મહારાષ્ટ્રના મહાપરિણામોએ સાબિત કરી દીધું છે કે જે એકજૂથ છે, તે જ વિજય માટે હકદાર છે. ભાજપે આ વખતે કોંકણ અને વિદર્ભમાં તાકાત વધારી છે. તો શરદ પવારના ગઢમાં પણ ગાબડું પાડ્યું. મહાયુતિનો આ મહાવિજય છે. જો કે બીજી તરફ નવા મુખ્યપ્રધાન કોન તે મુદ્દે પણ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.
ભાજપ મહારાષ્ટ્રના પરિણામોમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. જે બાદ દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ પદની રેસમાં આગળ ચાલી રહ્યું છે, બીજી તરફ એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માટે સંપૂર્ણ રીતે મક્કમ છે. અજિત પવાર ગ્રુપ પણ રાજકીય સત્તા માટે તલપાપડ છે. હવે જે રીતે ગઠબંધનના પક્ષે પોતપોતાના નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે મહાગઠબંધનમાં મુખ્યમંત્રી કોણ બનશે તે નિર્ણય લેવો સરળ નથી.
આટલો જંગી જનાદેશ મળ્યા બાદ પણ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને હજુ પણ સસ્પેન્સ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે, પરંતુ અંતિમ મંજૂરી મેળવવી સરળ નથી. જ્યારે એકનાથ શિંદે સીએમ પદ પર મક્કમ છે, ત્યારે અજિત પવાર કેમ્પ પણ રાજકીય સત્તા માટે તલપાપડ છે. શિવસેના અને એનસીપી બંને કેમ્પ સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે.
પરિણામોની જાહેરાત બાદથી મુંબઈથી દિલ્હી સુધી ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓની અલગ-અલગ બેઠકો ચાલી રહી છે. આ સાથે મુખ્યમંત્રી પદ માટે દબાણ ઉભું કરવાની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. NCP ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી. શિવસેનાના ધારાસભ્યોએ એકનાથ શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા અને પાર્ટીના નેતા પ્રતાપ સરનાયકે કહ્યું કે તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બને.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેનું કહેવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ મંગળવાર 26 નવેમ્બરે મધ્યરાત્રિએ 12 વાગ્યે સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલા સરકાર બનાવવી પડશે. ત્રણેય પક્ષો સાથે મળીને સીએમ પદને લઈને નિર્ણય લેશે અને અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું. એનસીપી અને શિવસેના બંને ભાજપના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે જેથી સરકાર રચી શકાય. ભાજપના બંને સાથી પક્ષોએ જે રીતે પોતપોતાના નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે મહાગઠબંધનમાં સત્તા સંભાળવાનો નિર્ણય સરળ નથી.
મહાયુતિએ વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. ભાજપે 132 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો પર જીત મેળવી છે. આ સિવાય અપક્ષો અને નાના પક્ષોની સાથે મહાયુતિ પાસે 236 ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 89 ટકા, શિવસેનાનો 72 ટકા અને એનસીપીનો 77 ટકા હતો. આટલો મોટો જનાદેશ મળ્યા પછી પણ ભાજપ કોઈ નિર્ણય પર પહોંચી શકી નથી. રાજ્યની જનતા પોતાના મુખ્યમંત્રીની રાહ જોઈ રહી છે. મહારાષ્ટ્રના નવા સીએમ કોણ હશે તેના પર પણ લોકોની નજર છે.
આજે મુંબઈમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં પક્ષના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આ પછી જ ભાજપ શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે બેઠક કરશે અને સરકાર બનાવવાનો નિર્ણય કરશે. રાજકીય અને આર્થિક બંને દૃષ્ટિકોણથી મહારાષ્ટ્ર મહત્ત્વનું રાજ્ય છે. આવી સ્થિતિમાં ભાજપ તેને પોતાના મુખ્યમંત્રી બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે, કારણ કે 2019માં સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેને નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે ભાજપ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ સીટો જીતવામાં સફળ રહ્યું છે, જેના કારણે સીએમ પદ પર તેનો દાવો સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપના શાનદાર પ્રદર્શનનો શ્રેય ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ 2014માં મુખ્યમંત્રી બન્યા અને પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. 2019 માં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ ચાર દિવસ પછી રાજીનામું આપવું પડ્યું. આ વખતે, ફડણવીસે 2024ની લોકસભા ચૂંટણીમાં હાર પછી પાંચ મહિનામાં મહારાષ્ટ્રની ચૂંટણીની કિસ્મત જે રીતે બદલાઈ છે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી ફડણવીસ સીએમ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા એકનાથ શિંદે પોતાને સીએમ પદની રેસમાંથી દૂર રાખતા હતા. ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે આ વખતે તેઓ સીએમની રેસમાં નથી, પરંતુ પરિણામોમાં સારી સીટો મળ્યા બાદ હવે તેઓ ફરીથી પોતાની જાતને રેસમાં રાખી રહ્યા છે. જે રીતે સીએમ એકનાથ શિંદે ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે સામે શિવસેનાની વાસ્તવિક લડાઈ જીતવામાં સફળ રહ્યા છે, ત્યાર બાદ તેમના