Ayodhya Ram Mandir Inauguration Live : પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખો દેશ રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવી રહ્યો છે – અમિત શાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2024 | 11:52 PM

Ayodhya Ram Temple Consecration Live Updates in Gujarati : અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી અને દેશના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સાત હજારથી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહને ચેન્નાઈથી લાવવામાં આવેલા સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રામલલા હવે આ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે.

Ayodhya Ram Mandir Inauguration Live : પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખો દેશ રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવી રહ્યો છે - અમિત શાહ
Ram Lalla Ni Pran Prathisthaa live

અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી અને દેશના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સાત હજારથી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહને ચેન્નાઈથી લાવવામાં આવેલા સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રામલલા હવે આ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે.

ત્યારે રામ લલ્લાના પળે પળના અપડેટ તમને મળતા રહેશે અયોધ્યાથી…એકેએક ન ભૂતો ન ભવિષ્યતિ ક્ષણથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jan 2024 11:09 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખો દેશ રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવી રહ્યો છે – અમિત શાહ

    પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશમાં દીપોત્સવની ઉજવણી અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, “આજે સમગ્ર ભારત ભવ્ય મંદિરમાં શ્રી રામલલાના આગમન પર આનંદથી ભરાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર, આખા દેશે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી. મેં પણ મારા પરિવાર સાથે ભગવાન શ્રી રામના આગમન પર દીવા પ્રગટાવ્યા.”

  • 22 Jan 2024 10:07 PM (IST)

    દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી, ઘણી જગ્યાએ ભારે આતશબાજી કરવામાં આવી

    પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, દેશભરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ઘણી જગ્યાએ ભારે આતશબાજી કરવામાં આવી હતી.

  • 22 Jan 2024 09:28 PM (IST)

    આ એક ઐતિહાસિક દિવસ છે, બધાના ભલા માટે કામ કરવાનું છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

    અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, તમે બધા જાણો છો કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક દિવસ છે. ધૈર્ય રાખવું, વડીલોનો આદર કરવો, નાનાઓને પ્રેમ કરવો, બધાને સાથે લઈને ચાલવું, સંકટના સમયે હિંમતથી કામ કરવું, મર્યાદાને ધ્યાનમાં રાખવી અને સૌના કલ્યાણ માટે કામ કરવું, આ બધા ભગવાન રામના આદર્શો છે.

  • 22 Jan 2024 08:45 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા બાદ દીવાથી ઝગમગી ઉઠી અયોધ્યા નગરી, દેશભરમાં દિપોત્સવની ધૂમ

    અવધમાં રામના આગમનથી આખો દેશ રામમય બની ગયો છે. જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ અયોધ્યા નગરી દીવાથી ઝગમગી ઉઠી છે. જાણે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દીપોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.

  • 22 Jan 2024 07:55 PM (IST)

    શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં દીપોત્સવ, જુઓ વીડિયો

    કેરળમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી, તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

  • 22 Jan 2024 07:21 PM (IST)

    PM મોદીએ કરી મોટી જાહેરાત, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને થશે ફાયદો

    અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. પીએમે કહ્યું, ‘અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.’

  • 22 Jan 2024 06:33 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યાના સરયૂ ઘાટ પર દીપોત્સવથી કરાઈ ઉજવણી

    અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ અયોધ્યા સહિત દેશના અનેક શહેરોમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી પોતે તેમના પીએમ આવાસ પર દીપ પ્રગટાવશે.

  • 22 Jan 2024 05:44 PM (IST)

    અયોધ્યામાં 23 જાન્યુઆરીથી તમામ દર્શનાર્થીઓ માટે ખુલી જશે રામમંદિરના દ્વાર

    અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયુ છે. આ વિશેષ કાર્યક્રમમાં દેશવિદેશમાંથી નામી ગણનામી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિશ્વભરના રામભક્તો હવે તેમના રામલલાના દર્શન માટે આતુર છે. રામ મંદિર આમ જનતા માટે મંગળવારે 23 જાન્યુઆરીથી ખોલી દેવામાં આવશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર સમિતિએ શ્રદ્ધાળુઓના દર્શન અને રામલલાની આરતી માટેનો સમય જાહેર કર્યો છે.

    આરતીનો સમય

    • શૃંગાર આરતી- સવારે 6.30 કલાકે
    • ભોગ આરતી- બપોરે 12 કલાકે
    • સંધ્યા આરતી- સાંજે 7.30 કલાકે
  • 22 Jan 2024 05:22 PM (IST)

    PM મોદીએ અદ્ભુત સંદેશ આપ્યોઃ શૈલેષ લોઢા

    અભિનેતા અને હાસ્ય કવિ શૈલેષ લોઢાએ અયોધ્યામાં કહ્યું હતું કે, “આજના દિવસે જીવન પવિત્ર થયું અને દર્શન પણ આજે જ થયા તેનાથી ભગવાનનો આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે. આજે હું અહીં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર હાજર હતો...વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અદ્ભુત સંદેશ આપ્યો કે આ ઉર્જાનો એક નવો સંચાર છે.

  • 22 Jan 2024 04:04 PM (IST)

    પીએમએ જટાયુની પ્રતિમા પર પણ કરી પુષ્પવર્ષા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી મંદિરના કામદારોને મળ્યા અને તેમના પર ફૂલ પણ વરસાવ્યા.

  • 22 Jan 2024 03:43 PM (IST)

    આપણે ભાગ્યશાળી છીએ કે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા: હેમા માલિની

    અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આપણે ભાગ્યશાળી છીએ.

  • 22 Jan 2024 03:26 PM (IST)

    PM મોદીએ રામ મંદિર નિર્માણમાં લાગેલા કામદારો પર ફૂલ વરસાવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુબેર ટીલા સ્થિત શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેમણે રામ મંદિર નિર્માણમાં લાગેલા કામદારો પર ફૂલ પણ વરસાવ્યા હતા.

  • 22 Jan 2024 03:08 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ મંદિર માટે બલિદાન આપનાર કાર સેવકોને હું નમન કરું છુંઃ પીએમ મોદી

    મોદીએ કહ્યું કે આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. હું ભાગ્યશાળી છું કે મેં સાગરથી સરયૂ સુધીનો પ્રવાસ કર્યો છે. રામ મંદિર માટે બલિદાન આપનારા તમામ કાર સેવકોને હું સલામ કરું છું.

  • 22 Jan 2024 03:04 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સાધુઓએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની લીધી મુલાકાત

    રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ બાદ સાધુઓએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 03:01 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામમંદિર ભારતના વિકાસનું સાક્ષી બનશે : PM મોદી

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 02:56 PM (IST)

    Ayodhya Ram Mandir Live : PM નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઉપસ્થિત લોકોને પાઠવી શુભેચ્છા

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 02:54 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમએ કહ્યું કે, રામ વિવાદ નથી પણ ઉકેલ છે

    પીએમ મોદીએ કહ્યું, સાગરથી સરયૂ સુધી દરેક જગ્યાએ રામનામ દેખાય છે. ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. લોકોએ દરેક યુગમાં રામ જીવ્યા છે. દરેક યુગમાં લોકોએ પોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે. આ રામ રસ જીવનના પ્રવાહની જેમ વહેતો રહે છે. પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામ રાસની પૂજા કરતા આવ્યા છે. રામ કથા અમર્યાદ છે. આજે દેશ એ લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણે શુભ દિવસો જોઈ રહ્યા છીએ.

    (Credit Source : @ANI)

    રામ ઊર્જાને જન્મ આપે છે : પીએમ મોદી

    અમે તે અસંખ્ય સંતો અને કાર સેવકોના ઋણી છીએ. આજનો પ્રસંગ માત્ર ઉજવણીની ક્ષણ નથી પણ ભારતીય સમાજની પરિપક્વતાની ક્ષણ પણ છે. આ માત્ર વિજયનો જ નહીં પણ નમ્રતાનો પણ પ્રસંગ છે. ઘણા રાષ્ટ્રો પોતાના ઈતિહાસમાં ફસાઈ જાય છે. એક સમય એવો પણ હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે, આવા લોકોને ભારતની સામાજિક ભાવનાની પવિત્રતા ખબર ન હતી. રામલલા મંદિરનું નિર્માણ ભારતીય સમાજની ધીરજનું પ્રતિક છે. આપણે જોઈ રહ્યા છીએ કે બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઊર્જાને જન્મ આપે છે. રામ મંદિરે સમાજના દરેક વર્ગને ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે. આજે હું એવા લોકોને અપીલ કરીશ કે તેઓ આવો અને તેમના વિચાર પર પુનર્વિચાર કરો. રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે. રામ વિવાદ નથી, ઉકેલ છે. રામ આપણા નથી પણ બધાના છે.

  • 22 Jan 2024 02:47 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદી થયા ભાવુક

    રામનો કેટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ, તેને જીવંત જોઈ રહ્યા છીએ. આજે બધી દિશાઓ દિવ્યતાથી ભરેલી છે. આ સામાન્ય સમય નથી. આ અદમ્ય સ્મૃતિ રેખાઓ છે જે સમયના ચક્ર પર શાશ્વત શાહીથી અંકિત કરવામાં આવી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યાં પણ રામનું કાર્ય થાય છે ત્યાં પવન પુત્ર હનુમાન અવશ્ય હાજર હોય છે. તેથી જ હું રામભક્ત હનુમાનજીને પણ પ્રણામ કરું છું, હું માતા જાનકી, લક્ષ્મણજી અને દરેકને નમન કરું છું. હું પણ પવિત્ર સરયુને મારા નમન કરૂં છું. હું પણ રામ પાસે ક્ષમા માંગું છું. આપણા પ્રયત્નો, ત્યાગ અને તપસ્યામાં કંઈક તો કમી હોવી જોઈએ કે આટલી સદીઓ સુધી આપણે આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે.

