14 દિવસ બાદ જ્યારે પ્રજ્ઞાન – વિક્રમ થઈ જશે શાંત, ત્યારે ચંદ્રયાન-3નું આ છુપુ રુસ્તમ લાગી જશે કામે, જાણો શું છે તે અને કેવી રીતે કરશે કામ?
ચંદ્રયાન-3 ચંદ્ર પર 14 દિવસ પૂરા કરવા જઈ રહ્યું છે, ત્યારબાદ વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ આ મિશનમાં એક પેલોડ પણ છે જે પછીથી પણ કામ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, વિક્રમ લેન્ડર સાથે ચંદ્રની સપાટી પર જે ચોથો પેલોડ ગયો છે ત્યારે વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું બંધ કરી દે તે પછી, આ પેલોડનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યાંથી આગળની કામગીરી શરૂ થશે. ત્યારે શું છે આ પેલોડ કેવી રીતે કરશે કામ જાણો અહીં.
Chandrayaan-3: ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને 10 દિવસ થઈ ગયા છે અને હવે એક રીતે જોઈએ તો વિક્રમ અને પ્રજ્ઞાનનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ મિશન પ્રજ્ઞાન અને વિક્રમ 14 દિવસ કામ કરશે પછી તેમની કામગીરી અટકી જશે.ત્યારે સવાલ એ છે કે શું ચંદ્રયાન-3નું મિશન 14 દિવસ પછી ખતમ થશે?
14 દિવસ પછી શું ?
જો આપણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જોઈએ, તો તેઓ ભલે કામ કરવાનું બંધ કરી દે પરંતુ તેની સાથે એક યંત્ર મોકલમાં આવ્યું જે યંત્ર (પેલોડ) જે ચંદ્રયાન-3 સાથે ગયો છે, જેનું નામ LRA છે,જ્યારે વિક્રમ અને પ્રજ્ઞાન 14 દિવસ પછી કામ બંધ કરશે ત્યારે LRA તેનું કામ શરૂ કરશે. સમજો કે આ LRA શું છે અને તે ચંદ્રયાન-3ના મિશનને કેવી રીતે આગળ વધારશે.
મીડિયા રિપોર્ટ મુજબ, વિક્રમ લેન્ડર સાથે ચંદ્રની સપાટી પર જે ચોથો પેલોડ ગયો છે તે નાસા દ્વારા વિકસિત લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે (LRA) છે, વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું બંધ કરી દે તે પછી, આ પેલોડનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યાંથી આગળની કામગીરી શરૂ થશે.
વિક્રમ લેન્ડર તેની સાથે કુલ ચાર પેલોડ્સ લઈને ગયા છે, જેમાં રંભા, ચેસ્ટે અને ઈલ્સાનો સમાવેશ થાય છે, જે ISRO દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તે ઉતરણ પછીથી કાર્યરત છે. પરંતુ નાસાના સ્પેસ ફ્લાઈટ સેન્ટર દ્વારા LRA બનાવવામાં આવ્યું છે. આ પેલોડનું મુખ્ય કાર્ય લેન્ડરના સ્થાનને ટ્રેક કરવાનું રહેશે, જે ઓર્બિટરના સંપર્કમાં રહશે. આ એક પ્રકારની લેસર લાઇટ છે જે ઓર્બિટરના સંપર્કમાં આવ્યા પછી કામ કરે છે અને તેની લોકેશન શેર કરે છે.
વિક્રમ લેન્ડર પર આ રીતે LRA ઇન્સ્ટોલ થાય છે
નાસાએ આ પેલોડને એવી રીતે તૈયાર કર્યો છે કે જ્યાં સુધી વિક્રમ અને પ્રજ્ઞાન કાર્યર રહશે ત્યાં સુધી LRA કામ નહીં કરે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે તેનાથી બંનેના કામ પર અસર ન પડે. નાસાનું આ LRA લાંબા સમય સુધી કામ કરશે અને ભવિષ્યના મિશન માટે અસરકારક સાબિત થશે. ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ LRA વિક્રમ લેન્ડરની બિલકુલ ઉપર હોય છે.
ચંદ્રયાન-3એ અત્યાર સુધી શું મેળવ્યું ?
જો આપણે ચંદ્રયાન-3 વિશે વાત કરીએ તો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સતત અનેક પ્રકારના સંશોધનમાં લાગેલા છે. ચંદ્રના આ ભાગમાં અત્યાર સુધીમાં ઓક્સિજન સહિત 8 તત્વો મળી આવ્યા છે, તાપમાનમાં કેટલો તફાવત છે તે જાણવા મળ્યું છે અને એટલું જ નહીં, ચંદ્ર પર એક મોટો ભૂકંપ પણ અનુભવાયો છે, આ જ કારણ છે કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દુનિયા ઈસરોના આ મિશનને મોટી સફળતા ગણાવી રહી છે.