Parliament Winter Session: હવે છોકરીઓના લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષ થશે, કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી

|

Dec 16, 2021 | 5:01 PM

મીડિયા અહેવાલો અનુસાર, કેબિનેટની મંજૂરી પછી, સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો 2006 અને પછી સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ 1955 જેવા અંગત કાયદામાં સુધારો કરશે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2020માં કેન્દ્રની ટાસ્ક ફોર્સના વડા જયા જેટલીએ નીતિ આયોગને તેમની ભલામણો સુપરત કરી હતી.

Parliament Winter Session: હવે છોકરીઓના લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષ થશે, કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Parliament Winter Session: કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં સરકારનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય મર્યાદા ટૂંક સમયમાં 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંબંધિત બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. હાલમાં આ કાયદામાં છોકરીઓના લગ્નની વય મર્યાદા 21 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સૂત્રોએ એક જાણીતા સમાચારપત્રને જણાવ્યું હતું કે કેબિનેટની મંજૂરી બાદ, સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, 1955 જેવા અંગત કાયદામાં સુધારા લાવશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020 ના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ યોજનાની જાહેરાત કર્યાના એક વર્ષ કરતાં વધુ સમય પછી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

બુધવારની મંજૂરી જયા જેટલી (Jaya Jaitly)ની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા ડિસેમ્બર 2020 માં નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જે “માતૃત્વની ઉંમરને લગતી બાબતો, MMR (Maternal Mortality Rate)ઘટાડવાની આવશ્યકતાઓ”, પોષણમાં સુધારો કરવા માટે રચવામાં આવી હતી.

જેટલીએ કહ્યું કે તેમની ભલામણોનો ઉદ્દેશ્ય વસ્તીને નિયંત્રિત કરવાનો નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરના ડેટા અનુસાર, કુલ પ્રજનન દરમાં ઘટાડો થયો છે અને વસ્તી નિયંત્રણમાં છે. છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારવાનો હેતુ મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે. ગયા મહિને નવેમ્બરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વે-5ના બીજા તબક્કાના ડેટા જાહેર કર્યા હતા, જેમાં પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો હતો. તે 2.2 થી ઘટીને બે પર આવી ગયો છે. 2005-06માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-3 દરમિયાન ભારતનો TFR 2.7 હતો, જે 2015-16માં ઘટીને 2.2 થયો હતો. TFR માં ઘટાડો સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં દેશમાં વસ્તી વિસ્ફોટ થવાનો નથી.

 

આ પણ વાંચો : Spider Man : No Way Home ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ, પછી શું થયું… જુઓ Video

Published On - 11:36 am, Thu, 16 December 21

Next Article