  • 22 Jan 2024 02:41 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સમયનું ચક્ર ફરી બદલાશે-પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે, આજે સાંજે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે હું શ્રી રામના આશીર્વાદ સાથે રામ સેતુના પ્રારંભ બિંદુ પર હતો. ભગવાન શ્રી રામ જ્યારે સાગર પાર કરવા નીકળ્યા તે ક્ષણે સમયનું ચક્ર બદલી નાખ્યું. તેને અનુભવવાનો નમ્ર પ્રયાસ હતો. હવે સમયચક્ર ફરી બદલાશે અને શુભ દિશામાં આગળ વધશે. મારા 11 દિવસના ઉપવાસની વિધિ દરમિયાન નાસિક હોય, કેરળ હોય, રામેશ્વરમ હોય કે ધનુષકોડી હોય, હું ભાગ્યશાળી છું કે મને સાગરથી સરયૂ સુધીની મુસાફરી કરવાની તક મળી. રામનામનો એ જ ઉત્સવ સાગરથી સરયૂ સુધી ફેલાયેલો છે.

    રમન્તે ઇતિ રામ : મોદી

    ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. જો આપણે ભારતમાં ક્યાંય પણ કોઈના અંતરાત્માને સ્પર્શ કરીશું, તો આપણને આ એકતાનો અનુભવ થશે. દેશને સમાવવા માટે આનાથી વધુ સારી ફોર્મ્યુલા કઈ હોઈ શકે? દેશના ખૂણે ખૂણે રામાયણ સાંભળવાની તક મળી છે. છેલ્લા 11 દિવસમાં મને વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો મોકો મળ્યો છે. રામની વ્યાખ્યા કરતી વખતે ઋષિઓએ કહ્યું છે કે રમન્તે ઇતિ રામ.

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 02:37 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ઓડિશાના સીએમ નવીન પટનાયકે લાઈવ પ્રસારણ નિહાળ્યું

    ઓડિશાના સીએમ નવીન પટનાયક અને 5Tના ચેરમેન વીકે પાંડિયને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

    (સ્ત્રોત: CMO)

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 02:34 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આજે અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 02:30 PM (IST)

    Ayodhya Ram Mandir Live : માધુરી દીક્ષિતના પતિએ સ્ટારની લીધી સેલ્ફી

    અયોધ્યાના રામ મંદિરમાં સ્ટાર-સ્ટડેડ સેલ્ફી : માધુરી દીક્ષિતના પતિ, શ્રીરામ નેને, બોલિવૂડ સેલેબ્સ સાથેની ક્ષણો કેપ્ચર કરી છે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 02:28 PM (IST)

    Ayodhya Ram Mandir Live : હું હનુમાનગઢીને પ્રણામ કરું છું-PM મોદી

    આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. ગુલામીની માનસિકતાને તોડીને રાષ્ટ્ર આ રીતે ઈતિહાસ રચે છે. આપણે આજથી હજાર વર્ષ પછી પણ આ ક્ષણની ચર્ચા કરીશું. રામનો કેટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ જીવી રહ્યા છીએ. સમયના ચક્ર પર અનંત સ્મૃતિ રેખાઓ અંકિત છે. આપણે જાણીએ છીએ કે ત્યાં રામનું કાર્ય થાય છે અને પવનપુત્ર હનુમાન ત્યાં નિવાસ કરે છે, તેથી હું હનુમાનગઢીને પ્રણામ કરું છું. હું જાનકી, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માતાને વંદન કરું છું.

  • 22 Jan 2024 02:26 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદી બોલે- 'રામ આવી ગયા'

    રામલલાના અભિષેક બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'સિયાવર રામચંદ્ર કી જય... આજે આપણા રામ આવ્યા છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય નવી આભા લઈને આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ક્ષણ અલૌકિક અને પવિત્ર છે. સદીઓની તપસ્યા પછી રામ પાછા ફર્યા છે. હું ભગવાન રામની પણ માફી માંગુ છું. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. આ રામનો એટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તે ખરેખર બની રહ્યું છે તે જોઈ રહ્યા છીએ.

  • 22 Jan 2024 02:22 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લા સેંકડો વર્ષોની રાહનો અંત કરીને અયોધ્યા પાછા ફર્યા છે-PM મોદી

    22 જાન્યુઆરી, 2024 ઇતિહાસના પુસ્તકોમાં કાયમ માટે કોતરાઈ ગયું છે. કારણ કે રામલલ્લા સેંકડો વર્ષોની રાહનો અંત કરીને અયોધ્યા પાછા ફર્યા છે! : PM મોદી

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 02:19 PM (IST)

    Ayodhya Ram Mandir Live : આપણા રામલલ્લા ટેન્ટમાં નહીં રહે, એ દિવ્ય મંદિરમાં રહેશે-પીએમ મોદી

    પીએમ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, સદીઓની રાહ જોયા બાદ આપણા ભગવાન રામનું આગમન થયું છે. તે હવે ટેન્ટમાં નહિ રહે. તે ભવ્ય મંદિરમાં રહેશે.

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 02:12 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ભાગવતે કહ્યું- રામરાજ્ય આવવાનું છે

    ભાગવતે કહ્યું કે, અયોધ્યામાં કોઈ વિખવાદ નથી. રામરાજ્ય આવવાનું છે. નાના વિવાદોને પાછળ છોડવા પડશે. ધર્મ સમન્વયથી વર્તવાનો છે. જ્યાં ઉદાસી જુઓ ત્યાં દોડો. આપણે આપણી જાત પર નિયંત્રણ રાખવું પડશે. શુદ્ધતા હોવી જોઈએ અને આ માટે સંયમ જરૂરી છે.

  • 22 Jan 2024 02:06 PM (IST)

    Ayodhya Ram Mandir Live : RSS ચીફ મોહન ભાગવત ભક્તોને કરી રહ્યા છે સંબોધન

    RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, આજના આનંદને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે પીએમ મોદીને તપસ્વીનું બિરુદ આપ્યું. તેમણે કહ્યું કે રામલલ્લા સાથે ભારતનો 'સ્વ' પાછો ફર્યો છે.

  • 22 Jan 2024 02:03 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સીએમ શિંદેએ શું કહ્યું?

    પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ભગવાન શ્રી રામનો 500 વર્ષનો વનવાસ પૂરો થયો છે. કરોડો દેશવાસીઓનું સપનું આજે પૂરું થયું છે.

  • 22 Jan 2024 02:00 PM (IST)

    Ayodhya Ram Mandir Live : મંદિર ત્યાં જ બનાવાવમાં આવ્યું, જ્યાં સંકલ્પ લેવામાં આવ્યો હતો- યોગી આદિત્યનાથે

    યોગી આદિત્યનાથે કહ્યું કે, મન લાગણીશીલ છે અને આ ક્ષણનું વર્ણન કરવા માટે શબ્દો શોધી શકતા નથી. રામનું નામ દરેકના મનમાં છે. દરેક માર્ગ અયોધ્યા તરફ આવી રહ્યો છે. દરેક જીભ રામ રામનો જપ કરી રહી છે. રામ રોમમાં છે. એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં પ્રવેશ કર્યો છે. આજે દરેક રામ ભક્તમાં ગર્વ અને સંતોષની લાગણી છે. આ દિવસની રાહ જોતા પાંચસો વર્ષ વીતી ગયા. આ અધૂરી ઈચ્છાને લઈને ડઝનેક પેઢીઓ ધરા ધામથી સાકેત ધામમાં ગઈ છે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે જેમાં દેશના બહુમતી સમુદાયે પોતાના દેશમાં પોતાના પૂજારીઓ માટે મંદિર બનાવવા માટે આટલા વર્ષો સુધી લડત ચલાવી હોય. સમાજના દરેક વર્ગે જાતિ, વિચારધારા અને ફિલસૂફીથી ઉપર ઉઠીને રામના કાર્યમાં પોતાને સમર્પિત કરી દીધા. આખરે એ તક આવી. આજે આત્મા ખુશ છે કે મંદિર જ્યાં બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યાં જ બાંધવામાં આવ્યું છે.

  • 22 Jan 2024 01:57 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ગોવિંદ દેવ ગિરી મહારાજ ભાવુક થઈ ગયા

    ગોવિંદ ગિરીજીએ કહ્યું કે, તમને જોયા પછી તેમને એક જ રાજા યાદ આવે છે અને તે નામ છે છત્રપતિ શિવાજી મહારાજ. લોકોને ખબર નથી કે જ્યારે તે મલ્લિકાર્જુનને મળવા ગયો ત્યારે તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. તેણે કહ્યું કે મારે નિવૃત્ત થવું છે. ઇતિહાસમાં આ એક ખૂબ જ અનોખી ઘટના છે. આજે આપણને એવા જ મહાપુરુષો મળ્યા જેઓ હિમાલયમાંથી ભગવતી જગદંબા દ્વારા ભારત માતાની સેવા કરવા પાછા ફર્યા હતા. આટલું કહીને દેવ ગિરી ભાવુક થઈ ગયા.

  • 22 Jan 2024 01:52 PM (IST)

    Ayodhya Ram Mandir Live : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને કર્યા સંબોધિત

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી લોકોને સંબોધિત કર્યા.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:50 PM (IST)

    Ayodhya Ram Mandir Live : PM મોદીએ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી કર્યા પારણા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 01:46 PM (IST)

    Ayodhya Ram Mandir Live : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આવાહ દેવી મંદિરમાં પૂજા કરી

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આવાહ દેવી મંદિરમાં પૂજા કરી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:43 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સિંગર અનુરાધા પૌડવાલ ભાવુક થયા, કહ્યું- મારી પાસે શબ્દો નથી...

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:41 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:39 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીઠાઈનું કર્યું વિતરણ

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુરતમાં ભક્તોને મીઠાઈનું વિતરણ કર્યું.

