Maharashtra : નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં મોતનો તાંડવ, 24 કલાકમાં 18ના મોત

મહારાષ્ટ્રની નાંદેડ હોસ્પિટલ બાદ અન્ય એક હોસ્પિટલમાં મોતનો તાંડવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રની છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં 18ના મોત થયા છે. મૃતકના પરિજનોએ આ મોત પાછળ બેદરકારીને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. જેના કારણે આ ઘટના બની છે.

Maharashtra : નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં મોતનો તાંડવ, 24 કલાકમાં 18ના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 10:29 PM

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 લોકોના મોતનો બનાવ સામે આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજમાં સોમવારે સવારે 8 વાગ્યાથી મંગળવારે સવારે 8 વાગ્યા સુધી બે બાળકો સહિત કુલ 18 લોકોના મોત થયા. એક અહેવાલ અનુસાર હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે હોસ્પિટલમાં કુલ 14 જેટલા લોકોના મોત થયા છે. જોકે આ મૃત્યુ પામેલા 18 લોકો માંથી ચાર લોકો એવા છે જેમને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હવે આ મામલે મહારાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.

NCP પ્રમુખ શરદ પવારે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે નાંદેડમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતની ઘટનાના માત્ર 24 કલાકમાં જ છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલમાં આટલા મૃત્યુના સમાચાર આવ્યા છે, જે ચિંતાજનક છે.

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

હોસ્પિટલના ડીન ડૉ. સંજય રાઠોડે આ બાબતે સ્પષ્ટતા કરી અને કહ્યું કે ‘અમારી હોસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં દરરોજ 14 જિલ્લાના લગભગ 2,000 દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવે છે. દર્દીની સ્થિતિ ગમે તે હોય, તેને દાખલ કરવામાં આવે છે. અહીં આવતા મોટાભાગના દર્દીઓને ત્રીજા સ્ટેજ માટે રિફર કરવામાં આવે છે. દરેક મૃત્યુ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આંકડા અનુસાર જાણીએ તો 2000 દર્દીઓમાંથી 10 દર્દીઓના મૃત્યુની ટકાવારી ખૂબ જ ઓછી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, 12 નવજાત શિશુનો પણ સમાવેશ

આ મૃત્યુને કારણે હોસ્પિટલનું કહેવું છે કે કુલ 18 મૃત્યુમાંથી બે મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયા છે. એ જ રીતે, ન્યુમોનિયાના કારણે અન્ય બે મૃત્યુ થયા છે. જીવ ગુમાવનાર ત્રણ લોકો કિડનીની સમસ્યાથી પીડાતા હતા. લિવર ફેલ થવાને કારણે અન્ય એકનું મોત થયું હતું. આ મોત પાછળ મૃતકના પરિજનો બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, જેના કારણે આ ઘટના બની છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
g clip-path="url(#clip0_868_265)">