AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram navami 2025 :કોણ હતી શબરી, જેના એંઠા બોર રામને લાગ્યા મીઠા ? વાંચો પૌરાણિક કથા

અયોધ્યાનો એ દિવસ હતો જ્યારે ઘરે ઘરે લોકોનાં મનમાં હરખ સમાતો નહોતો, કાણકે 'રામ' આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા, અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઇ હતી. આજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાનની કથાની, રામાયણનું નાનકડું પાત્ર શબરી, આપણે બધાએ સબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતા ? આવો જાણીએ આ પૌરાણિક કથા.

Ram navami 2025 :કોણ હતી શબરી, જેના એંઠા બોર રામને લાગ્યા મીઠા ? વાંચો પૌરાણિક કથા
Shabri, shri Ram
| Updated on: Apr 04, 2025 | 10:10 AM
Share

અયોધ્યાનો એ દિવસ હતો, જ્યારે ઘરે ઘરે લોકોનાં મનમાં હરખ સમાતો નહોતો, કારણકે ‘રામ’ આવવાના હતા. લોકોએ રસ્તા શણગાર્યા હતા, ઘરે ઘરે દિવા પ્રગટાવ્યા હતા, અને ઘરે ઘરે પ્રગટતી આ જ્યોત દિવાળી બની ગઇ હતી. આજે આપણે વાત કરવી છે રામના વનવાસ દરમિયાનની કથાની, રામાયણનું નાનકડું પાત્ર શબરી, આપણે બધાએ સબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતી ? આવો જાણીએ આ પૌરાણિક કથા.  રામાયણનું નાનકડું પાત્ર છે શબરી, આપણે બધાએ શબરીના એંઠા બોર વિશે અનેક કથા સાંભળી જ હશે પરંતું શું તમને ખબર છે શબરી કોણ હતી ? આવો જાણીએ આ પૌરાણિક કથા.

શબરી રામ ભક્ત હતી.શબરીનું સાચું નામ “શ્રમણા” હતું. તે ભીલ સમાજની શબર જાતિની હતી, તેથી જ પાછળથી તેનું નામ શબરી પડ્યું. તેના પિતા ભીલોના વડા હતા, તેમણે શ્રમણાના લગ્ન ભીલ જાતીના એક યુવાન સાથે નક્કિ કર્યા. પરંપરા મુજબ, લગ્ન પહેલા કેટલાંક પ્રાણીઓ બલિદાન માટે લાવવામાં આવ્યા.જેને જોઈને શ્રમણાનું મન ડઘાઈ ગયું કે, આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીઓની હત્યા થાય છે. આ જ કારણોસર શબરી તેના લગ્નના એક દિવસ પહેલા ભાગી ગઈ અને દંડકારણ્ય જંગલમાં પહોંચી.

તે સમયે માતંગ ઋષિ દંડકારણ્યમાં તપસ્યા કરતા હતા. શ્રમણા તેની સેવા કરવા માંગતી હતી પરંતુ તે ભીલ જ્ઞાતિની હતી જેના કારણે તેને લાગ્યું કે તેને સેવા કરવાની તક નહીં મળે, પરંતુ તેમ છતાં તે ચુપચાપ વહેલી સવારે ઉઠીને રસ્તામાંથી તમામ કાંકરા અને કાંટા દુર કરી રસ્તો સફાઇ કરતી. નદી થી આશ્રમ સુધીનો આ રસ્તો તે રોજ સાફ કરતી.

એક દિવસ જ્યારે શબરી આ કામ કરી રહી હતી ત્યારે માતંગ ઋષિએ તેને જોઇ. શબરીની સેવાની ભાવનાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા. તેણે પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો. શબરી ત્યાં રહેવા લાગી. એક દિવસ જ્યારે ઋષિ માતંગને લાગ્યું કે તેમનો અંતિમ સમય નજીક છે, ત્યારે ઋષિએ શબરીને તેમના આશ્રમમાં ભગવાન શ્રી રામની રાહ જોવા કહ્યું. તે ચોક્કસ એક દિવસ તેમને મળવા આવશે. માતંગ ઋષિના મૃત્યુ પછી, શબરીએ ભગવાન રામની રાહ જોવામાં સમય પસાર કરવાનું શરૂ કર્યું. રામની રાહ જોતી શબરી રોજ તેના આશ્રમને ખૂબ જ સ્વચ્છ રાખતી અને દરરોજ ભગવાન રામ માટે મીઠા બોર તોડી લાવતી. એક પણ બોર ખાટો તો નથીને તેની ખાતરી કરવા માટે એ બધા જ બોર ચાખતી.આમ કરતાં કરતાં ઘણાં વર્ષો વીતી ગયા.

એક દિવસ શબરીને ખબર પડી કે બે સુંદર યુવકો તેને શોધી રહ્યા છે, તે સમજી ગઈ કે તેના ભગવાન રામ આવ્યા છે. ત્યાર સુધીમાં તેનું શરીર ઘણું વૃદ્ધ થઈ ચૂક્યું હતું પરંતુ તેના ભગવાન રામના આગમનના સમાચાર સાંભળતા જ તે ઉત્સાહી થઈ ગઈ અને તે દોડીને પોતાના ભગવાન રામ પાસે ગઈ અને તેને ઘરે લઈ આવી અને તેના પગ ધોઈને બેસાડ્યા. આ પછી, તેણે રામને જાતે તોડેલા પોતે ચાખેલા બોર આપ્યા, ભગવાન રામે પણ બધા બોર પ્રેમથી ખાધા, જોકે ભાઇ લક્ષ્મણને એંઠા બોર ખાવામાં થોડો સંકોચ થયો પરંતુ રામ શબરીની ભક્તિ જોઇ ખુબ ખુશ થાય.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">