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 01:34 PM (IST)

    Ayodhya Ram Mandir Live : નરેન્દ્ર મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સભાને સંબોધશે

    નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સભાને સંબોધશે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:29 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદી લગભગ 50 મિનિટ સુધી મંદિરમાં રોકાશે

    એવા અહેવાલો છે કે પીએમ મોદી લગભગ 50 મિનિટ સુધી મંદિરમાં રોકાશે. આ પછી તે અયોધ્યામાં જ બીજા કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ બપોરે 2 વાગે કુબેર ટીલા જશે. આ પછી બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા માટે રવાના થઈ શકે છે.

  • 22 Jan 2024 01:25 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદીએ સંતોના આશીર્વાદ લીધા, ભેટમાં વીંટી મેળવી

    પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ સંતો પાસેથી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમને સંતો તરફથી ભેટ તરીકે એક વીંટી આપવામાં આવી હતી.

  • 22 Jan 2024 01:24 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદીએ રામ લલ્લાને ચાંદીની બનેલું છત્ર કર્યું અર્પણ

    પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાની પૂજા કરી હતી. આ પછી તેણે રામલલાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:20 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'દંડવત પ્રણામ' અર્પણ કર્યું

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:10 PM (IST)

    Ayodhya Ram Mandir Live : શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:08 PM (IST)

    Ayodhya Ram Mandir Live : કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 01:05 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યાથી લઈ અમેરિકા સુધી, ભક્તો રામના રંગમાં રંગાયા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 01:04 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું

    અમદાવાદ : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચાલી રહેલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:58 PM (IST)

    Ayodhya Ram Mandir Live : PM નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની 'આરતી' કરી

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:55 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ લલ્લાના દર્શન કરતા પીએમ મોદી અને સીએમ યોગી

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:52 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ગર્ભગૃહમાંથી પ્રથમ તસ્વારો સામે આવી

    રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. ગર્ભગૃહમાંથી પ્રથમ તસ્વારો સામે આવી છે. તેઓ તેમના હાથમાં સોનાનું ધનુષ્ય અને બાણ ધરાવે છે.

  • 22 Jan 2024 12:43 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ભગવાનની મનમોહક મૂર્તિ, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ-જુઓ વીડિયો

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:41 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ

    રામ મંદિર શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.

  • 22 Jan 2024 12:38 PM (IST)

    Ayodhya Ram Mandir Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામને કર્યા નમન

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:36 PM (IST)

    Ayodhya Ram Mandir Live : શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પર હેલિકોપ્ટરોએ ફૂલોની વર્ષા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાની પ્રતિમાનું અનાવરણ થતાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પર હેલિકોપ્ટરોએ ફૂલોની વર્ષા કરી હતી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:35 PM (IST)

    Ayodhya Ram Mandir Live : કરો રામલલ્લાના લાઈવ દર્શન

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:29 PM (IST)

    Ayodhya Ram Mandir Live : વડાપ્રધાન મોદી કરી રહ્યા છે ધાર્મિક વિધિ, મોહન ભાગવત અને આનંદીબેન પટેલ પણ હાજર

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:23 PM (IST)

    Ayodhya Ram Mandir Live : વડાપ્રધાન મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી શરૂ

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:17 PM (IST)

    Ayodhya Ram Mandir Live : મંદિરમાં પૂજા શરૂ, સામગ્રી સાથે પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા સામગ્રી સાથે પહોંચ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર છે. સમારંભ લગભગ 12:29 કલાકે શરૂ થશે.

  • 22 Jan 2024 12:13 PM (IST)

    Ayodhya Ram Mandir Live : વડાપ્રધાન મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:10 PM (IST)

    Ayodhya Ram Mandir Live : PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા પહોંચ્યા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:08 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શંખ નાદ સાથે આગમન

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 12:07 PM (IST)

    Ayodhya Ram Mandir Live : મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ રામના નામથી રંગાયું

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 12:04 PM (IST)

    Ayodhya Ram Mandir Live : ભારત સિવાય આ 7 દેશોની પણ છે પોતાની રામાયણ, દરેકના રામ છે અલગ અલગ, જુઓ તસવીરો

  • 22 Jan 2024 11:58 AM (IST)

    Ayodhya Ram Mandir Live : બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની સાથે રામનગરી પહોંચ્યા

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 11:56 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રાજસ્થાનમાં પાલી કલાકારો પીપળના પાંદડા પર ભગવાન રામનું બનાવ્યું ચિત્ર

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 11:54 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સિંગર શંકર મહાદેવને રેલાવ્યા સૂર, ગાયું-શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન.....

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 11:49 AM (IST)

    Ayodhya Ram Mandir Live : કેન્દ્રીય HM અમિત શાહે પહોંચ્યા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, કરી પ્રાર્થના

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં પ્રાર્થના કરી છે. જે મંદિર બિરલા મંદિર તરીકે પણ ઓળખાય છે.

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 11:47 AM (IST)

    Ayodhya Ram Mandir Live : 22 દંપતીએ 22 જાન્યુઆરીએ સંતાન પ્રાપ્તિની તબીબો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી, બાળકને "રામ" નામ અપાયું

    આજે  22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ મુહૂર્તમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો.આજે સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ આયોજન કર્યું છે. તેમજ આજે જન્મેલા બાળકને "રામ" નામ અપાયું છે.

  • 22 Jan 2024 11:45 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અરુણ યોગીરાજ બોલ્યા- હું સૌથી ભાગ્યશાળી છું

    રામલલ્લાની પ્રતિમાના શિલ્પકાર અરુણ યોગીરાજે કહ્યું, મને લાગે છે કે હું હવે પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામલલ્લાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. મને લાગે છે કે હું ભાગ્યશાળી છું.

  • 22 Jan 2024 11:42 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે બાળક જન્મ કરાવવાનો ક્રેઝ, અનેક પરિવારમાં આજે બાળકના જન્મનું કર્યું છે પ્લાનિંગ

  • 22 Jan 2024 11:38 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સિંગર અનુરાધા પૌડવાલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં, ગાયા રામ ભજન, જુઓ વીડિયો

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 11:36 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સ્વામિનારાયણ મંદિરના પરિસરના દ્રશ્યો, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામમંદિરની બનાવી 'રંગોળી'

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 11:24 AM (IST)

    Ayodhya Ram Mandir Live : શ્રી રામ જન્મભૂમિ મંદિર આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે તૈયાર

  • 22 Jan 2024 11:22 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આકાશ અંબાણીએ કહ્યું- 'ઇતિહાસના પાનામાં આ દિવસ લખાશે'

    રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે, અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ.

  • 22 Jan 2024 11:21 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અયોધ્યા પહોંચ્યા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 11:19 AM (IST)

    Ayodhya Ram Mandir Live : ત્રિપુરામાં પણ ડ્રાય ડેની જાહેરાત, અત્યાર સુધીના આ રાજ્યોએ કર્યું છે એલાન

    અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે ત્રિપુરા સરકારે પણ ડ્રાય ડે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને IPFTની સરકાર છે. ત્રિપુરાની સાથે આસામ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડમાં પણ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.

  • 22 Jan 2024 11:17 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરમાં જવા માટે ધરણા પર ઉતર્યા રાહુલ ગાંધી

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાહુલ ગાંધી આસામના બટાદ્રવ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાતે જવાના હતા. જો કે આસામ સરકારે તેમને રોકી દીધા છે. આવી સ્થિતિમાં તેણે રઘુપતિ રાઘવ રાજારામ ગાવાનું શરૂ કર્યું છે. જાણો કારણ

  • 22 Jan 2024 11:16 AM (IST)

    Ayodhya Ram Mandir Live : જો નરેન્દ્ર મોદી પીએમ ન હોત તો રામ મંદિરનું નિર્માણ શક્ય ન બન્યું હોત - પ્રમોદ કૃષ્ણમ

    કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ કહ્યું છે કે, આજનો દિવસ સનાતનના શાસન અને 'રામ રાજ્ય'ની પુનઃસ્થાપનાનો દિવસ છે. આ દિવસ સદીઓના સંઘર્ષ અને હજારો લોકોના બલિદાન પછી આવ્યો છે. મને લાગે છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો આ શક્ય ન બન્યું હોત.

  • 22 Jan 2024 11:14 AM (IST)

    Ayodhya Ram Mandir Live : PM મોદીએ આકાશમાંથી કેપ્ચર કર્યો અયોધ્યાનો નજારો

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 11:10 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સ્વામી રામદેવે કહ્યું- જ્યારે રામલલા ટેન્ટમાં હતા ત્યારે અમે આવ્યા અને આજે...

    યોગ ગુરુ રામદેવે કહ્યું, "અમે ત્યારે આવ્યા જ્યારે રામ લલ્લા તંબુમાં હતા અને આજે એક દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે સનાતનનો નવો ઈતિહાસ રચી રહ્યું છે. રામ મંદિરના અભિષેક સાથે રામ રાજ્યની શરૂઆત થઈ રહી છે.... "

  • 22 Jan 2024 11:04 AM (IST)

    Ayodhya Ram Mandir Live : જેડીએસ ચીફ એચડી દેવગૌડા રામ મંદિર પહોંચ્યા

    જેડીએસના વડા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા.

  • 22 Jan 2024 10:59 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટૂંક સમયમાં શરૂ થશે કાર્યક્રમ

    કાર્યક્રમના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા છે. રામ મંદિરમાં ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થઈ શકે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ સવારે 11 વાગે મંદિર પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત સંસ્કાર 12.05 થી 12.55 દરમિયાન કરવામાં આવશે.

