બિગ બોસ 16ની સફર શાલીન ભનોટ માટે ઘણી સારી રહી છે. જ્યાં એક તરફ તેને લોકોનો આટલો પ્રેમ મળી રહ્યો છે. બીજી તરફ શાલીન કલર્સ ટીવી પર આવતા નવા શો ‘બેકાબૂ’ સાથે નાના પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. બિગ બોસની ટ્રોફી જીત્યા વિના પણ તેણે દર્શકોના દિલમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. શાલીન ભનોટ બિગ બોસ 16ની પાંચમો ફાઇનલિસ્ટ હતો તેમજ બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી આશ્ચર્યજનક રીતે એકતા કપૂરે તેને સીરિયલમાં લેવાની વાત કરી હતી.
આ પણ વાંચો : Bigg Boss 16 : ટીના-શાલીન અને સુમ્બુલ-સૌંદર્યામાંથી એક થશે શોમાંથી OUT, બિગ બોસમાં આવ્યો ટ્વિસ્ટ
આ સમાચારથી શાલીનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. જ્યારે શાલીનની ખુશીનો કોઈ પાર ન હતો. તમને જણાવી દઈએ કે શાલીન આ પહેલા બાલાજી પ્રોડક્શન સાથે નાગિન 4માં કામ કરી ચુક્યો છે પરંતુ તેની અત્યાર સુધીની કરિયરમાં તેણે ક્યારેય ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી નથી પરંતુ હવે લગભગ 19 વર્ષ બાદ તે પહેલીવાર કોઈ સીરિયલમાં લીડ રોલમાં જોવા મળશે.
શાલીને તેના આગામી શો બેકાબૂનો પ્રોમો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જે બાદ તેને ઘણા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ શોમાં શાલીન ઈશા સિંહની સાથે જોવા મળશે. શોનો પ્રોમો જોયા બાદ એવું માનવામાં આવે છે કે શાલીનનો આગામી શો એક સુપર ડ્રામા હશે તેમજ આ શોની વિશેષતા એ છે કે શાલીન વિલનનો રોલ કરતો જોવા મળશે.
સામાન્ય રીતે શોના લીડને પોઝિટિવ બતાવવામાં આવે છે પરંતુ બેકાબૂની લવ સ્ટોરી પ્રખ્યાત વાર્તા બ્યુટી એન્ડ ધ બીસ્ટ પર આધારિત છે. આવી સ્થિતિમાં શોની શરૂઆતમાં શાલીનનું પાત્ર ગ્રે શેડમાં બતાવવામાં આવશે. આને રોકવા માટે ઈશા સિંહ પરીના રોલમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે શાલીનનો શો ક્યારે ઓન એર થશે તેની માહિતી હજુ આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જ એક અનોખી વાર્તા બેકાબૂના રૂપમાં નાના પડદા પર ટકોરા આપવા જઈ રહી છે.