ભાવનગરના મહુવા સરકારી હોસ્પિટલમાં દસથી વધુ દર્દીઓને રીએક્શન આવ્યા હોવાની ઘટના બની છે. કુલ 11 થી 12 દર્દીઓ જનરલ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. રિએક્શન આવેલ તમામ દર્દી બેડ પર ધમપછાડા કરી રહ્યા હતા. અમુક દર્દીને બાંધી રાખવાની પણ નોબત આવી છે. નદીમ શેખ, પૂનમ ગિયડ તથા ગફાર અગવાન નામના દર્દીઓને ગંભીર હાલતમાં અન્યત્ર ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.