  • 22 Jan 2024 10:57 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અનિલ અંબાણી રામ મંદિર પહોંચ્યા, અભિષેક અને અમિતાભ બચ્ચનને મળ્યા

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:55 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠા માટે મોટી સંખ્યામાં ભક્તો અને વીવીઆઈપીઓ પહોંચ્યા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 10:53 AM (IST)

    Ayodhya Ram Mandir Live : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, સ્વામી રામદેવ, સ્વામી ચિદાનંદ સરસ્વતી પહોંચ્યા રામ મંદિર

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:52 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના ઘરે પૂજા કરી

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:50 AM (IST)

    Ayodhya Ram Mandir Live : ગુજરાતી લોક કલાકાર સાંઈરામ દવેએ ગાઈ ‘મંગલ ધ્વની’

  • 22 Jan 2024 10:43 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આ ભવ્ય દરવાજો ખુલતાની સાથે જ થશે રામલલ્લાના દર્શન

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 10:42 AM (IST)

    Ayodhya Ram Mandir Live : RSS ચીફ મોહન ભાગવત રામ મંદિર પહોંચ્યા

    આરએસએસના વડા મોહન ભાગવત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે રામ મંદિર પહોંચ્યા છે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:42 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સીએમ યોગી આદિત્યનાથ પહોંચ્યા રામ મંદિર

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચ્યા છે. આ દરમિયાન મોહન ભાગવત, અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી સહિત ઘણા મોટા ચહેરાઓ સ્થળ પર પહોંચ્યા હતા.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:38 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અવધ નગરીમાં સ્ટાર્સનો મેળાવડો

    બોલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ રામ મંદિર પરિસરમાં હાજર છે. આ સિવાય અભિષેક બચ્ચન, અનિલ અંબાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ રામ મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિર પરિસરમાં કંગના રનૌત, સોનુ નિગમ પણ હાજર છે.

  • 22 Jan 2024 10:33 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આ મહેમાનો પહોંચ્યા રામ નગરી

    પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં મહેમાનોનું આગમન ચાલુ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અયોધ્યા પહોંચી ગયા છે. આ સિવાય સાઈના નેહવાલ, સીએમ યોગી, સચિન તેંડુલકર, રાજકુમાર રાવ, રામ ચરણ પણ પહોંચ્યા છે.

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 10:30 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા અને દિલ્લીમાં પ્રખ્યાત રામ લાડુનું ભગવાન શ્રી રામ સાથે શું છે સબંધ

  • 22 Jan 2024 10:29 AM (IST)

    Ayodhya Ram Mandir Live : ગોંડલના BAPS સ્વામિનારાયણ અક્ષર મંદિરમાં બાળકો રામના પરિવેશમાં

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 10:22 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સુરતના રત્ન કલાકારે અદ્દભુત કલાકૃતિ રચી, 9999 હીરાથી બનાવ્યું રામ મંદિર

    સુરત : આજે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એક કલાકારે અયોધ્યામાં રામ મંદિરની નયનરમ્ય કલાકૃતિને આકાર આપ્યો છે. વીડિયો જુઓ

  • 22 Jan 2024 10:21 AM (IST)

    Ayodhya Ram Mandir Live : તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી અને રામ ચરણ અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 10:15 AM (IST)

    Ayodhya Ram Mandir Live : હું દેશવાસીઓને અભિનંદન આપું છું-પ્રમોદ સાવંત

    ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રૂદ્રેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે ભારત માટે સૌથી મોટો ઉત્સવ છે. અયોધ્યામાં અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ માટે હું દેશવાસીઓને અભિનંદન આપું છું.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:12 AM (IST)

    Ayodhya Ram Mandir Live : વિદેશમાં રામનું નામ ગુંજ્યું, મંદિરોમાં પૂજા ચાલુ

    માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં રામ લલ્લાના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ત્રિનિદાદ અને ટોબૈગોમાં રામ જન્મભૂમિ સ્થાન સમિતિએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિરના સહયોગથી ઉજવણી કરી રહ્યા છે. અહીં અમેરિકાના ન્યુ જર્સીમાં ભારતીયોએ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સિવાય મિનેસોટા અને ન્યૂયોર્કમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 22 Jan 2024 10:09 AM (IST)

    Ayodhya Ram Mandir Live : યોગી રામ પથ પર પહોંચ્યા

    યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચી રહ્યા છે. તેમનો કાફલો રામ પથ પર પહોંચી ગયો છે. બીજી તરફ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અયોધ્યા એરપોર્ટ પર પહોંચી ગયો છે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 10:03 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદીના પ્લાનમાં બદલાવ

    પીએમ મોદી હવે પહેલાની યોજના મુજબ એરપોર્ટથી મંદિર પહોંચશે. મતલબ કે હવે રોડથી નહીં પણ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાકેતના હેલિપેડ પર ઉતરશે. ત્યાંથી મંદિર જવા રવાના થશે.

  • 22 Jan 2024 10:01 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સદીઓથી વાવેલી ઊગે પ્રતિક્ષા, તો પાંપણથી એને પોખાય

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 09:55 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મેક્સિકોમાં પહેલા રામ મંદિરનું ભૂમિ પૂજન

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 09:36 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યામાં ઉત્સવ, કવિ કૃષ્ણ દવેના મુખે સાંભળો રામાયણના પાત્રોનું કાવ્ય

  • 22 Jan 2024 09:32 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અખિલેશ યાદવે શું કહ્યું?

    પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું કે સિયારામ એ શુદ્ધ હૃદયમાં વસે છે, જે રીત-રિવાજો, નૈતિકતા અને સજાવટનું સન્માન કરે છે.

    (Credit Source : @yadavakhilesh)

  • 22 Jan 2024 09:29 AM (IST)

    Ayodhya Ram Mandir Live : મોરારી બાપુએ કર્યું ચોપાઈનું ગાન

  • 22 Jan 2024 09:27 AM (IST)

    Ayodhya Ram Mandir Live : 3 કલાક કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે

    અભિષેક વિધિ શરૂ થવામાં 3 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. અયોધ્યા રામલલ્લાના સ્વાગત માટે તૈયાર છે. સ્પોર્ટ્સ, રાજકારણ અને સિનેમા સાથે સંકળાયેલા દિગ્ગજો અયોધ્યા આવી પહોંચ્યા છે. તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

  • 22 Jan 2024 09:26 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અવકાશમાંથી કેવું દેખાય છે અયોધ્યા શહેર, ઈસરોએ કરાવ્યા દર્શન

    How does Ayodhya city look from space

  • 22 Jan 2024 09:22 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અમૃતસરમાં નીકળી શોભાયાત્રા

    રામ મંદિરના અભિષેકને લઈને દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. ઠેર-ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. મંદિરોમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. આવું જ એક દ્રશ્ય પંજાબના અમૃતસરમાં જોવા મળ્યું. અહીં સવારથી જ ભક્તોએ શોભાયાત્રા કાઢી હતી. જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો.

    (Credit Source : @AHindinews)

  • 22 Jan 2024 09:17 AM (IST)

    Ayodhya Ram Mandir Live : દરેક મહેમાનો ઘંટ વગાડશે

    રામ મંદિરમાં આરતી સમયે તમામ મહેમાનો ઘંટ વગાડશે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા અયોધ્યામાં ફૂલોની વર્ષા કરવામાં આવશે. કેમ્પસમાં 30 કલાકારો વિવિધ ભારતીય વાદ્યો વગાડશે. એક સમયે એક જ સાથે વાગશે વાદ્યો. આ તમામ ભારતીય સાધનો હશે.

  • 22 Jan 2024 09:04 AM (IST)

    Ayodhya Ram Mandir Live : બપોરે 12:29 થી 85 સેકન્ડનો શુભ સમય

    આજે બપોરે 12:29 થી 85 સેકન્ડનો શુભ સમય છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ મહેમાનો માટે પૂજાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સવારથી જ 121 પંડિતો રામલલ્લા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે.

  • 22 Jan 2024 09:02 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સચિન તેંડુલકર અયોધ્યા જવા રવાના થયા

    (Credit Source : @AHindinews)

  • 22 Jan 2024 08:59 AM (IST)

    Ayodhya Ram Mandir Live : લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા નહીં જાય

    ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. ભારે ઠંડીને કારણે તે જઈ રહ્યા નથી.

  • 22 Jan 2024 08:57 AM (IST)

    Ayodhya Ram Mandir Live : જેકી શ્રોફ-અનુપમ ખેરથી લઈને માધૂરી દીક્ષિત સુધીના સ્ટાર્સ અયોધ્યા જવા રવાના

    જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા અનુસાર કુલ 506 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે તમામ રાજ્ય અતિથિ તરીકે અયોધ્યા આવીને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે. તેમના સ્વાગતથી લઈને વિદાય, રહેવા, ભોજન અને પરિવહનની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત સહિત ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી ઘણા એવા છે જે સીધા અયોધ્યા આવશે. જ્યારે ઘણા પહેલા લખનૌ પહોંચશે અને પછી ત્યાંથી અયોધ્યા જશે.

    અયોધ્યા પહોંચી ગયા છે આ સ્ટાર્સ

    બીજી તરફ રજનીકાંત, ધનુષ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા છે. અરુણ ગોવિલ પણ પહેલેથી જ અયોધ્યામાં છે.આ બધા સિવાય વિવેક ઓબેરોય, અનુ મલિક, પવન કલ્યાણ, રણદીપ હુડ્ડા, જુબિન નૌટિયાલ અયોધ્યા પહોંચી ગયા છે.

