનિયન સૈનિકોની તુલનામાં ઘણું ઓછું નુકસાન થયું છે. રશિયાના સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે યુકેમાં 1,067 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં 17 કમાન્ડ પોસ્ટ્સ અને સંપર્ક કેન્દ્રો, 38 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અને 56 રડાર સિસ્ટમનો સમાવેશ થાય છે.

યુક્રેનના 352 નાગરિકો યુદ્ધમાં માર્યા ગયા

બીજી તરફ યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત યુક્રેનના 352 નાગરિકોના મોત થયા છે. જ્યારે આ યુદ્ધમાં 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા હતા. પરંતુ યુક્રેનિયન સશસ્ત્ર દળોના કેટલા લોકોની જાનહાનિ થઈ તે તેમણે જણાવ્યું ન હતું.

આ પણ વાંચો : Russia-Ukraine Crisis: યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલા ચાલુ છે, આ 5 શહેરોને સૌથી વધુ થયું નુકસાન, જૂઓ તસવીરો

આ પણ વાંચો : ભારત સ્થિત યુક્રેનના રાજદૂતની યુદ્ધ અટકાવવા રશિયાને અપીલ, કહ્યું- યુદ્ધ નહી અટકે તો 70 લાખ શરણાર્થીઓ હશે

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">