Mumbai Rain: મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

|

Jul 06, 2022 | 10:39 AM

મુંબઈમાં વરસેલા ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ છે. રેલવે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે.

Mumbai Rain: મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
Heavy rain forecast in Mumbai

Follow us on

મુંબઈગરાઓને હજુ પણ વરસાદથી રાહત મળવાની નથી. મંગળવારે સવારે મુંબઈ (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદની (Heavy rainfall) આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. મંગળવારે મુંબઈ શહેરમાં 95.81 મીમી વરસાદ નોંધાયો હતો. જુલાઈ મહિનાના પાંચ દિવસમાં સરેરાશ જુલાઈના 69.41 ટકા (594 mm) વરસાદ (855.7 mm) નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદને કારણે ખરાબ હાલત છે. IMDએ કહ્યું કે, આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે. મુંબઈમાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ છે. રેલવે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે.

Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

પિકનિક માટે ગયેલો યુવક ડૂબી ગયો

દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે ભારે વરસાદ વચ્ચે મુંબઈના દહિસર પૂર્વ વિસ્તારના બોરીવલી ઉપનગરમાં ગોરાઈના સાત યુવકોનું એક જૂથ વૈશાલી નગરમાં પિકનિક માટે ગયું હતું. આ દરમિયાન ખાણમાં ભરાયેલા પાણીમાં બે યુવકો ડૂબી ગયા હતા. યુવકો ડૂબ્યાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમે એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, ખાણમાંથી જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ શેખર પપ્પુ વિશ્વકર્મા (19) તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં લઈ જવા પર તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

IMD એ 7-8 જુલાઈ માટે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પાલઘર (8 જુલાઈ) અને રાયગઢ અને રત્નાગિરી માટે 8 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પવઈ તળાવ છલકાયું

સ્થાનિક નાગરિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વચ્ચે મંગળવાર સાંજથી મુંબઈમાં પવઈ સરોવર ઉભરાવા લાગ્યું છે. તેમણે કહ્યું કે તળાવની સંગ્રહ ક્ષમતા 545 કરોડ લિટર છે અને સાંજે 6:15 વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થયું. જોકે, તળાવનું પાણી પીવાલાયક નથી. તેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. ગયા વર્ષે 12 જૂને તે ઓવરફ્લો થઈ ગયું હતું. જ્યારે તળાવ ભરાઈ જાય છે, ત્યારે પાણીનો વિસ્તાર લગભગ 2.23 ચોરસ કિલોમીટર છે, જ્યારે કેચમેન્ટ વિસ્તાર 6.61 ચોરસ કિલોમીટર છે. BMC હેડક્વાર્ટરથી લગભગ 27 કિમી દૂર સ્થિત પવઈ તળાવ 1890માં 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

NDRFની ટીમ તહેનાત

પિંગલાઈ નદીમાં આવેલા પૂરથી અમરાવતી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં તબાહી મચી ગઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. નંદગાંવમાં કમર પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ સિંધુદુર્ગ જિલ્લામાં નિર્મલા નદીમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નિર્મલા નદીમાં પૂરના કારણે 27 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. કોલ્હાપુરમાં ભોગવતી નદી રોડ પરના પુલ પરથી વહી રહી છે. એનડીઆરએફની ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે રત્નાગીરી, પાલઘર અને પનવેલમાં પણ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Published On - 10:09 am, Wed, 6 July 22