  • 22 Jan 2024 08:54 AM (IST)

    Ayodhya Ram Mandir Live :  ભગવાન રામે આ નદીના કિનારે કર્યા હતા જટાયુના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં છે આ સ્થળ, જાણો રોચક કથા

  • 22 Jan 2024 08:53 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિનેતા રામ ચરણ અયોધ્યા જવા રવાના થયા

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 08:40 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિનેતા આયુષ્માન ખુરાના પણ અયોધ્યા જવા રવાના

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 08:38 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિનેતા જેકી શ્રોફ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા જવા રવાના

    (Credit Source : @AHindinews)

  • 22 Jan 2024 08:37 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રણબીર કપૂર અયોધ્યા જવા રવાના થયા

    રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ અને પ્રોડ્યુસર રોહિત શેટ્ટી સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયો છે. રણબીર ધોતી કુર્તામાં જોવા મળ્યો હતો જ્યારે આલિયા ભટ્ટ સાડી પહેરેલી જોવા મળી હતી.

    (Credit Source : @PTI_News)

  • 22 Jan 2024 08:33 AM (IST)

    Ayodhya Ram Mandir Live : 'તમે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છો તે થોડીવારમાં આવશે'

    અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પર અભિનેતા મનોજ જોશીએ કહ્યું કે, થોડી જ ક્ષણોમાં રાહ જોવાઈ રહી છે તે ક્ષણ આવશે. હૃદયના ધબકારા વધી ગયા છે. એટલો બધો આનંદ છે જે વર્ણવી શકાય તેમ નથી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 08:31 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આજે સદીઓની રાહ પૂરી થશે

    આજે સદીઓની રાહ પૂરી થશે. રામ લલ્લાનો અભિષેક થતાંની સાથે જ 22 જાન્યુઆરી, 2024 ઈતિહાસમાં નોંધાઈ જશે. અયોધ્યામાં જય-જય રામ, જય સિયારામનો ગુંજ સનાતન આસ્થા પર મિહિર કુલ, સાલાર મસૂદ, બાબર, ઔરંગઝેબ જેવા આક્રમણખોરો દ્વારા કરવામાં આવતા હુમલાનો અંત લાવશે. સેંકડો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યાને શાંતિ મળશે. જેઓ આ અદ્ભુત, અનન્ય, અલૌકિક વિધિને શારીરિક રીતે સાક્ષી આપે છે, જેઓ તેની સાથે સાક્ષી છે અને તેની ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલા છે, તેઓ સાંસ્કૃતિક વિધિના સંદેશવાહક બનશે.

  • 22 Jan 2024 08:28 AM (IST)

    Ayodhya Ram Mandir Live : વિશ્વનું સૌથી વૈભવી ઘર એન્ટિલિયા શ્રી રામની ભક્તિના રંગે રંગાયું

    અંબાણી પરિવાર પણ રામ ભક્તિમાં લિન બન્યું છે. ઐતિહાસિક અવસરની વિશ્વના સૌથી વૈભવી ઘરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ફોટો જોવા માટે ક્લિક કરો.

  • 22 Jan 2024 08:26 AM (IST)

    Ayodhya Ram Mandir Live : માતા સીતાનું ક્યારેય હરણ થયું નહોતું, તો અગ્નિ પરિક્ષા શા માટે આપી ? વાંચો રામકથા

  • 22 Jan 2024 08:25 AM (IST)

    Ayodhya Ram Mandir Live : જુઓ શ્રી રામની વંશાવલી, રઘુકુલના વંશજ અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની વંશાવલી

    પ્રભુ શ્રી રામની વંશાવલી : ભગવાન રામના જન્મ પહેલા પણ તેમના વંશજો અયોધ્યા પર રાજ કરતા હતા. પ્રભુની વંશાવળી ખૂબ જ વિશાળ અને ગૌરવશાળી માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ માનસમાં તેમના વંશનો ઉલ્લેખ છે. ફોટો જોવા માટે લિન્ક પર ક્લિક કરો

  • 22 Jan 2024 08:22 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આજે પીએમ મોદી પહોંચશે અયોધ્યા, આવો રહેશે આજનો કાર્યક્રમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10.25 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. તેઓ સવારે 10.55 કલાકે શ્રી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. બપોરે 12:55 કલાકે પૂજા સ્થળથી પ્રસ્થાન કરીને, બપોરે 1 કલાકે જાહેર સમારોહના સ્થળે પહોંચશે. અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 2:10 કલાકે કુબેર ટીલાની મુલાકાત લેશે.

  • 22 Jan 2024 08:19 AM (IST)

    Ayodhya Ram Mandir Live : વિદેશમાં રહેતા રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો

    રામ મંદિરને લઈને ભારત ઉપરાંત વિદેશમાં રહેતા રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભગવાન રામની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં રામ ભક્તો ત્યાં એકઠા થયા હતા. હાથમાં ભગવો ધ્વજ પકડીને તેમણે રામ મંદિરમાં રામલલાના જીવનના અભિષેક પર ખુશી વ્યક્ત કરી હતી.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 08:15 AM (IST)

    Ayodhya Ram Mandir Live : હૈદરાબાદમાં ભક્તોએ રામ ભજન ગાયા

    તેલંગાણાના હૈદરાબાદમાં રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. અહીંના શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિરમાં ભક્તોએ રામ ભજન ગાયા.

    (Credit Source : @AHindinews)

  • 22 Jan 2024 08:13 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામજન્મભૂમિથી સવારના દ્રશ્યો

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 08:09 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અમુલે કંઈક આ રીતે ભગવાન રામનું કર્યું સ્વાગત

    (Credit Source : @Amul_Coop)

  • 22 Jan 2024 08:06 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિનેતા અનુપમ ખેરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હનુમાન ગઢી મંદિરમાં પ્રાર્થના કરી

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 08:03 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા વિશેષ, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમયે શા માટે તૂટી જાય છે અરીસો ?

    હિંદુ ધર્મમાં, પ્રાણ-પ્રતિષ્ઠા એ એક પવિત્ર વિધિ છે જેના દ્વારા મુર્તીમાં ભગવાનનો અંશ સ્થાપિત કરવામાં આવે છે. અયોધ્યામાં રામલલ્લાની અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે. વૈદિક અનુષ્ઠાન બાદ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. સાત દિવસની આ અનુષ્ઠાનમાં ગર્ભગૃહ, નિવાસસ્થાન, યજ્ઞ વગેરેનું શુદ્ધિકરણ સામેલ હશે. જાણો વધારે વિગતો

  • 22 Jan 2024 08:01 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ આયેંગે…..કોણ હતી શબરી, જેના એંઠા બોર રામને લાગ્યા મીઠા, વાંચો પૌરાણિક કથા

    અયોધ્યાનો એ દિવસ હતો જ્યારે ઘરે ઘરે લોકોનાં મનમાં હરખ સમાતો નહોતો, કાણકે 'રામ' આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા, અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઇ હતી. આજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાનની કથાની, રામાયણનું નાનકડું પાત્ર શબરી, આપણે બધાએ સબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતા ? આવો જાણીએ આ પૌરાણિક કથા.

  • 22 Jan 2024 07:53 AM (IST)

    Ayodhya Ram Mandir Live : આ રીતે તમે ઘરે બેસીને લો અયોધ્યા ધામની મુલાકાત, મોબાઈલથી લાઈવ સેલ્ફીની મજા માણો

    આ લિન્ક પર કરો ક્લિક

  • 22 Jan 2024 07:51 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા રામ મંદિરમાં પૂજા વિધિની ઝલક, આજે પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ રહી છે

    (Credit Source : @tv9gujarati)

  • 22 Jan 2024 07:50 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઈઝરાયલી રાજદૂતે કરી પોસ્ટ

    રાજ્યાભિષેક પહેલા ભારતમાં ઈઝરાયેલના રાજદૂતે X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આ શુભ અવસર પર ભારતની જનતાને હાર્દિક શુભેચ્છાઓ. વિશ્વભરના ભક્તો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. હું ટૂંક સમયમાં અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેવા આતુર છું.

  • 22 Jan 2024 07:42 AM (IST)

    Ayodhya Ram Mandir Live : કાશ્મીરથી કેનેડા સુધી ગુંજયો જય શ્રી રામનો જય ઘોષ, કેનેડાના આ શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાશે, NRI માટે ગૌરવની વાત

    NRIs માટે એક મોટી અને ગર્વની ક્ષણ બ્રેમ્પટન ખાતે કેનેડા (સિટી ઓફ બ્રેમ્પટન) ના મેયરના અધ્યક્ષ સ્થાને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હ્યુમન ફોર હાર્મની - પથિક શુક્લ અને ડોન પટેલના પ્રયાસો થકી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં કેનેડામાં ભારતીયોની મોટી સંખ્યામાં હાજરી ગર્વ લેવા સમન હતી. જુઓ વીડિયો

  • 22 Jan 2024 07:39 AM (IST)

    Ayodhya Ram Mandir Live : ભગવાન રામના આગમન માટે અયોધ્યા પહોંચ્યા દિગ્ગજ ક્રિકેટર

    ભારતના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરોને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે અને તેમાં ભાગ લેવા માટે ઘણા લોકો ત્યાં પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના બે પૂર્વ કોચ અયોધ્યા પહોંચ્યા છે. જુઓ વીડિયો

  • 22 Jan 2024 07:38 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિષેક બાદ રામ લલ્લાને ચઢાવવામાં આવશે 56 ભોગ, લખનઉથી અયોધ્યા પહોંચશે પ્રસાદ

    નવા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજમાન છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને અયોધ્યા તેમજ સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન રામલલા માટે 56 ભોગ પ્રસાદ પણ આજે અયોધ્યા પહોંચી ગયો છે. 22મી જાન્યુઆરીએ તેમના અભિષેક બાદ તેમને આ પ્રસાદ ધરવામાં આવશે. વધુ માહિતી વાંચો વીડિયો સાથે

  • 22 Jan 2024 07:29 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કયા સમયે થશે?

    પીએમ મોદી આજે સવારે 10.25 કલાકે રામ લલ્લાના અભિષેક માટે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. તે રોડ માર્ગે મંદિર જશે. પ્રાણ પ્રતિષ્ઠા પૂજા બપોરે 12:05 થી 12:55 દરમિયાન થશે.

