RCB IPL 2023 Squard: ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી, જુઓ સંપૂર્ણ સ્ક્વોડ
Royal Challengers Bangalore IPL 2023 Auction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલ ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવવાનુ સપનુ પુરુ થઈ શક્યુ નથી, આ માટે હવે પુરો દમ લગાવશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ શરુઆતથી જ ચેમ્પિયન બનવાના સપના સાથે IPL ની સિઝનમાં ઉતરે છે. પરંતુ આરસીબીનુ આ સપનુ દર વખતે અધુરુ જ રહી જાય છે. દર વખતે ચમચમાતી ટ્રોફીથી ટીમના હાથ દૂર રહી જાય છે. હવે વિરાટ કોહલીની આગેવાનીમાં લાંબો સમય સુધી આ સપનુ ટીમે જોયુ પણ હવે આ સિઝનમાં ફરીથી આ સપનુ સાકાર કરવા માટે પુરો દમ લગાવી દેશે. ગત સિઝનમાં બેંગ્લોરની ટીમ પ્લેઓફની સફર ખેડી ચુકી હતી, પરંતુ ફાઈનલ સુધી પહોચી શકાયુ નહોતુ. આ વખતે કસર પુરી કરવા ટીમને દમદાર ખેલાડીઓથી સજાવવા પ્રયાસ કર્યો છે. ઓક્શનમાં પણ યોજના મુજબ ખેલાડીઓને પોતાની સાથે કર્યા છે.
ગત સિઝનની વાત કરવામાં આવેતો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લે ઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. અહીં તે ચોથા સ્થાન પર જ રહી ગઈ હતી. બેંગ્લોરની ટીમે સિઝન 2022માં 14 મેચોમાંથી 8માં વિજય મેળવ્યો હતો. જ્યારે 6 મેચોમાં હાર મળી હતી. હવે આ સિઝનમાં પોતાની સ્ક્વોડમાં કસર પુરી કરવાનો પ્રયાસ કર્યો છે, હવે જોવાનુ એ રહે છે, પોતાનુ અધુરુ સપનુ પુરુ કરવા કેવો દમ મેદાનમાં ટીમ દેખાડે છે.
RCB: ઓક્શનમાં ખરીદેલ ખેલાડી
રીસ ટોપ્લે, પ્રાઈસ-1.9 કરોડ રુપિયા
હિમાંશુ શર્મા, પ્રાઈસ-20 લાખ રુપિયા
વિલ જેક્સ, પ્રાઈઝ-3.30 કરોડ
મનોજ ભંદાગે, પ્રાઈસ-20 લાખ રુપિયા
અવિનાશ સિંહ, પ્રાઈસ 60 લાખ રુપિયા રાજન કુમાર, પ્રાઈસ 70 લાખ રુપિયા સોનુ યાદવ, પ્રાઈસ 20 લાખ રુપિયા
RCB: રિટેન કરેલ ખેલાડી
ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનેન્દુ હસરંગા, આકાશ દીપ.
RCB: રિલીઝ કરેલ ખેલાડી
જેસન બેહરેનડોર્ફ, શેરફેન રધરફોર્ડ, અનિશ્વર ગૌતમ, ચમા મિલિંદ, લવનીથ સિસોદિયા.
RCB: ફુલ સ્ક્વોડ
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, રીસ ટોપલી, હિમાંશ શર્મા, વિલ જેક્સ, મનોજ ભંદાગે, અવિનાશ સિંહ, રાજન કુમાર, સોનુ યાદવ,