શું ઉનાળામાં દૂધ બગડી જાય છે? તો દૂધને લાંબા સમય સુધી તાજુ રાખવા માટે અજમાવો આ સરળ ટીપ્સ

How To Keep Milk Fresh: ઉનાળાની ઋતુમાં દૂધનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આનું કારણ એ છે કે તાપમાનમાં ફેરફારને કારણે તે ઝડપથી બગડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે આ વાસણોનો ઉપયોગ દૂધ સંગ્રહ કરવા માટે કરી શકો છો.

શું ઉનાળામાં દૂધ બગડી જાય છે? તો દૂધને લાંબા સમય સુધી તાજુ રાખવા માટે અજમાવો આ સરળ ટીપ્સ
Milk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 2:44 PM

How to Store Milk in Summer: ઉનાળાની ઋતુમાં દૂધનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આનું કારણ એ છે કે દૂધ ઘણીવાર ગરમીને કારણે ખરાબ થઇ જાય છે. પછી ભલે તે ફ્રીજમાં રાખેલુ હોય. વાસ્તવમાં, મોટાભાગના ઘરોમાં દૂધનો વારંવાર ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રીજમાંથી દૂધ બહાર કાઢવું ​​પડે છે. જેના કારણે તેનું તાપમાન સમયાંતરે બદલાતું રહે છે અને તેના કારણે તે બગડવાની શક્યતા વધી જાય છે. પરંતુ જો તમે દૂધને યોગ્ય રીતે સંગ્રહિત કરો છો, તો તાપમાન વધવા છતાં તેને ઘણા દિવસો સુધી તાજું રાખી શકાય છે. આજે અમે તમને ઉનાળામાં દૂધનો સંગ્રહ કરવાની કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમારું દૂધ સંપૂર્ણપણે તાજું રહી શકે.

આ પણ વાંચો :Heat Wave: ઉનાળામાં આ બાબતોનું ધ્યાન રાખો, પશુઓ નહીં પડે બીમાર, દૂધનું ઉત્પાદન થશે વધારે

કાચની બોટલ અથવા જગનો ઉપયોગ કરો

ઉનાળાની ઋતુમાં દૂધને બગડતું અટકાવવા માટે કાચની બોટલ અથવા જગમાં દૂધ સંગ્રહિત કરવું એ વધુ સારી રીત છે. આ માટે દૂધને સારી રીતે ઉકાળો અને ઠંડુ કરો. ત્યારબાદ જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નહીં બગડે. આ સાથે દૂધનો ટેસ્ટ પણ તાજા દૂધ જેવો જ રહેશે.

CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ

પ્લાસ્ટિક કેનનો ઉપયોગ કરો

તમે દૂધ સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકના ડબ્બામાં દૂધને સંગ્રહિત કરવા માટે, સૌ પ્રથમ દૂધને ઉકાળો અને તેને સંપૂર્ણપણે ઠંડુ કરો. ત્યાર બાદ દૂધને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો. જેના કારણે દૂધ ત્રણથી ચાર દિવસ સુધી બગડે નહીં.

દૂધને સાચવવાની યોગ્ય પધ્ધતિ

  1. જો તમારી પાસે ફ્રિજ હોય ​​તો દૂધને ફ્રીજમાં રાખો, પરંતુ જો ન હોય તો 4-5 કલાક પછી દૂધને ફરીથી ઉકાળો. તેનાથી તે 5-6 કલાક સુધી બગડે નહીં.
  2. ઘણીવાર રાત્રે દૂધ ગરમ કર્યા પછી તે બીજા દિવસે સવાર સુધી બગડે છે. આ સ્થિતિમાં, રાત્રે 9, 10 કે 11 વાગ્યા સુધી દૂધ ગરમ કરો અને પછી સવારે 5-6 વાગ્યે તેને ગરમ કરો. આનાથી દૂધ નહીં બગડે.
  3. રાત્રિનું દૂધ સવારે દહીં ન બને તેની ખાતરી કરવા માટે તમે બીજી પદ્ધતિ અપનાવી શકો છો. એક મોટી અને ઊંડી થાળીમાં ઠંડું પાણી ભરો અને તેની અંદર દૂધનું વાસણ રાખો. આ તમારા દૂધને ઠંડુ રાખશે જેથી બગડશે નહીં.
  4. ઘણી વખત આપણે ધ્યાન આપતા નથી અને દૂધને ઢાંક્યા વગર રેફ્રિજરેટરમાં રાખીએ છીએ, પરંતુ આ પદ્ધતિ યોગ્ય નથી. આપણે દૂધને એસિડિક વસ્તુઓ જેમ કે ટામેટાંનો રસ, ચટણી, લીંબુ વગેરેથી દૂર રાખવું જોઈએ. આ સિવાય જો દૂધની આસપાસ કાચું માંસ કે તરબૂચ જેવી વસ્તુઓ રાખવામાં આવે તો દૂધ પણ બગડી શકે છે.
  5. ઉનાળાની ઋતુમાં લોકોના ઘરમાં એસી કે કૂલર ચોક્કસ ચાલે છે. આવી સ્થિતિમાં દૂધ એ રૂમમાં રાખો જ્યાં એસી અથવા કુલર ચાલુ હોય. તેનાથી દૂધ ફાટવાનું જોખમ પણ ઘટી જાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">