  • 22 Jan 2024 07:12 AM (IST)

    Ayodhya Ram Mandir Live : દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત

    અયોધ્યા રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે. સમગ્ર નવનિર્મિત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 07:09 AM (IST)

    Ayodhya Ram Mandir Live : ઓરછામાં 5100 દીવા પ્રગટાવવામાં આવ્યા

    રામ લલ્લાના અભિષેક પહેલા મધ્યપ્રદેશના ઓરછામાં 5100 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રામલલ્લાના મંદિરને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

    (Credit Source : @AHindinews)

  • 22 Jan 2024 07:07 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર

    નવા શિડ્યુલ મુજબ પીએમ મોદી એરપોર્ટથી રોડ માર્ગે રામ મંદિર પહોંચશે. પહેલા એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે હેલિકોપ્ટર દ્વારા મંદિર પહોંચવાનું હતું.

  • 22 Jan 2024 07:03 AM (IST)

    Ayodhya Ram Mandir Live : જાન્યુઆરીમાં દિવાળીનો માહોલ, દસ લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવ ઉજવવાની તૈયારી

    સરયુ આરતીની સાથે લેસર શો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રામ કી પૌડીમાં ધાર્મિક ભાવના જાગૃત કરી રહ્યા છે. અયોધ્યા ધામની દરેક જગ્યા રોશનીથી ઝળહળી ઉઠી છે. એટલું જ નહીં, અયોધ્યા તરફ જતા વિવિધ રાજમાર્ગોને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. એકંદરે અયોધ્યા સ્વર્ગ સમાન અનુભવી રહી છે. આ સાથે અયોધ્યામાં સૂર્યાસ્ત બાદ 10 લાખ દીવાઓ સાથે રોશની પર્વની તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાથે જ દેશ અને દુનિયાભરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી અને સીએમ યોગીએ દેશવાસીઓને સૂર્યાસ્ત પછી 5 દીવા પ્રગટાવવાની અપીલ કરી છે.

  • 22 Jan 2024 07:00 AM (IST)

    Ayodhya Ram Mandir Live : દરેકના શ્રી રામ આવી રહ્યા છે

    ફૂલોથી સુશોભિત અયોધ્યાજીમાં જન્મભૂમિ પથથી રામ પથ, ભક્તિપથ અને ધર્મપથ સુધી અલૌકિક આભા દેખાય છે. સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતનાં સાધનો દ્વારા રાજ્યની તેમજ સમગ્ર દેશની પરંપરાઓ અને કલાઓને વિવિધ સ્થળોએ જોડવામાં આવી રહી છે. ભગવાન રામના ભજનો સર્વત્ર સંભળાઈ રહ્યા છે. સોમવારે સાંજે ભવ્ય રોશની ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. એવું લાગે છે કે જાણે આખું સ્વર્ગ રઘુનંદનને નમસ્કાર કરવા પૃથ્વી પર આવી ગયું છે. જાન્યુઆરીમાં જ દિવાળીનો માહોલ જામી ગયો છે. શબરીના, કેવટના, પીડિત અને સૌના શ્રી રામ આવી રહ્યા છે.

  • 22 Jan 2024 06:56 AM (IST)

    Ayodhya Ram Mandir Live : સીએમ યોગીએ કહ્યું- આખો દેશ 'રામમય' બની ગયો

    રામ લલ્લાના અભિષેક પહેલા, યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અદ્ભુત, અવિસ્મરણીય, અલૌકિક ક્ષણ! આજે આદરણીય વડાપ્રધાન પીએમ મોદીની પ્રતિષ્ઠિત હાજરીમાં, શ્રી અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામ લલ્લાની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની પવિત્ર જન્મભૂમિ. અભિષેકની વિધિ પૂર્ણ થવામાં છે. આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અસંખ્ય રામ ભક્તોની રાહ પૂર્ણ થવા જઈ રહી છે. શ્રદ્ધા અને ભક્તિના મહાસાગરમાં ડૂબીને આખો દેશ 'રામમય' બની ગયો છે. જય શ્રી રામ!.

  • 22 Jan 2024 06:54 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠાને જોતા આગ્રા-નોઈડામાં એલર્ટ

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આગ્રા પોલીસ અહીં એલર્ટ પર છે. આ કારણે ડેપ્યુટી પોલીસ કમિશનર (શહેર) સૂરજ કુમાર રાયે આગરા કેન્ટ રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બીજી તરફ નોઈડામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં નોઈડા-ગ્રેટર નોઈડામાં સુરક્ષા માટે 4000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  • 22 Jan 2024 06:48 AM (IST)

    Ayodhya Ram Mandir Live : મંગલ ધ્વનિમાં દેશભરમાંથી 50 પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે

    અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લગભગ બે કલાક સુધી સાંભળવામાં આવનારા દિવ્ય મંગલ ધ્વનિમાં દેશભરમાંથી 50 પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. અયોધ્યાના પ્રસિદ્ધ કવિ યતીન્દ્ર મિશ્રા દ્વારા આયોજિત આ ભવ્ય સંગીત પ્રસ્તુતિને નવી દિલ્હીની સંગીત નાટક એકેડમી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર આ સંગીતમય પ્રસ્તુતિ સવારે 10 વાગ્યે શરૂ થશે.

  • 22 Jan 2024 06:45 AM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા આવનારા લોકો માટે લખનઉમાં તૈયારીઓ પૂર્ણ

    યુપી: લખનઉના ડીએમ સૂર્ય પાલ ગંગવારે અયોધ્યાના રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલાની વ્યવસ્થાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું, “અયોધ્યામાં સમારોહ માટે આવનારા લોકો માટે અહીં લખનઉમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 06:42 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા જનકપુર રોશનીથી ઝળહળી ઉઠ્યું

    અયોધ્યામાં રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા જનકપુર આજે રોશનીથી ઝગમગી ઉઠ્યું.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 06:40 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે મંદિરનું પરિસર

    મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી અને બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશામાં છે. મંદિરનું આખું માળખું ત્રણ માળનું હશે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ પૂર્વ દિશામાંથી 32 પગથિયાં ચઢવા પડશે. પરંપરાગત નાગર શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે.

  • 22 Jan 2024 06:29 AM (IST)

    Ayodhya Ram Mandir Live : 60 દેશોમાં રામ મંદિરની થશે ઉજવણી

    આ પ્રસંગે દેશ-વિદેશમાં વિશેષ ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. વોશિંગ્ટન ડીસીથી લઈને પેરિસ અને સિડની સુધી વિશ્વના વિવિધ ભાગોમાં આજે કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અથવા 60 દેશોમાં હિન્દુ પ્રવાસી સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે.

  • 22 Jan 2024 06:28 AM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા અયોધ્યાને શણગારી દુલ્હનની જેમ

    રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા રામજન્મભૂમિ પરિસરને રોશનીથી અને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

    (Credit Source : @ANI)

  • 22 Jan 2024 06:22 AM (IST)

    Ayodhya Ram Mandir Live : CM ભૂપેન્દ્રભાઈ પટેલ શીલજ ગામ ખાતે નિહાળશે જીવંત પ્રસારણ

    આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી અયોધ્યા રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું છે. તેના અંતર્ગત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ શીલજ ગામ ખાતે અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે.

  • 22 Jan 2024 04:00 AM (IST)

    ક્યાંક રામ કથા ગુંજી રહી છે તો ક્યાંક થઈ રહ્યું છે અભિવાદન

    માત્ર થોડા કલાકોની રાહ જોયા બાદ હવે રામલલા સમગ્ર દેશ અને દુનિયાના રામ ભક્તોને ભવ્ય દર્શન આપવા જઈ રહ્યા છે. સોમવારે સવારે લગભગ 12.30 કલાકે લાઈવ ટેલિકાસ્ટ દ્વારા રામલલાના દર્શનનો લાભ ભક્તોને મળશે. આ પ્રસંગે સમગ્ર અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. રવિવારથી અનેક વીવીઆઈપી અયોધ્યા પહોંચવા લાગ્યા છે.

  • 22 Jan 2024 03:00 AM (IST)

    ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન 10 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા હતા

    22 જાન્યુઆરી 2024ના રોજ એ દિવસ આવી ગયો છે જ્યારે રામજી ફરી એકવાર અયોધ્યામાં પોતાના સિંહાસન પર બિરાજશે. જાણવું જરૂરી છે કે રામ ભગવાન વનવાસ દરમિયાન 10 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા હતા

  • 22 Jan 2024 02:00 AM (IST)

    રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સાથે 500 વર્ષની રાહનો આજે અંત

    અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 10 વાગ્યે 'મંગલ ધ્વનિ' ના ભવ્ય વગાડવામાં આવશે. સોમવારે બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂર્ણ થશે. રામલલાના જીવન પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં થશે. આ પ્રસંગે પીએમ મોદી અને અન્ય પ્રતિષ્ઠિત લોકો હાજર રહેશે.

  • 22 Jan 2024 01:00 AM (IST)

    અયોધ્યામાં સેલિબ્રિટીના આગમનની શરૂઆત

    અયોધ્યામાં સેલિબ્રિટીના આગમનની શરૂઆત, અનેક મોટી હસ્તીઓ પહોંચી અયોધ્યા

  • 21 Jan 2024 11:59 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા મોરેશિયસના PM

    22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહની વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ ભગવાન રામના પરત ફરવા પર આનંદપૂર્વક ઉજવણી કરવાનું આહ્વાન કર્યું છે.

  • 21 Jan 2024 11:15 PM (IST)

    મોરેશિયસના પીએમ પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા ભગવાન રામના આશીર્વાદ બન્યા રહે

    અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોરેશિયસના પીએમએ કહ્યું છે કે ભગવાન રામના આશીર્વાદ અને ઉપદેશો બન્યા રહે.

