ફારુક અબ્દુલ્લા આજે ED સમક્ષ હાજર નહીં થાય, આપ્યું આ કારણ

ઇડી આજે ફારૂક અબ્દુલ્લાની પૂછપરછ કરવા જઇ રહી હતી. પરંતુ ફારુક અબ્દુલ્લાએ આજે ​​ED સમક્ષ હાજર થવા અસમર્થતા દર્શાવી છે. અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ ED સમક્ષ હાજર થઈ શકશે નહીં. ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.

ફારુક અબ્દુલ્લા આજે ED સમક્ષ હાજર નહીં થાય, આપ્યું આ કારણ
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 2:00 PM

નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા જમ્મુમાં હોવાથી તેઓ ED સમક્ષ હાજર થઈ શકશે નહીં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ અને વર્તમાન સાંસદ ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.

ફારુક અબ્દુલ્લાની આજે જ પૂછપરછ થવાની હતી પરંતુ પૂછપરછ પહેલા જમ્મુમાં હોવાને કારણે અબ્દુલ્લા ઈડી સમક્ષ હાજર થઈ શકશે નહીં. સૂત્રોનું માનીએ તો ફારુક અબ્દુલ્લાને ED દ્વારા કથિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ શ્રીનગર પહોંચ્યા બાદ ઓફિસની મુલાકાત લેશે. ફારુક અબ્દુલ્લાની ગેરહાજરીમાં ઈડી શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.

શું છે સમગ્ર મામલો?

જે કેસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થવાની છે તે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડ સાથે સંબંધિત છે. EDએ 2022માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપ છે કે BCCI દ્વારા એસોસિએશનને કુલ 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 44 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. આરોપ એ છે કે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા.

Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?

નિશાના પર વિપક્ષના અનેક નેતાઓ

ફારુક અબ્દુલ્લા બીજી વખત EDની હાજરીમાં ગેરહાજર રહ્યા છે. અગાઉ, EDએ 86 વર્ષીય અબ્દુલ્લાને 11 જાન્યુઆરીએ સમન્સ મોકલ્યું હતું, પરંતુ અબ્દુલ્લા તે દિવસે પણ હાજર થયા ન હતા. એક રીતે જોવામાં આવે તો ઘણા વિપક્ષી નેતાઓ EDના નિશાના પર છે. ED બિહારમાં લાલુ પરિવારના અને છત્તીસગઢ અને અન્ય રાજ્યોના ઘણા કોંગ્રેસી નેતાઓની પૂછપરછ કરી રહી છે.

ED શું છે ?

હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના છાપા પડી રહ્યા છે. તમે પણ સમાચાર કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું છે.

આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસા ની અવૈદ્ય હેરાફેરી વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે. તથા ત્યાં તેના નાના નાના ટુકડાઓ કરીને ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.

આ પણ વાંચો: મુંબઈના બિલ્ડર સામે EDની મોટી કાર્યવાહી, 22 જગ્યાએ દરોડા, 30 કરોડની સંપત્તિ જપ્ત

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">