પ્રજાસત્તાક દિવસની પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બની આ મંત્રાલયની ઝાંખી, જોવા મળ્યો AIનો દમ
આ વર્ષની પરેડના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન છે. ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસના કુલ 1,132 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષની પરેડના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન છે. ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસના કુલ 1,132 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં દર વખતની જેમ અંતમાં તમામ રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આકર્ષણનું કેન્દ્ર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ઝાંખી હતી. આ વખતે, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયે એઆઈના સારા ઉપયોગ તરફ ધ્યાન દોરવા માટે કર્તવ્ય પથ પર એક ટેબ્લો બહાર પાડ્યો હતો, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ભવિષ્યમાં એઆઈનો વધુ સારો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.
#WATCH via ANI Multimedia | LIVE: 75th Republic Day Celebration | Live Parade From Kartavya Path | 26 January | Emmanuel Macron#26january #republicday #republicdayparadehttps://t.co/r6N7kJu0WW
— ANI (@ANI) January 26, 2024
AI આધારિત ટેબ્લોમાં શું ખાસ હતું?
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સામાજિક સશક્તિકરણ દર્શાવતી AI પર આધારિત એક ઝાંખી પ્રદર્શિત કરી છે. 2035 સુધીમાં AIમાંથી $967 બિલિયન જોડવાનું લક્ષ્ય છે. AIનો ઉપયોગ આરોગ્ય, લોજિસ્ટિક્સ અને શિક્ષણમાં થવાનો છે. ઇલેક્ટ્રિક સ્કૂટર અને ગેજેટ્સના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ. ટેબ્લોમાં મહિલા રોબોટનું 3-ડી મોડલ બતાવવામાં આવ્યું હતું.