  • 21 Jan 2024 10:54 PM (IST)

    અભિષેક પહેલા સીએમ યોગી રામનગર પહોંચ્યા અને સેલ્ફી લીધી.

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા સંપૂર્ણપણે અલૌકિક, અદ્ભુત દેખાઈ રહી છે. લતા ચોકથી રામમંદિર સુધી ભવ્ય રીતે શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ આકૃતિઓ પણ બનાવવામાં આવી છે. આ સિવાય અયોધ્યામાં રેતીના શિલ્પો પર રામકથાના કાર્યો કોતરવામાં આવ્યા હતા, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રેતી શિલ્પ કલાકાર પદ્મશ્રી સુદર્શન પટનાયકે આ શ્રેષ્ઠ કૃતિ તૈયાર કરી છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા રવિવારે રાત્રે રેતી શિલ્પ કલાકારને આ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અયોધ્યા આવનાર દરેક વ્યક્તિ આ માસ્ટરપીસ જોઈ રહ્યો છે, તેમાંથી એક સીએમ યોગી હતા. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા પહોંચી ગયા હતા. સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ સીએમ યોગી રેતી પર બનેલી આ આકૃતિ જોવા પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં સેલ્ફી પણ લીધી હતી.

  • 21 Jan 2024 10:25 PM (IST)

    22 જાન્યુઆરીએ અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ

    • 10:25 AM: અયોધ્યા એરપોર્ટ પર આગમન
    • 10:45 AM: અયોધ્યા હેલિપેડ પર આગમન
    • 10:55 AM: રામ જન્મભૂમિ સ્થળ પર આગમન.
    • સવારે 11 થી 12: Reserved
    • 12:05-12:55 PM: 'પ્રાણ પ્રતિષ્ઠા' વિધિ શરૂ
    • 12:55 PM: PM મોદી ઉદ્ઘાટન સમારોહ સ્થળથી રવાના થશે.
    • બપોરે 1 વાગ્યે: ​​જાહેર સમારંભમાં આગમન
    • બપોરે 1 થી 2: પીએમ મોદી અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે
    • 2:10 PM: કુબેર ટીલાની મુલાકાત

    22 જાન્યુઆરીના રોજ અભિષેક સમારોહ પહેલા, પીએમ મોદી સમગ્ર ભારતમાં ઘણા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. અગાઉના દિવસે, તેમણે તમિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી અને રામનાથસ્વામી મંદિરોની મુલાકાત લીધી હતી અને રામેશ્વરમ 'અંગી તીર્થ' બીચ પર ડૂબકી લગાવી હતી.

  • 21 Jan 2024 09:58 PM (IST)

    આવતીકાલે ફરીથી ઉજવાશે દિવાળી

    મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 500 વર્ષ પછી આપણે એ દિવસ જોઈ રહ્યા છીએ જ્યારે રામ લલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. અમે બધા ખુશ છીએ, દિવાળી ફરીથી ઉજવવામાં આવશે. આવતીકાલે ઓરછામાં ભગવાન રામની પૂજા કરીશું.

  • 21 Jan 2024 07:57 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિર રંગબિરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું

    અયોધ્યામાં આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ પહેલા અયોધ્યાના રામ મંદિર રંગબિરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે.

  • 21 Jan 2024 07:29 PM (IST)

    સીએમ યોગીએ રામ કથા પાર્કની બહાર લીધી સેલ્ફી

    ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યાના રામ કથા પાર્કમાં ભગવાન રામ અને રામ મંદિરને દર્શાવતી રેતીના શિલ્પ સાથે સેલ્ફી લે છે.

  • 21 Jan 2024 06:55 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સરયુ ઘાટ ખાતે સંધ્યાની આરતી યોજાઈ

    સરયુ ઘાટ ખાતે રવિવારે સાંજે વિધિ-વિધાન સાથે સાંજની આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ઘાટ પર ઘણા ભક્તો અને પ્રવાસીઓ હાજર હતા.

  • 21 Jan 2024 06:53 PM (IST)

    સુપરસ્ટાર રજનીકાંત અયોધ્યા પહોંચ્યા

    આવતીકાલે રામ લલ્લાના અભિષેક સમારોહ માટે અયોધ્યામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અન્ય VIP લોકોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં સુપરસ્ટાર રજનીકાંત ગઈકાલે મૃત્યુ પહેલા અયોધ્યાની એક હોટલમાં પહોંચ્યા હતા.

  • 21 Jan 2024 06:34 PM (IST)

    રામલલ્લાના દરબારમાં દેશની પ્રથમ ભીષ્મ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી

    રામલલ્લાના દરબારમાં દેશની પ્રથમ ભીષ્મ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. તે વિશ્વમાં અનન્ય છે જે એક સાથે 200 થી વધુ ગંભીર દર્દીઓની સંભાળ લઈ શકે છે. આ સ્વદેશી હોસ્પિટલ, જે ફક્ત 70 કોચમાં આવે છે, તેને આરોગ્ય મૈત્રી હેઠળ અન્ય દેશોને મદદ કરવા માટે ભારત દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવી છે. ભારતે અત્યાર સુધી આ હોસ્પિટલ શ્રીલંકા અને મ્યાનમારને આપી છે.

  • 21 Jan 2024 06:09 PM (IST)

    અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે કહ્યું- પીએમ મોદી આજના યુધિષ્ઠિર છે

    અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે મને વિશ્વાસ છે કે 'રામ રાજ્ય'ની સ્થાપના થશે..પીએમ મોદી આજના સમયમાં યુધિષ્ઠિર છે.. તેમણે જે કહ્યું તે કર્યું છે. આ પીએમ મોદીની ગેરંટી છે.

  • 21 Jan 2024 05:43 PM (IST)

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા રજનીકાંત લખનૌ એરપોર્ટ પહોંચ્યા

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા રજનીકાંત લખનૌ એરપોર્ટ પહોંચ્યા

  • 21 Jan 2024 04:47 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે AIIMSમાં OPD સેવા ચાલુ રહેશે

    રામ મંદિરનું ઉદ્ઘાટન અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સોમવાર, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાની છે. આ અવસર પર દેશના ઘણા રાજ્યોમાં સરકારી રજા જાહેર કરવામાં આવી છે. AIIMSએ તેના એક આદેશમાં પહેલા હોસ્પિટલની OPD અડધા દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

  • 21 Jan 2024 04:29 PM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ પહેલા અયોધ્યામાં પ્રેસ કોન્ફરન્સ

    યોગ ગુરુ રામદેવ અને અન્ય સાધુઓએ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે આજે સર્વત્ર 'રામ મે' વાતાવરણ છે.. મર્યાદા પુરુષોત્તમ રામની ગરિમા, આદર્શો અને બલિદાન સમગ્ર વિશ્વ માટે આદર્શ અને પૂજનીય છે. અમને પ્રાણ પ્રતિષ્ઠા જોવાની તક મળી રહી છે.

  • 21 Jan 2024 04:17 PM (IST)

    માત્ર દેશ જ નથી આખું વિશ્વ આ ક્ષણની રાહ જુએ છે- ગાયક શંકર મહાદેવન

    ગાયક-સંગીતકાર શંકર મહાદેવન દ્વારા રામ મંદિરની સ્થાપના પર જણાવ્યું હતું કે, "સિર્ફ દેશ પણ સંપૂર્ણ વિશ્વમાં આ પલ કા બેસબ્રીથી રાહ જોઈ રહ્યું છે. અનુભવી રહ્યા છીએ."

     

  • 21 Jan 2024 03:55 PM (IST)

    'આવતી કાલ દરેક ભારતીય માટે ખાસ દિવસ છે'- ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્ન

    ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને કહ્યું, "આવતી કાલ દરેક ભારતીય માટે ખાસ દિવસ છે, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય... આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરેક ભારતીય માટે એક ખાસ પ્રસંગ છે. તે માત્ર રામ મંદિર જ નથી, તે એક છે. સ્વાભિમાનનું મંદિર.

  • 21 Jan 2024 03:49 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં અચાનક ચેકિંગ વધારાયું

    જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં અચાનક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

  • 21 Jan 2024 03:26 PM (IST)

    કોંગ્રેસ નેતા જયરામ રમેશનો દાવો - જુમુગુરિહાટમાં ટોળાએ કાર પર હુમલો કર્યો

    ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ રહેલા કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે કેટલાક લોકોએ તેમની કાર પર હુમલો કર્યો અને વિન્ડશિલ્ડ પર લાગેલું યાત્રાનું સ્ટીકર પણ ફાડી નાખ્યું. આ સાથે લોકો તરફ નારા પણ લગાવવામાં આવ્યા હતા. જો કે, અમે અમારું સંયમ જાળવી રાખ્યું અને ઝડપથી આગળ વધ્યા.

  • 21 Jan 2024 03:21 PM (IST)

    જગદગુરુ પરમહંસ આચાર્યએ રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુગલ સમ્રાટ બાબરના પૂતળાનું દહન કર્યું

    જગદગુરુ પરમહંસ આચાર્યએ રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુગલ સમ્રાટ બાબરના પૂતળાનું દહન કર્યું. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો પાસેથી માંગણી કરવામાં આવી છે કે દેશમાં ક્યાંય પણ આક્રમણખોરોના નામનો ઉલ્લેખ ન કરવો જોઈએ.

  • 21 Jan 2024 03:04 PM (IST)

    ભગવાન રામ વિરાજમાન થાયની આખી દુનિયા રાહ જોઈ રહી છે-પુષ્કર ધામી

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રાણ પ્રતિષ્ઠા પર કહ્યું કે રામ આખી દુનિયામાં છે. દેશમાં ફરી આ રામ યુગ આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણને આ દિવસો જોવા મળી રહ્યા છે. આખી દુનિયા ભગવાન રામ આવતીકાલે આરોહણ માટે રાહ જોઈ રહી છે. હવે આ રાહનો અંત આવી રહ્યો છે.

  • 21 Jan 2024 02:32 PM (IST)

    Ayodhya Ram Mandir Live : મંદિરની કિંમત કરોડોમાં, બાંધકામ અને ડિઝાઈનમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ કરી છે મદદ

    આ સમારોહનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ ભવ્ય રામ મંદિર બનાવવા માટે અંદાજિત 1,800 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું હોવાનું અનુમાન છે. રામ મંદિરનું બાંધકામ અને ડિઝાઈન લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની ટેકનિકલ સહાયથી કરવામાં આવી રહી છે.

  • 21 Jan 2024 02:28 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામલલ્લાની મૂર્તિ બનાવી છે અરૂણ યોગીરાજે, કામ દરમિયાન ફોનને હાથ પણ નથી લગાવ્યો

    અયોધ્યામાં રામ મંદિર માટે અરુણ યોગીરાજની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. યોગીરાજ 37 વર્ષના છે. તેઓ મૈસૂર મહેલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. તેઓ અગિયાર વર્ષની ઉંમરથી શિલ્પ બનાવે છે.

    ફોનને હાથ પણ નથી લગાવ્યો

    યોગીરાજની પ્રતિમા બની ત્યાં સુધી બહારની દુનિયા ભૂલી ગયા હતા. પરિવાર સાથે વાત પણ કરી નથી. તેના બાળકો અને પત્ની સાથે પણ વાત કરી ન હતી. તેણે કેટલાય મહિનાઓ સુધી ફોનને હાથ પણ નથી લગાવ્યો. તેમની મહેનત અને એકાગ્રતાથી રામલલ્લાની ખૂબ જ સુંદર પ્રતિમા બનાવવામાં આવી છે. આખી સ્ટોરી અહીં જાણો

  • 21 Jan 2024 02:03 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યામાં કેટલા વીઘામાં બની રહ્યું છે રામ મંદિર?

    રામ મંદિરનો નકશો તૈયાર કરનારા ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાએ દૈનિક ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કુલ જમીન 67 એકર છે. પરંતુ મંદિર માત્ર 2 એકરમાં બનશે. બાકીની 65 એકર જમીન પર રામ મંદિર સંકુલનું વિસ્તરણ કરવામાં આવશે.

  • 21 Jan 2024 01:59 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે થયું?

    રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવ્યું હતું. હાલમાં નિર્માણાધીન મંદિરની જાળવણી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે.

  • 21 Jan 2024 01:56 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યા જમીન વિવાદ કેસમાં પૂર્વ વાદી ઈકબાલ અન્સારીએ કહ્યું- અયોધ્યા આવનાર તમામ લોકોનું સ્વાગત છે

    અયોધ્યા જમીન વિવાદ કેસના પૂર્વ વાદી ઈકબાલ અન્સારીએ કહ્યું કે, અયોધ્યા ધર્મની નગરી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, અયોધ્યામાં આવનારા તમામ લોકોનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે ભગવાન રામ હાજર રહે, લોકો તેમના દર્શન કરે અને તેમની પૂજા કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે. દરેક ધર્મ માનવતાનું પ્રતિક છે. દરેક ધર્મ શીખવે છે કે એકબીજામાં દુશ્મનાવટ ન હોવી જોઈએ, એકબીજામાં સંવાદિતા હોવી જોઈએ.

    (Credit Source : @AHindinews)

  • 21 Jan 2024 01:41 PM (IST)

    Ayodhya Ram Mandir Live : કંગનાએ હનુમાનગઢી મંદિરમાં પૂજા તેમજ સાફ-સફાઈ કરી

    અભિનેત્રી કંગના રનૌતે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પૂજા કરી હતી. કંગના રનૌતે કહ્યું કે, અમે સ્વચ્છતા અભિયાન દ્વારા લોકોને પ્રેરિત કરવા માંગીએ છીએ. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યામાં દરેક જગ્યાએ ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે અને લોકો ભક્તિમાં મગ્ન છે. વિવિધ સ્થળોએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણે આપણે 'દેવ લોક' સુધી પહોંચી ગયા હોય. જેઓ આવવા માંગતા નથી તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી. અત્યારે અયોધ્યામાં આવીને ખૂબ જ સારું લાગે છે. આ મંદિરમાં તેણે સાફ-સફાઈ પણ કરી હતી.

    (Credit Source : @tv9gujarati)

  • 21 Jan 2024 01:28 PM (IST)

    Ayodhya Ram Mandir Live : સમગ્ર જિલ્લામાં 10 હજાર CCTV લગાવાયા

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે સ્પેશિયલ DG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું, "અમે આ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. કાર્યક્રમના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ રહેશે. સમગ્ર જિલ્લામાં લગભગ 10,000 CCTV લગાવવામાં આવ્યા છે. આ વખતે પોલીસ તંત્રમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. એન્ટિ-ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    (Credit Source : @ANI)

  • 21 Jan 2024 01:24 PM (IST)

    Ayodhya Ram Mandir Live : રામ મંદિર સુરક્ષાની જવાબદારી મળી આ કંપનીને

    અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પહેલા રામ મંદિરના સમગ્ર સંકુલમાં સુરક્ષા સેવા પૂરી પાડવાની જવાબદારી, સુવિધા વ્યવસ્થાપન અને રોકડ લોજિસ્ટિક્સ કંપની SIS લિમિટેડને સોંપવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઋતુરાજ સિંહાએ પોતે આની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતા જ કંપનીના શેરોમાં ધમાલ મચી ગઈ હતી. ગઈકાલે બીએસઈ પર તેનો શેર 10 ટકાથી વધુ વધીને 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.

  • 21 Jan 2024 01:04 PM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા દિલ્હીથી અયોધ્યા જતા મુસાફરોએ પ્લેનમાં ગાયા ભજન

    અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સમારોહ માટે દિલ્હીથી અયોધ્યા જતા વિમાનમાં મુસાફરોએ રામ ભજન ગાયા હતા. આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન છે.

    (Credit Source : @AHindinews)

  • 21 Jan 2024 12:56 PM (IST)

    Ayodhya Ram Mandir Live : 51 સ્થળોએ 22,825 વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા

    પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનારા મહેમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અને તેના પછી આવતા લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રામનગરીમાં પાર્કિંગ માટે 51 જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે. આ પાર્કિંગમાં 22,825 વાહનો પાર્ક કરી શકાય છે. કોઈને પાર્કિંગ માટે ભટકવું ન પડે તે માટે ગુગલ મેપ પર પાર્કિંગ સ્પોટ અપલોડ કરવામાં આવ્યા છે.

  • 21 Jan 2024 12:25 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અયોધ્યામાં આજે જાગરણ, મંદિરમાં થશે અઘોર પૂજા

    અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ થવાનો છે, પરંતુ રવિવારે ગર્ભગૃહમાં ખૂબ જ વિશેષ પૂજા થશે. રામલલા મંદિરના પૂજારી પંડિત દુર્ગા પ્રસાદે જણાવ્યું કે આ દિવસે ભગવાનની અનેક પ્રકારના અધિવાસ હશે અને તેની સાથે રામલલ્લાના મંદિરમાં જાગરણ પણ થશે. તેમણે કહ્યું કે, આજે એક ખાસ પ્રકારની અઘોર પૂજા થશે જે ભગવાન શિવ સાથે સંબંધિત હશે.

  • 21 Jan 2024 12:17 PM (IST)

    Ayodhya Ram Mandir Live : અભિનેતા અનુપમ ખેર રામલલ્લાના અભિષેકમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા થયા રવાના

    અભિનેતા અનુપમ ખેર આવતીકાલે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થયા હતા. તેણે કહ્યું, "...મારા મનમાં ઘણી બધી લાગણીઓ છે. ઘણા વર્ષોથી અમે આ શુભ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને આવતીકાલે તે દિવસ આવશે."

    (Credit Source : @AHindinews)

  • 21 Jan 2024 11:53 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કારસેવકપુરમને ફૂલોનો શણગાર

    (Credit Source : @AHindinews)

  • 21 Jan 2024 11:51 AM (IST)

    Ayodhya Ram Mandir Live : પ્રાણ પ્રતિષ્ઠાને નજરમાં રાખીને આસામમાં કાલે ડ્રાઈ ડે

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને આવતીકાલે આસામમાં ડ્રાય ડે રહેશે. રેસ્ટોરન્ટ પણ આ સૂચનાનું પાલન કરશે. બપોરના 2 વાગ્યા સુધી કોઈ પણ રેસ્ટોરન્ટમાં નોન-વેજ ફૂડ પીરસવામાં આવશે નહીં અને માંસ કે માછલીની દુકાનો 4 વાગ્યા પહેલા ખુલશે નહીં.

    (Credit Source : @AHindinews)

  • 21 Jan 2024 11:47 AM (IST)

    Ayodhya Ram Mandir Live : 10 વાગ્યાથી 'મંગલ ધ્વનિ'નું ભવ્ય વાદન

    અયોધ્યાની શ્રી રામ જન્મભૂમિ ખાતે ભક્તિભાવથી ભરપૂર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સવારે 10 વાગ્યાથી મંગલ ધ્વનિનું વાદન વગાડવામાં આવશે. વિવિધ રાજ્યોમાંથી 50 થી વધુ મનમોહક સંગીતનાં સાધનો લગભગ 2 કલાક સુધી આ શુભ પ્રસંગના સાક્ષી બનશે. અયોધ્યાના યતીન્દ્ર મિશ્રા આ ભવ્ય મંગલ વદનના ડિઝાઇનર અને આયોજક છે, જેમાં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીએ સહયોગ આપ્યો છે.

Published On - Jan 21,2024 11:43 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">